વિડીયો કોલ

પ્રસ્તાવના :-
- લોકડાઉન થયા પછી વિડીયો કોલનો મહિમા બમણો થઈ ગયો છે.
- જે કોઈને પણ જોઈ તે વિડીયો કોલથી જ વાતો કરતા હોય 😛.
- આપણે જેને નવા વર્ષે એકાદ વખત ફોન કરતા હોય તેને પણ આ અચાનક આવેલા વેકેશનમાં બે થી ત્રણવાર વિડીયો કોલ કરી લીધો હશે ! સાચું કીધું ને !😁
- આપણે વિડીયો કોલના માધ્યમથી દૂર બેઠેલી વ્યકિતને પણ આપણી પાસે હોય તેવું ફીલ કરી શકીએ છીએ.
- અત્યારના સમયમાં વિડીયો કોલે આપણને ઘણી મદદ કરી છે.

વિડીયો કોલની મદદ :-

મિત્રો સાથે ગ્રુપ બનાવી વાતો :-
- આજકાલ બધા જ ફ્રી છે.
- વિડીયો કોલની સગવડે બધા જ મિત્રોને ઘરે બેઠા જ ભેગા કરી દીધા છે.
- લોકો પોતાના ઘરેથી જ અનેક લોકોને એક સાથે વિડીયો કોલ કરી શકે છે.
- આપણે બધા જ ગ્રુપ વિડીયો કોલનો ઉપયોગ કરીને ખુશ થઈએ છીએ.

વિદ્યાર્થીને ઘરે બેઠાજ અભ્યાસ :-
- બાળકોના અભ્યાસને આ મહામારીમાં ખુબ જ અસર થઈ છે.
- સરકારે શિક્ષકોને ઘરે બેઠા જ ભણાવવાનું કહી દીધું છે.
- વિડીયો કોલના માધ્યમથી જ આ શક્ય છે.
- કેવી મજા આવે આવો અનુભવ પછી ક્યારેય નહીં મળે.
- માટે આ પદ્ધતિનો સારો ઉપયોગ કરીને મારા દરેક વિધાર્થી મિત્રો ધ્યાન આપીને અભ્યાસ કરજો।

વિદેશમાં રહેતા સ્નેહીઓને આશ્વાસન :-
- અચાનક થતા લોકડાઉનમાં કેટલા લોકો ફસાઈ ગયા છે.
- અમુક લોકો તો ભારતમાં જ પણ બીજા રાજ્યમાં ફસાઈ ગયા છે.
- વિદેશમાં રહીને અભ્યાસ કરતા વિધાર્થી કે સ્નેહીજનોની આપણને ચિંતા થયા કરે છે.
- વિડીયો કોલે આપણને ઘણી રાહત આપી છે કારણકે આપણે સામેની વ્યકિતનો ચહેરો જોઈને તેની મુંજવણ થોડે અંશે દૂર કરી તેને હિંમત આપી શકીએ છીએ.

કોઈને રૂબરૂ ન મળવા છતાં થતો વ્યાપાર- ધંધા :-
- આજકાલ કેટલાય લોકો ઘરે બેસીને પોતાનું વર્ક કરે છે.
- કેટલાક અંશે આર્થિક વ્યવહાર ચાલુ રહ્યો છે.
- મોટાભાગના વ્યવસાયો વિડીયો કોલના લીધે ચાલુ રહી શક્યા છે.
- કોઈને સમજાવવા માટે સામ – સામે હોવું જરૂરી છે તો આપણી વાત સામેનો માણસ જલ્દી સમજી શકે છે.
- આ બાબત વિડીયો કોલના માધ્યમથી શક્ય બની છે.

ઘેર- ઘેર ઓફિસ :-
- આજે ઘેર – ઘેર ઓફિસ બની ગઈ છે.
- માણસે ઘરે બેઠા જ પોતાના કર્યો કરવાનો નિર્ણય લીધો છે.
- તે દેશ અને પોતાના પરિવાર માટે એક સારી બાબત છે.

