આઘ્યાત્મિક યોગ
” યોગ ” એ શરીર અને મનને શાંત કરીંને શારીરિક એ માનસિકતા વચ્ચે સંતુલન બનાવી મગજને શાંત બનાવે છે. માટે યોગ કરવા જોઈએ। પણ બધા લોકો માટે આ અશક્ય છે. કારણકે આળસ, સમય નથી,મન નથી થતું આમ કેટલાય બહાના જેમ સારા કાર્યમાં વિઘ્ન આવે તેમ અહીં પણ આવી જાય છે.
આજે આપણે આઘ્યાત્મિક યોગ વિષે વાત કરીએ જે 2020 વર્ષમા ખુબ ઉપયોગી સાબિત થશે અને બધા જ પ્રકારના યોગમાં સૌથી સરળ 😇છે. તેની અસર ડાયરેક્ટ મનને કરશે। કહેવાય છે કે ” મન સારું તન સારું !” મન ઉપર શરીરનું સંતુલન જળવાય છે.
મન :
- મનને તંદુરસ્ત બનાવવા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે.
- 24 કલાલમાં લગભગ હજારો વિચાર આવતા હોય છે.
- જેમાંથી 80 % નેગેટિવ હોય છે.
- કારણકે નકારાત્મક વાતો આપણે જોઈએ, સાંભળીએ અને અવારનવાર એક – બીજાની સાથે શેર કરીએ છીએ.
- આખો દિવસ નકારાત્મક વાતોની અસર મગજમાં થતી હોવાથી તેની અસર મન પરથી થઈને શરીર પર થાય છે.
નબળા મનથી થતા ગેરલાભ :
- આથી મન નબળું થતું જાય છે આથી માનસિક બીમાર હોવાથી શારીરિક પણ નબળા થતા જઈએ છીએ.
- માટે શરીરમાં સુસ્તી, આળસ, ગુસ્સો, કંટાળો વગેરે થાય છે.
- હવે તે વિચારોને વારંવાર યાદ કરવાથી તેની અસર મન પર ઊંડે સુધી થઈને શરીરને અસ્વસ્થ બનાવે છે.
શુદ્ધ વિચારનો ઉપાય :
- વિચારોને આપણે અટકાવી શકતા નથી પણ વિચારોને સારા જરૂર બનાવી શકીએ છીએ.
- તેનો બેસ્ટ ઉપાય આઘ્યાત્મિક યોગ છે.
- આઘ્યાત્મિક યોગએ પ્રાર્થના સાથે જોડાયેલો હોવાથી તેને “ભક્તિ યોગ” એવું પણ કહેવાય છે.
- રાતે સુતા પહેલા અને સવારે ઉઠી ત્યારે આપના મનમાં જે વિચારો ચાલતા હોય તેની અસર આખા દિવસ સુધી મન અને શરીર પર રહે છે.
- માટે તે વખતે પ્રભુને યાદ કરીને હકારાત્મક સંકલ્પ કરવામાં આવે તો મન પર તેની સારી અસર થાય છે.
દીવાનું મહત્વ :
- આપણે સવાર – સાંજ ઘરમાં ભગવાન પાસે દીવા કરીએ છીએ જે પહેલાથી જ ચાલ્યું આવે છે.
- તે સમયે પ્રભુને યાદ કરવાથી આપણી આસપાસનું વાતાવરણ દીવાની જ્યોતની માફક પ્રકાશિત થાય અને વિચારો શુદ્ધ થાય.
- હકારાત્મક વિચારો કરવા પણ એ ખુબ મુશ્કેલ છે તો બધી જ નકારાત્મકતાને શરીરમાંથી કાઢવા અને મનને પ્રફુલ્લિત બનાવવા વિચારોને પ્રાર્થનાના માધ્યમથી શુદ્ધ કરીએ।
આઘ્યાત્મિક યોગ :
- રાત્રે સુતા પહેલા પ્રભુને યાદ કરવા।
- સવારે ઉઠતા પહેલા ભગવાનને યાદ કરીને હકારાત્મક સંકલ્પો કરવા।
- કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે મનમાં પ્રભુનું સ્મરણ કરવું।
ફાયદા :
- આ એક એવો યોગ છે જેનો કોઈ નિર્ધારિત સમય નથી, જ્યારે મન થાય ત્યારે, ભૂખ્યા રહયા વિના, ગમે તે ઉંમરની વ્યકિત કરી શકે છે.
- બધા જ યોગમાનો સૌથી સરળ યોગ “ભકિત યોગ” છે.
- સુખ – દુઃખ કોઈપણ સમયને પચાવી શકીશું.
- જોયેલા દરેક સપનાઓ પુરા થશે. કારણકે પ્રભુનું સ્મરણ આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે , તે કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવા પૂરતી મદદ કરશે।
- ભગવાનના સતત ચિંતનને લીધે શરીરમાં હકારાત્મક શકિત જન્મશે જે મન અને શરીરને સુખ આપશે.