2019/20 માં ભારતમાં બનેલ વ્યૂહાત્મક પુલ
પ્રસ્તાવના :
- ભારતમાં 2019 માં ઘણા મહત્વના પુલો બનાવવામાં આવ્યા છે.
- આજે આપણે દેશની સરહદથી નજીકના વિસ્તારમાં બનેલ વ્યૂહાત્મક પુલ વિષે જાણીએ.
- આપણે જમ્મુ – કાશમીર, લદાખ અને અરુણાચલ પ્રદેશમાં બનેલ પુલ વિષે વાત કરીએ.
- જે પાકિસ્તાન અને ચીનની બોર્ડરથી નજીકનો વિસ્તાર છે.
- આ પુલ ભારતની રણનીતિને સહાયક બનશે।
વ્યૂહાત્મક પુલ – 2019/20
1. ઉજ્જ અને બસંતર પુલ [જુલાઈ – 2019]
➥ ઉજ્જ પુલ :
➥ બસંતર પુલ :
- ઉજ્જ પુલ એક કિલોમીટર લાંબો છે.
- જે જમ્મુ – કાશ્મીરના કથુઆ જિલ્લામાં આવેલો છે.
- ઉજ્જ પુલનું ઉદ્ધાટન આપણા રક્ષામંત્રી રાજનાથ સિંઘ દ્વારા કરવામાં આવેલું છે.
617.40 મીટર ની લંબાઈ ધરાવતો બસંતર પુલ જમ્મુ -કશ્મીરના સાંબા જિલ્લામાં બનાવવામાં આવ્યો છે.
- આ બન્ને પુલનું નિર્માણ પ્રોજેક્ટ સંપર્ક દ્વારા BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ) ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.
- BRO એ MOD -[ મિનિસ્ટ્રી ઓફ ડેફેન્સ] એટલે કે બચાવ મંત્રાલયની હેઠળ આવે છે.
- જ્યારે આ બન્ને પુલનું બાંધકામ થતું હતું ત્યારે વર્ષા ઋતુ ચાલતી હોવાથી વરસાદ નડ્યો હતો.
- તેની સાથે પાકિસ્તાનથી સતત ગોળીબાર થતો હતો.
2. કર્નલ ચેવાંગ રિન્ચેન સેતુ :
➥ ઇતિહાસ :
- કર્નલ ચેવાંગને લદાખનો “સાવજ” કહેવામાં આવે છે.
- એક એવા બહાદુર સિપાહી જે બે વાર મહાવીર ચક્ર જીત્યા છે.
- તેનો જન્મ 11 November 1931 માં નુબ્રાવેલીમાં થયો હતો.
- આવા મહાન સિપાહી ભારતને હંમેશા યાદ રહે માટે આ પુલનું નામ “કર્નલ ચેવાંગ રિન્ચેન સેતુ” રાખવામાં આવ્યુ.
➥ નિર્માણ :
- કર્નલ ચેવાંગ રિન્ચેન પુલનું નિર્માણ oct -2019 BRO દ્વારા કરવામાં આવ્યું છે.
- સૌથી વધુ ઉંચાઈ ધરાવતો આ પુલ ઈન્ડો ચાઈના બોર્ડરથી 45 કિલોમીટર જ દૂર છે.
- રિન્ચેન પુલ શ્યોક નદી ઉપર બનાવવામાં આવેલો છે.
- શ્યોક નદીનો પ્રવાહ ઘાતક છે આથી આ નદીને “મત્યુ નદી” પણ કહેવામાં આવે છે.
- આ નદી ઉપર પુલ બનાવવોએ BRO માટે પડકારરૂપ હતું.
- સેતુની લંબાઈ 400 મિટર છે.
- લગભગ 15000 ફીટથી ઉંચાઈએ બાંધવામાં આવેલ કર્નલ ચેવાંગ રિન્ચેન સેતુ લોકોને ખુબ મદદરૂપ નીવડશે.
➥ ફાયદા :
- પુલની ખાસિયત એ છે કે તે દરેક ઋતુમાં કાર્ય કરશે।
- આ પુલ બનવાથી લદાખ અન્ય ઘણા વિસ્તારથી જોડાઈ શકશે.
- સરહદની સુરક્ષા માટે ઉપયોગી નીવડશે.
સિયાચીન :
- સિયાચીન પર્યટક માટે આ પુલ મદદરૂપ નીવડશે , જે 35 વર્ષ પહેલા પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
- ઍન્ટાર્કટિક પ્રદેશને બાદ કરીએ તો ઉંચાઈ ધરાવતો બર્ફીલો રમણીય પ્રદેશ છે.
- આ પ્રદેશ એક યુદ્ધભૂમિ છે.
3. પુલ સિસેરી નદી :-
- આ પુલ BRO દ્વારા નવેમ્બર – 2019માં બનાવવામાં આવ્યો.
- આ પુલ સિયાંગ નદી અને ડિબાંગ નદીને જોડશે જે અરુણાચલ પરદેશમાં સ્થિત છે.
- 200 મિટરની લંબાઈ ધરાવે છે.
4. દાપોરીજો પુલ :-
- BRO હેઠળ બનાવવામાં આવેલ દાપોરીજો પુલ એપ્રિલ 2020 એટલે કે હાલમાં જ બન્યો છે.
- સુબાનસીરી નદી જે અરુણાચલ પ્રદેશમાં સ્થિત છે તેના પર દાપોરીજો પુલ બનાવવામાં માત્ર 27 દિવસનો જ સમય લાગ્યો છે.
- બ્રમ્હપુત્રની સૌથી મોટી ઉપનદી ગણાતી નદી શુબાનસિરી ઉપર બનાવવામાં આવેલો પુલ ભારત અને ચીન વચ્ચેની Line of Actual Control -LAC ની ખુબ નજીક છે.
➥ ખાસિયત :
- આર્ટિલરી બંદૂકની નિકાસ સરળ કરવા 40 ટન વજનની ક્ષમતા ધરાવે છે.
- BRO એ આ કાર્ય લોકડાઉનના તમામ નિયમોને પાળીને કર્યું છે.
Sources : you tube