આપણો દેશ અને તેની નીતિઓ , સલામ છે ભાઈ.એક ઘર ચલાવવું આજ કેટલું મુશ્કેલ પડે છે ત્યારે એક દેશને ચલાવવો અને તેને સતત પ્રગતિશીલ રાખવો એ કઈ સહેલી વાત નથી. ઉપર સંસદભવનની ઇમેજ છે.
સંસદભવન મુખ્યત્વે 3 રચનામાં વહેંચાયેલ છે.
1. ભારતના રાષ્ટ્રપતિ ,
2. રાજ્યસભા,
3. લોકસભા.
આજે આખા વિશ્વમાં કોરોના વાયરસ છે અને આપણા દેશના દરેક નાગરિક તેની સામે બરાબર લડી રહયા છે ત્યારે તેની વચ્ચે આપણા દેશમાં રાજયસભાની ચૂંટણી 26 માર્ચ 2020 ના રોજ થવાની છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી ધારાસભ્યો અને રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. જ્યારે લોકસભાની ચૂંટણી રાજ્યસભાની ચૂંટણીથી સાવ અલગ હોય છે. હાલમાં રાજ્યસભાના 69 સભ્યોનો કાર્યકાળ પૂરો થવાનો છે.
વૈંકેયા નાયડુ
રાજ્યસભા
રાજ્યસભાની શરૂયાત 3 એપ્રિલ, 1952માં થઈ હતી અને રાજસભાની પહેલી બેઠક 13 મેં, 1952 ના રોજ યોજાયેલ હતી. રાજ્યસભાએ સંસદની ઉપરી સપાટી પર છે, જ્યારે લોકસભાએ સંસદની નીચલી સપાટીએ છે. રાજ્યસભામાં કુલ 245 સભ્યો હોય છે તેમાંથી 12 સભ્યોને ચુંટવાનો અધિકાર આપણા રાષ્ટ્રપતિનો હોય છે. આ સભ્યોને સાહિત્ય ,વિજ્ઞાન ,કલા,અને સમાજ સેવાના સંદર્ભમાં અનુભવ કે જાણકારી હોવી જરૂરી હોય છે. જયારે બાકીના 233 સભ્યોની પસંદગી રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યા અને તેની જનસંખ્યા પર નિર્ધારિત છે.
ઉદાહરણ :- ઉત્તરપ્રદેશની રાજ્યસભામાં 34 સભ્યો છે જ્યારે નાના રાજ્યો જેવાકે , મણિપુર , મિઝોરમ,સિકિક્મ જેવા રાજ્યોમાંથી એક – એક સભ્ય ચૂંટાઈને આવે છે.
રાજ્યસભાના કાર્યકાળનો સમય 6 વર્ષ હોય છે.
રાજ્યસભા માટે યોગ્યતા
- ભારત દેશનું નાગરિત્વ હોવું જોઈએ।
- તેમનું આયુષ્ય ઓછામાં ઓછું 30 વર્ષનું હોવું જોઈએ।
- તે સંસદના કાયદાઓ અને નીતિઓનું પાલન કરી શકે તેવી લાયકાત ધરાવતું હોવું જોઈએ।