સાદી સોડા
સાદી સોડા એટલે પાચનનો અકસીર ઈલાજ. સોડા એક એવી દવા છે જેને સૌ કોઈ મોજથી પીવાનું પસંદ કરે છે. પેટને લગતી દરેક સમસ્યાનું નિવારણ સાદી સોડા છે. સાદી સોડા પીવાથી અનેક ફાયદા થાય છે.
સાદી સોડા પીવાથી થતા ફાયદા :-
ગરમીના દિવસોમાં છાશ સોડા શરીરને ઠંડક આપે છે.
પેટમાં થતી ગડબડમાં રાહત થાય છે.
દૂધને સોડા પીવાથી એસિડિટીમાં રાહત થાય છે.
સોડા માંથી બનતી વાનગી :-
1. ગોલા :-
- કોઈ પણ સરબત હોય તેને આપણા ઘરના સ્વાદ પ્રમાણે લેવું
- પલાસ્ટીકના ગ્લાસમાં ઘરના સ્વાદ પ્રમાણે શરબતનું સીરપ નાખીને તેમાં સાડી સોડા ભરી દેવી
- ગ્લાસને આખો ભરવો નહીં
- ત્યારબાદ ચમચીથી હલાવી લેવું
- ત્યારબાદ તેને ફ્રીઝરમાં રાખી દેવું
- થોડા સમય બાદ ગોલો તૈયાર 😊
⇉ લીંબુ સોડા બનાવી તેને ફીઝ કરીને પણ ગોલો બનાવી શકાય , આ ગોલો પાચન થવામાં મદદરૂપ .થાય છે.
2. લીંબુ જ્યુસ :-
- મિક્ચરના બાઉલમાં ચાસણી , લીંબુ (બી કાઢીને), મીઠું , ફોદીનો , તીખા અને થોડી સોડા નાખીને બરાબર મિક્સ કરી લેવું
- ત્યારબાદ તેને ગાળી લેવું
- ત્યારબાદ તેમાં સ્વાદપ્રમાણે ઠંડી સોડા નાખીને સર્વ કરવું
—————————— ——————————— ——————————— ———————– ——————————- ———————————–