બાળકને તનાવથી દૂર રાખવા માટેના ઉપાયો

May 12, 2020by Avani0

બાળકને તનાવથી દૂર રાખવા માટેના ઉપાયો

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/46dfa32c88bd4eb7881332d3bbdc4071_content_medium.png
પ્રસ્તાવના :-
  • એક બાળક માટે મા એ દુનિયામાં સૌથી મહત્વની છે. 
  • ડોક્ટરથી પણ વધુ જણનારી મમ્મી  પોતાના બાળક માટે સંપુણઁ છે. 
  • આજના આ ટેક્નોલોજીના જમાનામાં એક માં પોતાના બાળકને ઉત્તમ બનાવા માટે કેટકેટલા પ્રયત્નો કરે છે. 
  • તે પોતાના બાળકને અન્ય બાળકથી કંઈક વિશિષ્ટ કરવા મથે છે.
  • આ બધી બાબતોની કોમળ બાળક પર કેવી અસર થાય છે તે જોવાનું ભૂલી જાય છે. 
  • કોઈ બાળક બધી રીતે સંપૂણ હોતું નથી. 
  • આપણું બાળક ઉત્તમ છે પણ હોઈ શકે કે અત્યારે તેનો સમય ન હોય. 
  • કદાચ ! એવું પણ હોય કે આપણે તેને જે બનવામાં જેમાં રુચિ હોય તેનાથી કંઈક અલગ જ બનાવવા મથતા હોય!
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/iStock_000022746437Small.jpg

ઉદાહરણ :

  • એક ખુબ જ સારી ફિલ્મ છે તે આ બાબત પર જ આધારિત છે.
  • આપણા બાળકને યોગ્ય ગતિ આપવા માટે આપણે તેને પારખવાનું છે.
  • જેમ આ ફિલ્મમાં આમીરખાન ઇશાનને પારખે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/download-the-script-of-taare-zameen-par-feature-95-1280x720-1.jpeg
મારા મતે બાળકને તનાવથી બચાવાના ઉપાયો :-
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/t11.png
બાળકના લેવલથી સમજાવવું
  • જો આપણું બાળક તોફાની હોય અને એક વાતમાં સમજે જ નહીં તો તેને તેના લેવલથીસમજાવવું એ માતા-પિતાના હાથમાં છે.

એક ઉદાહરણ :

 (સત્ય ઘટના)

