લીલી ફરશી પુરી

સામગ્રી :-
1 કપ મેંદો
1/2 કપ ઘઉ નો લોટ
1/2 કપ રવો
1 કપ પાલક, મેથી જીણું સમારેલ
1 ટે. સ્પૂ આદુ-મરચા-લસણની પેસ્ટ
1/2 ચમચી સેકેલ આખું જીરું
સ્વાદ પ્રમાણે મીઠું
2 ચમચી ગરમ તેલ

પુરી બનાવવાની રીત :-
- સૌથી પહેલા એક વાસણમાં મેંદો ,રવો, રોટલીનો લોટ નાખી તેમાં મીઠું , જીરું,પાલક-મેથી જીણી સમારેલી અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીને 2 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ તેલ બરાબર ભળી જાય ત્યાંર પછી તેને પાણીથી લોટ બાંધી લો.
- ત્યારબાદ તેને 30 મિનિટ સુધી રાખી મુકો।
- ત્યારબાદ એક મોટું લુવો વાળીને તેને મોટી રોટલી વણી લો.
- ત્યારબાદ તેમાં તેલ લગાવી તેની ઉપર કસ્ટર્ડ પાવડર છાંટી ને રોટલીનો રોલ બનાવી લો.
- ત્યારબાદ છરીથી અથવા દોરીની મદદથી તે રોલના નાના – નાના ટુકડા કાપી લો.અને તેને દબાવી લો.
- ત્યારબાદ તેને લંબગોળ આકારમાં વણી લો.
- ત્યારબાદ તેલ ગરમ થાય ત્યાર પછી ધીમા તાપે તળી લો.
*****************************************