આપણું બાળપણ બાળક સાથે !!!
- કહેવાય છે કે દુનિયામાં સૌથી સુખી બાળક છે.
- જેને સુખ, દુઃખ, ડર, લોભ, ઈર્ષા વગેરે જેવા જીવનને દુઃખી કરે એવા તત્વો સમજાતા નથી,
- તેને તો બસ આનંદની વ્યાખ્યા જ સમજાય છે.
- બાળક જેમ મોટું થતું જાય તે પોતાની જાતે સફર કરતું થાય છે ત્યારે તેના જીવનમાં કેટલીય ઘટના ઘટે છે
- તેનો સામનો તેને જાતે જ કરવાનો હોય છે.
- કોઈવાર ખરાબ મિત્રોની સંગત તેના જીવનને બગાડી જાય છે ,અને
- તેની સાથે ન ઘટવાનું ઘટી જતા તે તનાવનો શિકાર પણ બને છે.
- તો આજે આપણે બાળકના જીવનને એક નવી ગતિ અને થોડો સ્નેહ મળે તે માટે એક મહત્વની બાબત કપરા સમયમાં શેર કરીએ ,
- તે છે “આપણું બાળપણ” !!!
આપણા બાળપણની વાતો :
સ્કૂલો – મોટા મેદાનો ધરાવતી સરકારી શાળાઓમાં ભણવાનું, રિસેશમાં સાથે મળીને ઘરેથી લાવેલું ટિફિન મિત્રો સાથે જમવાની મજા
પાર્ટી – પરીક્ષાના છેલ્લા દિવસે ભેળ અને પાણીપુરી બનાવાની અને પરીક્ષા પુરી થયાની ઉજવણી કરવાની ,
રીઝર્ટ – મમ્મી પપ્પા પાસેથી મળેલો ઠપકો , પ્રસંશા ,
કલાસ – કલાસ રૂમમાં કરેલા તોફાન, ટીચરને ખબરના પડે તેમ કરેલો નાસ્તો 😋, ટીચરની નકલ 😜, બોરિંગ લેક્ચરમાં 😴
વગેરે ઘણું બધું।…….
તો ચાલો, આપણે બાળપણમાં કરેલ મસ્તી, ભૂલો અને તેનું સમાધાન ,
સ્કૂલમાં કરેલા તોફાન, પરીક્ષા, વગેરે
યાદો આપણા બાળકો સાથે વહેંચીએ તેનાથી બાળકના જીવનમાં આવતા ફાયદા જાણીએ।
બાળકને થતા ફાયદા :
મનોબળ મજબૂત થાય :
- મનોબળ મજબૂત તો કાર્ય મજબૂત !
- બાળકમાં કોઈપણ ચુનોતી સામે લડવાની ક્ષમતા હોય પણ તે તેને કરી જ શકશે તે માટે મનોબળ પણ મજબૂત જોઈએ।
- કોઈક વાર આપણા જીવનના ઉદાહરણો બાળકના મનોબળને મજબૂત બનાવવા ઉપયોગી સાબિત થતા હોય છે.
- માટે આપણે આપણા સંતાનોને તેની ઉંમરમાં આપણે કેવી રીતે રહેતા હતા તે શેર કરીએ।
- તેના જેવી સમસ્યાઓ થતી તો ત્યારે આપણે તેનું નિવારણ કેવી રીતથી લાવતા બધું જ આપણા બાળકને કહેવું જોઈએ।
ખુલીને મુશ્કેલી શેર કરે :
- કોઈક ઘરમાં બાળકો ઉપર ધ્યાન આપવામાં આવતું ન હોય ત્યારે બાળક પોતાને એકલું સમજતું હોય છે.
- તે પોતાની ખુશી પણ કોઈ સાથે વહેંચવા તૈયાર નથી હોતું તો મુશ્કેલી તો દૂરની વાત કહેવાય।
- આપણે થોડીવાર તેની પાસે બેસીને તેની દિનચર્યાની ચર્ચા કરીને આપણી યાદો વાગોળી જોઈએ।
- કોઈક વાર વાત વાતમાં તે પોતાની મુશ્કેલી આપણી સાથે વહેંચી દેશે।
- આપણે તેની વાત સાંભળશું તો તે પોતાની મુશ્કેલીઓ પણ આપણી સાથે વહેંચશે।
માતા પિતાને મિત્ર સમાન માને :
- અમુક ઉંમર પછી સંતાનોને માં બાપ ટકટક કરતા હોય તેવું લાગે છે.
- ત્યારે આપણે તેના માર્ગદશક બનીએ પણ,
- તેના મમ્મી પપ્પા બની ને નહીં , તેના મિત્ર બનીને 😊 !
- આપણે નાનપણમાં કરેલી ભૂલો તેની સામે સ્વીકારવાથી તેના મનમાં આપણી માટે મિત્ર ભાવ જન્મશે।
આત્મવિશ્વાસ વધે :
- અચાનક જીવનમાં આવેલી મુશ્કેલીનો સામનો આપણે કેવી રીતે કર્યો હતો તે વાત તેને કરીએ।
- એકવારમાં કોઈપણ કાર્ય થતું જ નહીં।
- મહેનત, આત્મવિશ્વાસ, ધીરજ, હાર ન માનીએ તો કોઇ કાર્ય અશક્ય નથી.
- જીવનમાં બનેલા સાહસિક પ્રસંગો સંતાનો ને કહેવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે.
- તે ખોટું કાર્ય કરતા બચશે।