સ્વબચાવ
[માસ્ક અને નિરંતર સામાજિક સ્તરે અન્ય લોકોથી થોડી દૂરીનું અંતર]
પ્રસ્તાવના :
- અત્યાર સુધી આપણે કોરોનાની ભયાનકતાથી વાકેફ રહયા છીએ.
- તેનાથી બચવા દરેક નિયમોનું પાલન કરીએ છીએ.
- પણ હજી સુધી તેની કોઈ દવા કે વેક્સિગ બની નથી ત્યાં સુધી ભય યથાવત રહેશે।
- કોરોના કઈ અટકવાનો નથી.
- લોકો હજી પણ ઘરમાં જ બેસી રહેશે તો વિસ્તાર,શહેર,રાજ્ય,દેશ,વિશ્વને ખુબ નુકશાન થશે.
- માટે સરકારે આર્થિક સ્થિતિને સુધારવા માટે અને દેશમાં નાણા રૂપી સાયકલને ફરી ચાલતી કરવા વ્યવસાયને મંજૂરી આપી રહી છે.
માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ :
- હવે બધે જ ધીમે ધીમે વ્યવસાય શરૂ થયા હોવાથી સંક્રમણનો ભય રહેશે।
- તેમાં માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ ખુબ ફાયદો કરશે।
- 80% લોકો માસ્ક પહેરવાથી બચી જાય છે.
- જાપાનમાં કોરોના કાબુમાં છે તેનું મુખ્ય કારણ માસ્ક છે ત્યાં પહેલેથી જ લોકોને માસ્ક પહેરવાની આદત છે જે અત્યારે સફળ પુરવાર થઈ રહી છે.
- ત્યાં એક પણ દિવસ લોકડાઉન થયું નથી.
- વૈજ્ઞાનિકોના મતે, જ્યા સુધી દવા શોધાઈ નથી ત્યાં સુધી આ એક જ ઉપાય યોગ્ય છે.
ખેડૂત :
(મારા મતે)
- અત્યારે રોજગાર ન મળતા મજુર વર્ગ પોતાના વતન જવા માગણી કરે છે. તે લોકો ત્યાં જઈને પણ શું કરશે?
- જો એને મનથી ખેતી જ કરવી હોય તો તે શહેરમાં જઈને મજૂરી શું લેવા કરે ?
- યુવાનો ખેતીથી દૂર એટલે ભાગે છે કે ખેડૂતોને મહેનત પ્રમાણે ક્યાં પૂરું વળતર મળે છે!
- બિચારો તાપ, ઠંડી, વરસાદ બધું સહી ને આપણી માટે ઘાન તૈયાર કરે!
- બદલામાં કા તો કુદરત રૂઠે અને પછી કા તો વેપારીઓ।
- અત્યારે થાકેલો ખેડૂત બાપ બિચારો દીકરા અને વહુને ખુશ થઈને આવકારે છે.
- 14 દિવસ અલગ રાખીને તેની સગવડ સાચવે છે.
- આ એ જ માં – બાપ છે જેને દીકરો ખેતી કરતા મૂકી શહેરમાં મજૂરી કરવા ગયા છે.
- જે ગામડું એક સમયે આપણને ગમતું નહોતું અત્યારે તે સ્વર્ગ જેવું લાગતું હશે.
તો ચાલો ચાવચેતી રાખીને વ્યાપાર ધંધા શરૂ કરીએ અને ફરી ભારતને ધમધમતું કરીને ભારતની મુશ્કાન પાછી લાવીએ।
**************************************