Debate – બાળકના વિકાસ માટે ઉપયોગી !
Please enter video URL.
પ્રસ્તાવના :
- કોઈ વાતને ઉકેલવી હોય તો તે વિષે ચર્ચા કરવી જરૂરી છે. કોઈ વાર એક વાત ઉપર વધારે વિચારવામાં આવે તો તેનું સાચું પરિણામ આવતું હોય છે.
- મહામંથન કાર્યક્રમ દેશ – દુનિયામાં બનેલી ઘટનાની ચર્ચા જ કરે છે.
- લોકો પોતાના પ્રશ્નો ફોન દ્વારા કહે છે અને ઈશુદાનભાઈ તેની ચર્ચા આમંત્રિત મહેમાનો સાથે કરે છે.
- ઘણી વખત આવી ચર્ચાઓમાં પ્રશ્નોનો જવાબ મળી જ હોય છે.
- બાળકના વિકાસ માં પણ ચર્ચા એક મહત્વ નો ભાગ ભજવે છે.
- કોઈ એક વિષય બાળકને આપવામાં આવે અને તેના વિષે બાળકને કંઈક બોલવાનું કહેવામાં આવે તો તેની આવડતની ચકાસણી થઈ શકે છે.
- આથી જ તો સ્કૂલોમાં બાળકોને માટે Debate Competition કરવામાં આવે છે.
- આમ પણ અત્યારે સ્કૂલો તો શરૂ થવાની નથી.
- હવે તો સુપર મમ્મીઓએ પોતાના બાળકની બેસ્ટ ટીચર પણ બનવાનું છે.
- આથી એક પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે ઘરમાની કોઈ પણ ચીજ વસ્તુ બાળકને આપવી ત્યારબાદ તેની સાથે ચર્ચા કરવી , તે વસ્તુ વિષે શું જાને છે તે જોવું અને તેની સાથે આપણે એક મિત્રભાવે રસ લેવો।
- આ પ્રવૃત્તિ બાળકના મગજશક્તિને વિકસાવવા અગત્યનો ભાગ ભજવશે।
- બાળકને કોઈપણ એક વિષય પર Debate કરીને તેની આવડત ચકાસીએ અને તેનાથી થતા ફાયદા જોઈએ।
બાળકની વિચારસરણીમાં સુધારો :
- કોઈ એક બાબતને બાળક અનેક રીતથી વિચારતું થઈ જાય છે.
- સાચુ – ખોટું, નફો – નુકશાન, વગેરે અનુમાન કરતા શીખી જાય છે.
- કોઈ વિષય પર બાળક તેના મિત્રો સાથે બેસીને ચર્ચા કરતું હોય ત્યારે તેનું ધ્યાન સંપૂર્ણ તેમાં હોવાથી તેનામાં સ્થિરતા આવે છે.
જાહેરમાં કે ભીડમાં પોતાની રજુયાત નીડરતાથી કરી શકે :
- બાળક સ્કૂલ માં કે ઘરમાં બધાની સાથે કોઈપણ વસ્તુ કે વિષય પર પ્રશ્નો કરતું હોય અને તેમાં હોય તો તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
- તે નીડરતાથી પોતાની વાત અન્ય કોઈપણ જગ્યાએ કરી શકશે।
- પોતાનું બાળક કેટલું જાણે છે તેની જાણકારી માતા – પિતાએ કરવાની જરૂર નહીં રહે.
ધ્યાનથી સાંભળવાની શક્તિ વિકસે :
- ચર્ચા કરવાથી બાળકને તેમાં કંઈક કહેવાનું મન થાય, તો પહેલા એ ત્યાં બેઠેલા સો કોઈની વાત એક ધ્યાન થઈને સાંભળશે।
- જે તેને અનેક જગ્યાએ મદદરૂપ થશે.
- સારી રીતથી ભણવા માટે પણ ટીચર જે બોલે તે એકાગ્રહતાથી સાંભળવું પડે।
વિચારોનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે :
- વિચારો માણસના શરીરમાં સ્વાસની માફક રહે છે.
- એક મિનિટમાં કેટલાય વિચારો આવીને જતા રહે છે.
- બાળક વિચારો ઉપર ધ્યાન આપીને તેનો અમલ કરવો કે નહીં ચર્ચા કરવાથી તેનામાં એ આવડત કેળવાય છે.
- બાળક હાસ્યનો ભોગ બનતું નથી.