વેજીટેબલ ચીઝ કટલેટ

March 23, 2020by Avani0

સામગ્રી :-

2 બાફેલા બટેટા , 1/2 કપ કેપ્સિકમ , 1/2 કપ ગાજર , 1/2 કપ કોબીજ નું છીણ , 1/4 કપ બીટ , 1 ચમચી બાફેલી મકાઈ , 1 ચમચી આદુ-મરચું-લસણની પેસ્ટ , 1/2 ચમચી પેપ્રીકા , 1/2 ચમચી ઓરેગાનો , 1/2 લાલ મરચું પાવડર , ચપટી તીખા , સ્વાદ પમાણે મીઠું , કોથમીર , ચીઝ ,  1 ચમચી કોર્નફ્લોર , બ્રેડનો ભૂકો , સેકેલી સેવ , તળવામાટે તેલ.

રીત :-

  • સૌ પહેલા એક બાઉલમાં બટેટા ,ગાજર, કેપ્સિકમ, કોબીજ ,બીટ,ક્રશ કરેલી બાફેલી મકાઈ ,પેસ્ટ નાખીને બરાબર હલાવી લઈ.
  • ત્યારબાદ તેમાં ઉપરમૂજબના મસાલા નાખી બરાબર હલાવી લો.(જરુરમુજબ મસાલા એડ કરો. ) 
  • ત્યારબાદ તેને થોડું હાથમાં લઈને તેમાં છીણેલું થોડું ચીઝ નાખી ચીઝ બરાબર કવર થઈ જાય તેમ ગોળ  આકાર આપીને થેપલી વાળી લો. બ્રેજ બનાવવાની સેવનો ભૂકો કરી લો.
  • ત્યારબાદ એક નાની વાટકીમાં કોર્નફ્લોર લઈ તેમાં થોડું પાણી નાખી પાતળું કરી લો. 
  • થેપલીને પહેલા કોર્નફ્લોરનાં પાણીમાં ડુબાડી પછી બ્રેડનો ભૂકો બરાબર ચોંટી જાય તેમ ફરતી બાજુ ફેરવીને ફરીથી કોર્નફ્લોરનાં પાણીમાં નાખીને ભૂકો કરેલ સેવમાં રોળવી લો.
  • ત્યારબાદ તેલ થોડું વધુ ગરમ થાય ત્યારબાદ તળી લો.
  • ત્યારબાદ તેને લીલી ચટણી અને મેયોનીઝ સોસ સાથે પીરસો.

સોસ બનાવા માટે :

1/2 કપ મેયોનીઝ , 1/2 કપ ટોમેટો સોસ , 1/2 ચમચી રેડ ચીલી સોસ 

  • મેયોનીઝ ,ટોમેટો સોસ,રેડ ચીલી સોસ ને બરાબર મિક્ષ કરી લો.

ચટણી બનાવવા માટે:

 

 

1/2 કપ કોથમીર , 5 પાન ફોદીનો , 2 નંગ લીલુ મરચા , આદુ સ્વાદ મુજબ ,  3 નંગ લસણ ,  લીંબુ  , મીઠું 

  • આ ઉપરમૂજબની સામગ્રીને મિક્સચરમાં પીસી લો.

                                         **********************************

 

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This