ગરમીમાં ઠંડક

April 10, 2020by Avani0
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/s-1.png

        આ વખતનો ઉનાળો આપણી માટે વધુ કઠિન છે. કારણકે અસહ્ય ગરમીમાં આપણે સવારના કે સાંજના સમયે બહાર નીકળી નથી શકતા અને ઘરમાં ગરમીના કારણે રહી નથી શકતા પણ ઘરમાં રહેવું જીવવા માટે ખુબ જરૂરી છે.ગરમીથી રાહત મેળવવા આપણે ઠંડા પીણા કે આઈસ્ક્રીમ ગોલા ખાઈ નથી શકતા।તો આજે આપણે ઘરમાં હોય તેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને શરીરને ઠંડક અને કોરોનાથી બચી શકે તેવા ઉપાયો કરવાના છે.

 ઉનાળામાં શરીરને ઠંડક આપતા તત્વો :-

1. પાણી :-

  • એક દિવસમાં આપણે 8 ગ્લાસ પાણી પીવું જોઈએ।
  • આપણા શરીરના કચરાને બહાર કાઢવા મદદરૂપ થાય છે.
  • ઉનાળામાં શરીરમાં પાણીની માત્રા પ્રમાણસર હોય તો યુરિનમાં થતી તકલીફથી બચી શક્ય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/water-harvester-1440x970-1-160x160.jpg

2. વરિયાળી :-

  • વરિયાળીથી પેટની ગરમીમાં ઠંડક મળે છે.
  • યાદશકિતમાં વધારો થાય છે.
  • વરિયાળીથી આંખની જોવાની ક્ષમતામાં વધારો થાય છે.
  • સાકર સાથે નિયમિત પ્રમાણમાં વરિયાળી લેવાથી અવાજ કોયલ સમાન મધુર બને છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-65.jpeg

3. લીંબુ :-

  • લીંબુનો ખાટો સ્વાદ આપણા લોહીને શુદ્ધ કરવામાં ઉપયોગી થાય છે.
  • વિટામિન – c  થી ભરપૂર લીંબુ શરદી મટાડવા માટે રામબાણ ઈલાજ છે.
  • ગરમ પાણી સાથે લીંબુ લેવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.
  • સૌંદર્ય પ્રસાધન તરીકે પણ લીંબુનો ઉપયોગ થાય છે જે અત્યારે બહેનો માટે ખુબ જ જરૂરી છે😁.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-70.jpeg

4. તકમરીયા :-

  • વજનમાં ઘટાડો કરવા માટે ઉપયોગી છે.
  • કબજિયાતને મટાડી પાચન ક્રિયા સુધારે છે.   
  • શરીરની ગરમીને ખેંચીને, ઠંડક કરે છે.
  • ત્વચા અને વાળની ચમકમાં વધારો કરે છે.
  • એસિડિટીમાં રાહત આપે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/c6d3d9a0eeb63a4a2438de201093adf1.jpg

5. સાકર :-

  • સાકર શરીરને મીઠાસ સાથે ઠંડક આપે છે.
  • એનિમિયામાં રાહત આપે છે.
  • શરીરને ગરમી સામે રક્ષણ થાય તેવી શક્તિ આપે છે.
  • ગરમીના દિવસોમાં નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય તો સાકર તેમાં અત્યંત ફાયદાકારક છે.
  • હિમોગ્લોબીન વઘારવા માટે ઉપયોગી છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-68.jpeg

6. કાળીદ્રાક્ષ :-

  • શરીરને ઠંડક આપતી કાળીદ્રાક્ષ કિડનીને ચોખ્ખી કરવા માટે ખુબ સારી છે.
  • આંખને શીતલતા આપે છે.
  • ઉનાળામાં અમુક અંશે તાવમાં રાહત આપે છે.
  • દારૂ છોડવા માટે રોજ કાળીદ્રાક્ષના 10 – 12 નંગ ખાવાથી ફાયદો થાય છે.
  • પિત્ત – વાયુ જે આજ – કાલ નાનાથી લઈ મોટા બધામાં હોવા મળે છે તેમાં રાહત થાય છે.
  • યાદશિકતમાં વધારો કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/kala_manuka_benefits_in_marathi-160x160.jpg

7. બીલાનું શરબત :-

  • બીલીનું ઝાડ આસપાસ હોય તો તેમાં ઉનાળાની મોસમમાં બીલા પાકે છે.
  • આ બીલાની અંદરનો પલ્પ કાઢીને તેમાં લીંબુ અને અમુક પ્રમાણમાં સાકર નાખીને બ્લેન્ડરની મદદથી મિક્સ કરીને પીવો તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે.
  • શરીરને તાપથી બચાવી રાખે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-67.jpeg

    આમ ,ગરમીમાં અને કોરોના બન્નેમાં લાભદાયી થાય તેવા પદાર્થોનું સેવન કરી અને આપણા શરીરને રોગમુક્ત બનાવીએ।

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/e.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This