કહેવાય છે, ને કે બાળક ભગવાનનું રૂપ છે તેનામા જાત-પાત, ઈર્ષા, રાગ, દ્વેષ વગેરે જેવી એક પણ ભાવના હોતી નથી. બાળકના વર્તનને આપણે ધ્યાનથી જોઈએ તો તેના માંથી ઘણી એવી વાતો શીખી શકીએ જે આપણને જીવનને સરળ બનાવા માટે મદદરૂપ થાય. કોઈવાર અપમાન જનક લાગતી વાત બાળકના મુખેથી બોલાય જાય તો તે હાસ્ય નું સ્વરૂપ લઈ લે છે અને તેને છોકરમત સમજીને નકારી દેવામાં આવે છે.
* બાળકની ખાસિયત :-
1. બાળક પોતાના માન – અપમાનથી બેખબર છે.
2. બાળક પોતાની ભૂલ સહેલાઈથી કહી તેના ઉપર નિર્દોષતાથી હસી શકે છે.
3. તેને ભૂતકાળ યાદ નથી , ભવિષ્યમાં રસ નથી ને વર્તમાનને છોડતું નથી.
4. તેને સાચું , ખોટું , ખરાબ , સારું આવા શબ્દોની ખબર નથી આથી તે જે જુએ તે બિંદાસ બોલી દે છે.
5. ચિંતા ઉપર બાળક હમેંશા જીત મેળવે છે કારણકે ચિંતા તેના શબ્દકોશમાં જ નથી.
6. ગમે તેવી મોટી બીમારીને પણ તે હસતા – હસતા સહન કરી લે છે કારણકે તે બીમારીને બાજુ પર રાખીને રમતમાં વધુ ધ્યાન આપે છે.
7. બાળકને બીજા બાળક સાથે સહેલાઈથી ભળી જાય છે.
બાળક જેવી વૃત્તિ આપણી થઈ જાય તો સાચે જ મિત્રો આપણે પણ વિચારોના વંટોળથી બચવા
ડોક્ટરોની સલાહ અને આત્માની શાંતિ માટે ધ્યાન કે યોગના કલાસ ન કરવા પડે.