અગત્યના 21 દિવસ
કોરોનાએ આપણને બધાને અચાનક જ કંઈક નવી જિંદગી આપી છે. કોરોના એક ટેન્સનની સામે કેટલીક ખુશીઓ આપી ગયો છે. મારા જીવનમાં પણ કઈક આવું જ બન્યું છે , આજે હું અન્ન, જળની સાથે મારી તમામ જીવન – જરૂરિયાત પ્રત્યે સજાગ બની છું, જીવન પ્રત્યે સજાગ બની છું, મારા ઘરના સભ્યોને વેકેશન દરમિયાન ખુબ નજીકથી ઓળખી રહી છું, આજે મને ઘરના સભ્યો માટે ઘણો જ સમય છે અને ઘરના સભ્યોને મારી માટે ઘણો સમય છે. તો મિત્રો આ 21 દિવસના વેકેશનમાં મારે અનેક અદભુત યાદો બનાવી છે જેને વાગોળીને ભવિષ્યમાં આનંદ મળે.
પ્રવૃત્તિ
1. મારા ઘરમાં રમાતી રમતો :-
- સાપસીડી
- સંગીતખુરશી
- Cards
- સંતાકૂકડી
2. રસોઈ :-
- ઘરના સભ્યોના રજાના દિવસો એક ગૃહિણી માટે કામના દિવસો બની જતા હોય છે તેમાં ખાસ કરીને રસોઈ ! રોજ – રોજ એવી કઈ વાનગી બનાવવી જેથી બાળકો અને મોટા બધાને મજા પડી જાય!
- કોરોના ને લીધે અત્યારે કોઈ બહારથી તૈયાર ખોરાક લાવતું નથી. અને આપણે ગુજરાતી એટલે સ્વાદના શોખીન!
- આથી પાણી પુરીની પુરીથી લઈને બ્રેડ સુધી ની બેઝિક સામગ્રી જે આપણે હમેશા બહારથી જ લેતા હોય તે પણ આજ કાળ ઘરે બનાવા લાગ્યા છીએ અને આખું ઘર મોજથી ખાઈ છે.
3. બધા સાથે જમવાની મોજ :-
- આજ સુધી ક્યારેય જે પોસિબલ નહોતું થયું તે આ 21 દિવસના વેકેશનમાં બન્યું છે. ક્યારેક ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને તહેવાર હોય તો ઘરના બધા સભ્યો સાથે બેસીને જમતા હોય છે તે પણ બપોરના સમયે કે રાતના સમયે પણ આખો પરિવાર ત્રણેય ટાઈમ ! ઓહ સોરી ચારેય ટાઈમ (બપોર પછીનો નાસ્તો)😜 સાથે બેસીને જમે એવું અત્યારે જ શક્ય બન્યું છે.
4. મોડી રાતે બનતી વાનગી :-
- મોડી રાતે મેગી ખાવાની અને ભેળ ખાવાની મજા રાત્રે મિત્રો સાથે ફિલ્મો જોવી કે tea post જવા કરતા કંઈક અલગ જ છે.
5. વિડીયો કોલ :-
- આપણી સાથે આપણા વડીલો પણ વિડીયો કોલમાં વાતો કરતા થી ગયા છે.
- વિડીયો – કોલ જ્યારથી થવા લાગ્યા ત્યારથી કોઈ આપણને દૂર લાગતું જ નથી.
- ઘેર બેઠા જ આપણે બધાની સાથે ચહેરો જોતા વાતો કરી શકીએ છીએ.
6. સમાચાર :-
- સમાચાર આપણને ઘેર બેઠા આપણા વિસ્તારથી લઈને આખી દુનિયા સાથે જોડે છે.
- આજકાલ આપણે સમાચારના માધ્યમથી ખૂણે-ખૂણાની હિલચાલથી વાકેફ કરાવે છે.
- સમાચાર એ ભુત , ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનો સાક્ષી છે.
- આ મહામારીમાં પણ સમાચારની એક મહત્વની ભૂમિકા છે.
7. રામાયણ,મહાભારત :-
- આપણા વડીલો પાસેથી અવાર – નવાર રામાયણ અને મહાભારતની વાતો સાંભળી છે.
- આજે તેમની સાથે જ રામાયણ અને મહાભારત જોવાની ખુબ મજા આવે છે.
કહેવાય છે ને કે “જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ” જો આપણે 21 દિવસના વેકેશનને positive લઈએ તો આપણા ઘરમાં રહીને ખુબ જ ખુશ છીએ કારણકે જે દિવસો આપણે અત્યારે વિતાવીએ છીએ તે દિવસો આપણે પહેલા કોઈ દિવસ જીવ્યા નહોતા કે ન હવે પછી જીવીશું।
———————————————