વિટામિન – સી થી ભરપૂર દહીં રાયતું

April 2, 2020by Avani0
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/f-1.png
   સામગ્રી :

400  ગ્રામ દહીંનું ઘોરવું 

2      ટે. સ્પૂન  ગુલાબ જળ 

1      ટે.સ્પૂન  મધ 

1/2   કપ સમારેલી દ્રાક્ષ 

1/2   કપ સમારેલી સ્ટોબેરી 

1/2   કપ દાડમના દાણા 

2      ટે. સ્પૂન બટર

2      ટે. સ્પૂન દરેલી ખાંડ

ચપટી તજ પાવડર 

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-29.jpeg
જરૂરી સામગ્રી :

1 કપ ટોશનો ભૂકો / રાગી બિસ્કિટનો ભૂકો

દહી રાયતું બનાવવાની રીત :

એક વાસણમાં ખાંડ, રાગી બિસ્કિટનો ભૂકો અને ચપટી તજનો પાવડર નાખી હાથથી બરાબર મિક્ષ કરી લો.

  • પછી આ સૂકા મિશ્રણને આપણે જે વાસણમાં પુડિંગ રાખવું છે તે વાસણમાં તળિયે નાખી દો.
  • ત્ત્યારબાદ બીજા વાસણમાં દહીનું  ઘોરવું,મધ,ગુલાબજળ ,સમારેલા ફળો નાખીને હળવું મિક્ષ કરીને પેલા સૂકા મિશ્રણવાળા વાસણમાં નાખી દો અને તેને સેટ થવા માટે ફ્રીઝમાં રાખી દો. થોડી વાર પછી આ ટેસ્ટી ફળોમાંથી બનેલા પુડિંગની મજા માણો।…
ફાયદા:

 1. ઉનાળામાં આ પુડિંગ  ખાવાથી શરીરમાં તાજગીનો અનુભવ થાય છે.

 2. આ પુડિંગમાં વિટામિન-સી  થી ભરપૂર હોય તેવા ફળોનો ઉપયોગ થાય છે આથી બાળકો માટે ખુબ       ફાયદા કારક છે.

 3. રાગી એ બાળકોને પચવામાં ખુબ સરળ છે અને તેમાંથી સારા પ્રમાણમાં પોષણ મળી રહે છે

                ———————————–

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This