યોગ
મનુષ્યની ચિંતા :-
- આજના આ વર્તમાન સમયમાં માણસ સતત ચિંતામાં રહે છે અને પૈસા પાછળ ભાગતો જોવા મળે છે.
- સવારે ઉઠે ત્યારથી લઈને સુવે ત્યાર સુધી તેના મગજને શાંતિ હોતી નથી.
- આવી ભયાનક પરિસ્થિતિનો જ્યારે અંત આવે કે માણસ વિચારવાયુ નો શિકાર બને.
મનુષ્યની જરૂરિયાત :-
- અપૂરતી ઊંઘ અને પોષણયુક્ત આહાર ન લેવાને કારણે શરીરમાં અનેકે રોગો આગમન કરે.
- શરીરને અમુક પ્રમાણમા કસરત ,મનની શાંતિ , હાસ્ય, કુદરતી હવા, વગેરે આમ ઘણી બાબતોની જરૂરિયાત હોય છે.
- આજનો માણસ કામમાં અને તેના ફોનમાં જ એટલો વ્યસ્ત છે કે તે પોતાના શરીર માટે પણ સમય આપી શકતો નથી.
- પણ આજે સમય બદલાયો છે હવે માણસો પોતાના શરીરને તંદુરસ્ત બનાવવા અને મનની શાંતિ માટે યોગ તરફ વળ્યાં છે.
યોગ દિવસ :-
- 21 જુન ને “વિશ્વ યોગદિવસ” તરીકે મનાવવામાં આવે છે.
- યોગ આ માનવીના જીવનને પ્રફુલિત કરવાની ચાવી છે.
- આપણા તન અને મનની શાંતિ માટે યોગ આવશ્યક છે.
- યોગએ પ્રાચીન સમયથી કરવામાં આવે છે.
- રાજા – મહારાજા , ઋષિ- મુનિઓ થી લઈને ભગવાન પણ ધ્યાન કરતા, તપ કરતા.
- નાના – મોટા, બાળકો, બીમાર વ્યક્તિ , સગર્ભા નારી , વગેરે બધા માટે યોગ ફાયદારૂપ છે. ।
- આમ પણ આપણે જીવનમાં જાણતા-અજાણતા યોગ કરી લઈએ છીએ.
→ 😂 હસવું એ યોગ છે.
↪ યોગ કરવાથી થતા ફાયદા :-
- મનની શાંતિ
- તણાવમાંથી મુક્ત
- સહનશક્તિમાં વધે
- આત્મવિશ્વાસ વધે
- આનંદ અનુભવાય
યોગએ આપણા જીવનના તમામ ક્ષેત્રે જોડાયેલો છે.
યોગ → શરીર → મન → બુદ્ધિ → આત્મા → સમાધિ
સૂર્ય નમસ્કાર આ એક યોગમાં મોટાભાગના યોગનો સમાવેશ થાય છે અને યોગની સાથે સાથે ભગવાનને નમન થાય છે. |
યોગથી થતા લાભ :-
યોગ એક એવી કસરત છે કે જેનાથી આપણને કઈક ને કંઈક લાભ થાય છે.
- બન્ને હાથના નખને ઘસવાથી વાળ કાળા થાય છે.
- યોગ કરવાથી વજન વધતું નથી.
- શરીરમાં સ્ફૂર્તિ વર્તાય છે.
- વિચારોમાં હકારાત્મકતા આવે છે જે આજના જીવન માટે ખુબ જ જરૂરી છે.
- આળસ આવતી નથી.
ઓશો :- કોઈ પણ ધર્મ આપણને તેની સાથે બાંધી રાખે છે પણ યોગ એક એવી સાધના છે કે જે આપણને
બધા બંધનોથી મુક્ત કરે છે.