  • એક ખુબ જ તોફાની છોકરો હતો. 
  • તે કોઈનું માનતો નહી. 
  • એક વાર તેના હાથમાં રમતા રમતા એક છરી આવી ગઈ અને તે કોઈ વાતે તે છરી મુકવા તૈયાર ન હતો.
  • બધા તેના હાથમાંથી છરી છોડાવા માટે ખીજાવા મંડયા,  તેના હાથમાંથી છરી ખેંચવા લાગ્યા।
  • પણ પેલો છોકરો છરી મુકવા તૈયાર જ નહીં અને ઉલટાનો તે છરી લઈ બધા મહેમાનોની પાછળ ભાગવા લાગ્યો 
  • આથી તેની માતાએ ખુબ જ સાવધાની  લીધૂ.
  • તેને પોતાના બાળકને પોતાની પાસે બોલાવીને સમજાવ્યું કે આ છરીથી તારે એવું કામ કરવાનું છે કે લોકો તારી પાસે આવે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/child-mom-parent-home-money.jpg
  • ત્યારે પેલો વિચારમાં પડી ગયો કે એવું તે કઈ હોતું હશે કે છરીથી હું કોઈની મદદ કરી શકું! 
  • તેને તરત જ તેની  પૂછ્યું કે એવું તે કી રીતે બને ત્યારે તેની માતાએ કીધું કે આપણી પાડોશમાં જે કાકા રહે છે.
  •  તે છરીથી લોકોની મદદ કરે છે અને તેના બદલામાં લોકો તેને આભાર સાથે ખુબ પૈસા આપે છે.
  • પણ આવું કરવા માટે આપણે ખુબ મહેનત કરીને ભણવું પડે.
  • આ વાતની પેલા બાળક પર એટલી અસર થઈ કે તે મોટો થઈને અત્યારે અમેરિકાના એક પ્રખ્યાત શહેરનો નામી સર્જન  બન્યો।
  • જો ત્યારે તેની માતાએ તેને બધાની વચ્ચે ખીજાણી હોત પરિસ્થિતિ કંઈક અલગ જ હોત.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/download-1.jpeg
શાળા પ્રત્યે રુચિ :
  • બાળકને સ્કૂલથી થતા ફાયદાઓ સમજાવીને તેને મનાવવું જોઈએ।
  • સ્કૂલ જવાથી નવા મિત્રો બને.
  • નવી – નવી રમતો રમવા મળે.
  • ભણવાની સાથે ગીત, ડાન્સ, સ્વિમિંગ જેવી અનેક ગમતી પ્રવૃત્તિ કરવા મળે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/little_girl_holding_moms_hand_behind_outside-600x400-1.jpg
પૂરતો સમય :
  • બાળકની સાથે પૂરતો સમય ફાળવવો.
  • તેની સાથે તેની ફેવરિટ ફિલ્મો અને કાર્ટૂન જોવા.
  • તેમની પસંદની વાનગી તેની જેમ જ જમવી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/productivekids.jpg
સારું વર્તન :
  • આજકાલ પપ્પા સાથે 70% મમ્મી પણ ઘરમાં આર્થિક મદદ થાય માટે જોબ કે બિઝનેસ કરી રહી છે.
  • મમ્મી પપ્પા પોતાનામાં એટલા વ્યસ્ત હોય છે કે તે બાળકની એકલતા અને ઉદાસીનતા જોઈ શકતા નથી.
  • કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં બાળક સાથે શાંતિથી વર્તવું.
  • પરીક્ષાના દિવસોમાં બાળક ટેન્સનમાં હોય છે ત્યારે આપણો પ્રેમ અને આશ્વાસન તેને હૂંફ આપે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/2.Appreciate-Children-effort.jpg
પ્રોત્સાહન :
  • બાળકને વારંવાર બધા જ કાર્યમાં પ્રોત્સાહિત કરવું.
  • જીવન માટે ઉપયોગી તમામ પ્રવૃત્તિ શીખવીએ.
  • તે માટે તેને હિંમત અને પૂરો સાથ આપીએ।   
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/raise-successful-children-with-these-5-tips.jpg
ધાર્મિક સંસ્કાર :
  • બાળકને  ધાર્મિક સંસ્કાર આપવા.
  • આધ્યાત્મિકતા કેળવવાથી મન શાંત રહે છે.
  • બાળકને ખરાબ સંગતથી બચાવે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/unnamed.png
પોષણયુક્ત આહાર :
  • બાળક પોષણયુક્ત આહાર લે છે તેની પૂરતી કાળજી લેવી.
  • સમતોલઆહાર એ બાળકની રોગપ્રતિકારક શકિત વધારવા માટે ઉપયોગી છે.  
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/unnamed.jpg
આપણી માટે બાળકનું મહત્વ :
  • બાળક આપણા માટે કેટલું મહત્વનું છે તે તેને હમેશા ફીલ કરાવવું।
  • મહત્વના નિર્ણયોમાં તેનો મત પણ જાણવો।
  • તેની પસંદગીની વસ્તુઓ લેવી।
  • તે આપણને દરેક બાબત કહી શકે તેટલી મિત્રતા કેળવવી।
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/hqdefault.jpg
  • આપણું બાળક આપણા કરતા અનેકગણું હોશિયાર છે કારણકે તેમાં માતા-પિતા બન્નેના સારા ગુણોનું સિંચન થયેલું છે.
  • આપણું બાળક આપણા માટે હંમેશા નંબર 1 છે તેવું વિશ્વાસ હંમેશા તેને કરાવવો।
                             
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/li.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This