વૈશ્વિક મંદી – Covid 19
પ્રસ્તાવના :-
- વિશ્વ આખું અત્યારે કોરોનાથી પરેશાન છે.
- અમેરિકા જેવા અનેક વિકસિત દેશોની હાલત ગંભીર છે.
- કોઈ જ દવા કે રસીની શોધ થઈ નથી આથી અત્યારે તો સાવચેતી અને સલામતી જ એની દવા છે.
- અનેક દેશોમાં સંપૂર્ણ લોકડાઉન છે.
- લોકોને ઘરની બહાર નીકળવાનું નથી.
- આથી ધંધા રોજગાર બંધ છે.
- પ્રદુષણમાં ઘટાડો થયો છે આથી વાતાવરણ શુધ્ધ થયું છે.
- પરંતુ દેશની આર્થિક સ્થિતિને જોરદાર અસર થઈ છે.
Remittance એટલે શું ? :
- જે અન્ય દેશોમાં કામ કરતા હોય, તે પોતાની કમાણી માંથી થયેલ બચતને પોતાના મૂળ દેશમાં રહેતા પરિવારજનોને મોકલે છે.
- આવી કમાણીને Remittance કહેવાય.
- એક પરિવારનો વ્યકિત વિદેશ કમાવા માટે જાય છે.
- તે ત્યાંથી તેના પરિવારને રૂપિયા મોકલે એને વિદેશી આવક કહેવાય.
- તે રૂપિયા દેશમાં જેતે રાજ્યમાં કોઈ પરિવારને ઘરે પહોંચે।
- એટલે રૂપિયાથી પરિવારજનો ઘરમાં સમારકામ કરે, ગાડી ખરીદે, ખેતી કામમાં ખર્ચે, ઇલેક્ટ્રિક સાધનો ખરીદે।
- આ રૂપિયા આખા દેશમાં ફરે અને વ્યવહાર ચાલતો જ રહે.
- પરિણામે દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થાય.
- આ રૂપિયા સરકારની આવક ન ગણાય.
Remittanceથી દેશની ઈકોનોમીને મોટી મદદ મળે છે.
WHO પ્રમાણે ,
- 2019 વર્ષમાં ભારતમાં 83 મિલિયન ડોલર ની વિદેશી આવક હતી.
- જે ઘટીને 2020 વર્ષેના અંતે 64 મિલિયન ડોલર જેવી થશે. એટલે કે 23% ઘટશે।
- એટલે કે 19 મિલિયન ડોલર (1,44,400 કરોડ ) નો ઘટાડો થશે
- (10 મિલિયન ડોલર = 76,000 કરોડ )
Remittance ઓછી થતા દેશના અર્થતંત્રને થતું નુકશાન :
વિદેશી આવકમાં ઘટાડો :
- કોરોના મહામારીમાં મોટાભાગના દેશોના ધંધા ઠપ છે.
- અચાનક લોકડાઉનના કારણે ઉધોગોને નુકશાન થયું છે.
- આપણા દેશના લોકો વધારે કમાવા માટે અન્ય દેશોમાં જાય છે.
- હવે ત્યાં બધું જ બંધ હોવાથી પગાર ઓછો અથવા નહિવત જેવો મળે છે.
- આથી વિદેશમાં રહેતા ભારતીયો પોતાના પરિવારજનોને નાણાં મોકલી શકતા નથી.
- પરિણામે દેશમાં વિદેશી નાણાંની આવકમાં ઘણો થયો છે.
રોજિંદા વપરાશમાં ઘટાડો :
- દેશમાં ઘણા પરિવાર એવા છે જેને વિદેશથી તેના સંતાનો રૂપિયા મોકલતા હોય છે.
- જો આવક ઓછી થઈ જાય આથી રોજિંદા વપરાશમાં કરકસર શરૂ થઈ જાય.
- પરિણામે જે વસ્તુ ખુબ જરૂરી હશે તેની જ ખરીદી થશે.
- આથી કાપડ ઉધોગ, કોસ્મેટિક ,પરિવહન સાધનો આવા અનેક ઉધોગો પર આની સીધી અસર થશે.
ઉત્પાદનમાં ઘટાડો :
- માંગ ઘટશે આથી ઉત્પાદનમાં પણ ઘટાડો થશે.
કાચામાલની માગમાં ઘટાડો :
- ઉત્પાદન ઘટવાથી કાચામાલની માગમાં ઘટાડો થશે.
- કાચામાલ સાથે જોડાયેલ અન્ય નાના-નાના ઉધોગોને નુકશાન થશે.
નોકરીમાં ઘટાડો :
- ઉત્પાદન ઓછું એટલે માણસોની જરૂરિયાત પણ ઓછી થઈ જશે.
- પરિણામે નવી નોકરીની અરજી બહાર પાડવાની વાત તો દૂર પણ ઘણા કર્મચારીઓને ઉત્પાદનમાં ઘટાડાને કારણે કતા કરવામાં આવશે।
લોકો બેરોજગાર બનશે :
- પરિણામે અમુક લોકો વર્ષો માટે બેરોજગાર બનશે।
લૂંટફાટ અને ઘુષણખોરી :
- લૂંટફાટ અને ઘુસણખોરીમાં વધારો થશે.
- વિદેશમાં રહેતા લોકોને પણ આનો ખતરો વધશે।
- દેશની સરકાર પોતાના નાગરિકને રોજગારી મળી રહે તેવો આગ્રહ રાખશે।
- આથી દેશના નાગરિક જે વિદેશમાં રહે છે તેને ઓછો લાભ મળશે અને હુમલો થવાનો દર રહેશે।
આમ ,કોરોના લોકોનો ભોગ લઈ રહ્યું છે તેની સાથે સાથે વિશ્વની અર્થવ્યવસ્થાને નબળી બનાવી રહ્યું છે.નેપાલ જેવા દેશને વિદેશી આવકના ઘટાડાની વધુ અસર થશે.