અનાજ
- અનાજ આપણી પ્રાથમિક જરૂરિયાત છે.
- પેટ સરળતાથી ભરાઈ જાય અને ચરબી પણ ન વધારે તેવા અનેક ધાન ભારતમાં ઉગાડવામાં આવે છે.
- કોઈપણ શાકભાજી હોય તેને મનભરી ખાવા માટે કોઈપણ અનાજની રોટલી , રોટલા બનાવા જરૂરી છે.
- આજે આપણે એવા અનાજ વિષે વાત કરવાના છીએ જે ઘરમાં ઉપલબ્ધ હોય.
- જેને ખાવાથી પેટ ભરાઈ જાય અને સરળતાથી પચી પણ જાય.
રાગી :-
- વજન ઉતારવા માટે રાગી અકસીર છે.
- વિટામિન – D ભરપૂર માત્રામાં હોવાની સાથે શરીરને કેલ્શિયમ પણ આપે છે.
- સ્તનપાન કરાવતી માતાને દૂધ વધારવા મદદરૂપ થાય છે.
- નાના બાળકોના ઉત્તમ વિકાસ માટે રાગી ઉપયોગી થઇ છે.
- રાગી ખાવાથી હાડકા મજબૂત થાય છે.
રવો :-
- કહેવાય છે કે સવારનો નાસ્તો પોષ્ટીક હોવો જોઈએ.
- જો શરૂઆત હેલ્ધી નાસ્તાથી થાય તો આખો દિવસ સારો જાય છે.
- સવારે જો રવામાંથી બનેલ વાનગી ખાવામાં આવે તો આખો દિવસ શરીરમાં તાકાત રહે છે.
- અનેક પ્રમાણમાં ફાઈબર ધરાવતો રવો પચવામાં સરળ છે.
- શરીરને નિયત્રંણમાં રાખવા રવાનો ઉપયોગ કરવો જોઈએ.
- રવો એક એવી વસ્તુ છે જે મીઠાઈથી લઈને નમકીન બધી જ વાનગીઓ સ્વરૂપે સ્વાદિ
મસૂર દાળ :-
- વજન ઉતારવા અને પચવામા સરળ એવી મસૂર દાળ શરીર માટે ગુણકારી છે.
- હદયની બીમારી, બ્લડપ્રેસર, કેન્સર જેવી જીવલેણ બીમારીમાં આ દાળ ખુબ ફાયદાકારક છે.
- દાંતના હાડકાને મજબૂત બનાવે છે.
- ગળામાં થતા દુખાવામાં રાહત આપે છે જે કોરોનાની મહામારીમાં ખુબ ઉપયોગી છે.
મકાઈ :-
- ફોલિક એસિડ ભરપૂર હોવાથી ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.
- મકાઈનો રોટલા સાથે અન્ય ખટાસવાળા ખાદ્યપદાર્થોથી આવતો સોજો થતો નથી.
- રોજ મકાઈનો રોટલો ખાવાથી ભરપૂર વિટામિન જેવાકે વિટામિન A , B , C મળે છે.
- થાક , ચિંતા , આળસ, સુસ્તી વગેરેમાં ઘટાડો થાય છે.
- શરીરને હળવું બનાવે છે આથી મન પ્રફુલ્લિત રહે છે.
જુવાર :-
- જુવારમાં અનેક વિટામીનની સાથે તાંબું, લોહ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અનેક માત્રામાં હોય છે.
- કફ અને પિત્તને કાયમ માટે શરીરમાંથી દૂર કરે છે જે કોરોનાને હરાવવા ખુબ ઉપયોગી છે.
- રક્તને શુદ્ધ કરી શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે.
- પેટની ગરમી, ચરબી, ગેસ, રક્તપિત્ત જેવી બીમારીમાં ફાયદો કરે છે.
To be Continued……