મનપસંદ ખોરાક :
- અમુક સમયે ભારે લાગતા ખોરાક શરીરને તાકાત આપતા હોય છે.
- સુકામેવા કોરોનાના સમયમાં બહુ જ ફાયદાકારક છે.
- ફળોનો રસ સુકાય જાય અને જે બાકી વધે તેને સુકામેવા કહેવાય.
- જેમાંથી અનેક વિટામિન, પ્રોટીન મળે છે.
- તો ચાલો આજે આપણે એવા ખોરાક જે આપણા ફેવરિટ છે અને કોરોના સામે લડવા લાભદાયી પણ છે.
પનીર :-
- વિટામિન – B આપતું પનીર ખાવાથી કેલ્શિયમ મળે છે.
- પાચનતંત્ર મજબૂત બનાવે છે.
- મેગ્નેશિયમનો ભરપૂર સ્ત્રોત ધરાવતું પનીર હાડકાને મજબૂત કરે છે.
- ગર્ભવતી મહિલાઓને બાળકના સંપૂર્ણ વિકાસ માટે કેલ્શિયમ અને ફોસ્ફરસનું પોષણ પનીર ખાવાથી મળી જાય છે.
- પનીરમાં પ્રોટીન ,વિટામિન – D હોવાથી છાતીનું કેન્સર થતું અટકાવે છે.
કાજુ – બદામ :-
- શરીરને શકિત આપે છે.
- યાદશકિતમાં વધારો કરે છે.
- પાચતંત્રને સતેજ બનાવે છે.
- દાંતના હાડકાને મજબૂત બનાવા માટે કાજુ ઉપયોગી છે.
- વધતા વજનને નિયત્રંણમાં રાખે છે.
- શરીરની ગરમીને દૂર કરી કબ્જમાં રાહત થાય છે.
ચોકલેટ :-
- ઘરમાં નવરા બેસીને આવતો કંટાળો, તનાવ, સુસ્તીને દૂર કરી મન પ્રફુલ્લિત કરે છે સૌની ફેવરિટ ચોકલેટ!😋
- બ્લડપ્રેસર વઘી જાય ત્યારે ચોકલેટ ખાવાથી નિયત્રંણમાં આવી જાય છે.
- ચોકલેટને ગરમ દૂધમાં નાખીને પીવાથી મગજ સ્વસ્થ રહે છે.
- નાના બાળકોને મગજ તેજ બનાવવા ચોક્લેટવાળું દૂધ મદદ કરે છે.
આમ, મનપસંદ ખોરાક પણ યોગ્ય માત્રા લઈએ તો ફાયદો કરે છે.