રાઇમ્સ બાળકોને ભાષા શીખવે છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને કશી જ ખબર હોતી નથી કે પોતે કોણ છે , તેને ક્યાં જન્મ લીધો છે, તેનો પરિવાર કોણ છે, તેની ભાષા શું છે, તે ક્યાં દેશનો નાગરિક છે વગેરે….
જ્યારે બાળક મોટું થાય ત્યારે તેનામાં પહેલા જોવાની, પછી ધીમે ધીમે સાંભળવાની,પછી બોલવાની કલા ખીલતી જાય છે. બાળકની આ બધી કલાને પ્રોત્સાહન આપવા માટે રાઇમ્સ ખુબ અગત્યનો ભાગ ભજવે છે.
બાળક જ્યારે રાઇમ્સ જોવે છે ત્યારે તેમાં આવેલા ગીતો તે ચિત્રો સાથે સાંભળે છે ત્યારે બાળક તે વસ્તુને ખુબ સરળતાથી યાદ રાખીલે છે, આથી બાળકના મગજનો પણ વિકાસ થાય છે. રાઇમ્સમાં અમુક અઘરી બાબતોને ખુબ સરળતાથી અને જોવામાં આનંદ આવે એ રીતે કહેવામાં આવે છે કે બાળકને પોતાને જ ખબર હોતી નથી કે પોતે રમતા રમતા ઘણું અગત્યનું શીખી રહ્યું છે.
આપણે રાઇમ્સથી બાળકોના ઘડતરમા કેવી મદદ કરી શકીએ :
1. પહેલા આપણે નાની રાઇમ્સથી શરૂયાત કેવી જોઈએ.
ઉદાહરણ તરીકે,
2. ત્યાર પછી બાળક ને પોતાના શરીરના અંગો વિષે, રંગો, ફળોના નામ, શાકભાજીના નામ આદિ ઘણું આપણે શીખવી શકીએ.
3. ત્યારબાદ આપણે જ્યારે આપણા બાળકને જમાડતાં હોય, નવડાવતા હોય, રમાડતા હોય ત્યારે આપણે રાઇમ્સના અમુક શબ્દો બોલવાના અને પછી થોડા શબ્દો આપણા બાળકને કહેવા માટે પ્રોત્સાહિત કરવાનું.
રાઇમ્સ જોવાના ફાયદા:
- બાળકમાં સ્થિર બેસવાની ટેવ પડે છે.
- બાળક નવું નવું વિચારતા શીખે છે.
- બાળક વાંચતા શીખે છે.
- બાળક જલ્દી બોલતા શીખે છે.
- બાળક પોતાનું પાયાનું ભણતર બહુ જ નાની ઉંમરમાં શીખી જાય છે.
- બાળક ખાતા શીખે છે.
- બાળક પોતાના ધર્મ અને પોતાની સંસ્કૃતિ શીખે છે.
- બાળક તેના ઘરના સભ્યોથી પરિચિત થાય છે.
- બાળકનો આત્મવિશ્વાસ વધે છે.
આપણે આપણી રીતે પણ કોઈ ગીત બનાવી બાળકોને ઉપયોગી વસ્તુઓની ઓળખ આપી શકીએ છીએ.
જેમકે , દ્રાક્ષ
નાની દ્રાક્ષ મોટી દ્રાક્ષ
તંદુરસ્ત દ્રાક્ષ સારી દ્રાક્ષ
બધા ફળોમાં મારી પસંદ…..
વિટામિન – સી થી ભરપૂર
મારી દ્રાક્ષ ……….
આમ રાઇમ્સથી બાળકને ઘણા ફાયદા થાય છે. ટેક્નોલોજી ખરાબ નથી, પણ તેનો જો સરખો ઉપયોગ કરવામાં આવે તો આપણે ઘર બેઠા આખી દુનિયાની માહિતી મેળવી શકીએ છીએ. મારા મતે આપણે બાળકને રાઈમસની મદદ વિના એટલું ના શીખવી શકીએ.
************