કોરોનાથી સ્વબચાવ

પ્રસ્તાવના :-
- કોરોના વાયરસથી બચવું આપણી માટે ખુબ જરૂરી છે.
- કારણકે તેનાથી આપણી સાથે આપણા ઘર, વિસ્તાર, શહેર, રાજ્ય થી લઈ આખા દેશને નુકશાન થાય છે.
- આપણી સારવાર કરતા ડોક્ટર પણ આમાંથી બચી શકતા નથી.
- માટે ઘરમાં રહીને સુરક્ષિત રહેવું એ આપણી પહેલી અને મહત્વની ફરજ છે.
- થોડી ચોકસાઈ આપણા ઘરમાં રાખવાની છે જેથી તે આપણને આ કોરોના સામેની લડાઈમાં મદદરૂપ નીવડે।
જરૂરી સાવચેતી :-
1. ઘરને સ્વચ્છ રાખવું :
- દરરોજ ઘરને સાફ રાખવાથી વાયરસનું સંક્ર્મણ ઓછું થઈ જશે.
- ઘરમાંની એક વ્યકિત તો સામાન લેવા ઘર જતી જ હોય છે.
- તેવા સમયે ઘરની સફાઈ વાયરસ ફેલાતો અટકાવી શકે છે.

2. શરીર સ્વચ્છ રાખવું :
- ઘરમાં જ રહીને પણ દિવસમાં 2 વખત નાહવું જોઈએ।
- ઉનાળાની ગરમી અને વાયરસ બન્નેના પ્રકોપથી બચવા નહાવું જરૂરી છે.
- બહારથી આવીને ન્હાઈ લેવાથી કોરોનાના જીવાણુ નાશ પામે છે, ડોક્ટર પણ એજ સલાહ આપે છે.

3. બેડશીટ સાફ રાખવી :
- આ કોરોના વાયરસ કેટલીય કલાકો સુધી જીવંત રહેતો હોવાથી બેડશીટને સાફ રાખવી જરૂરી છે.
- અઠવાડિયામાં 2 થી 3 વાર બેડશીટ અને ટોવેલ ધોવા જોઈએ।

4. ટુથબ્રશને કવર કરવું :
- ટુથબ્રશ આપણા દાંતની સફાઈ કરે છે.
- ટુથબ્રશ હંમેશા ઢાંકીને રાખવું જોઈએ આથી જીવજન્તુ તેના પર ન બેસે।
- બ્રશને બેઝીનથી દૂર રાખવું કારણકે બહારથી આવી આપણે હાથ સાફ કરીએ ત્યારે છાંટા જો બ્રશમાં લાગે તો તેના દ્વારા વાયરસ આપણા શરીરમાં પ્રવેશી શકે છે.

5. ટુથપિકનો ઉપયોગ :
- મોઢામાં કે દાંતમાં કચરો કાઢવા માટે હાથનો ઉપયોગ ના કરવો।
- ટુથપિકને ડબામાં પેક કરીને રાખો આથી જ્યારે તેનો ઉપયોગ કરીએ તેની મદદથી ખોરાક દાંતમાંથી નીકળી જાય અને વાયરસ પ્રવેશી શકે નહીં।

6. કોઈનો એઠો ખોરાક ન લેવો :
- આ સમયમાં નાના બાળક કે કોઈને પણ એઠો ખોરાક આપવો નહીં કે કોઈનો લેવો નહીં।
- વાયરસ જો શરીરમાં પ્રવેશે તો તે 14 દિવસ પછી દેખાય છે તો આવા સમયમાં આપણે ખોરાક વહેંચવો નહીં।

7. નખ ન ચાવવા :
- મહિલાઓના વધેલા નખ તેનો સુંદરતામાં વધારો કરતા હોય છે.
- કોરોનાના સમયમાં નખ કાપી નાખવા કારણકે નખમાં કેટલીય પ્રકારના જન્તુ ફસાય છે.
- આપણે હાથથી ખોરાક લઈએ ત્યારે ખોરાકની મારફત વાયરસ પણ શરીરમાં પ્રવેશી શકે છે.

8. કપૂરનો ધૂપ :
- કોઈપણ અશુરી જીવ ભગાડવા કપૂર નો ઉપયોગ થાય છે
- મંદિરમાં પણ કપૂરનો ધૂપ કરવામાં આવે છે.
- માખી કે મચ્છરથી પણ કોરોના ફેલાય છે આથી તેને ઘરમાં ન આવવા દેવા કપૂર સળગાવું જરૂરી છે.

આમ, આપણે આપનાથી બનતા બધાજ પ્રયાસ કરીને કોરોનાને આપણાથી અને આપણા દેશથી જલ્દી દૂર કરીએ।
