બાળકની દુનિયા – મોબાઈલ ફોન 😎
પ્રસ્તાવના :
- મિત્રો, આજનો મારો બ્લોગ બાળકની કેટલીક કુટેવોમાંની એક મોબાઈલ પર છે.
- બાળક ફોન મુકવા તૈયાર નથી. તેની પાછળ આજનો સમય જવાબદાર છે .
- ઘરમાં આજકાલ જેને જોવો તે પોતાના ફોનમાં જ હોય છે.
- ટીવી ચાલુ હોય પણ બધા પોતાના મોબાઈલમાં હોય છે, સાચું ને !!
- પરંતુ આજના સમય પ્રમાણે મોબાઈલ અમુક હદે સારો પણ છે.
- ખુબ દૂર લાગતી દુનિયા આજે આપણી મુઠીમાં સમાયેલી હોય એવું લાગે.
- દેશ -વિદેશના સંપર્કો આજે સહેલા થયા છે.
મોબાઈલની જરૂરિયાત :
- આપણી અગત્યની જરૂરિયાતોમાં મુખ્ય સ્થાન મોબાઈલે લઈ લીધું છે.
- તે આપણાથી પાંચ મિનિટ પર દૂર જાય એટલે આપણે બેબાકળા થઈ જઈએ છીએ.
- આ લોકડાઉનમાં જે લોકોના ફોન બગડી ગયા હશે એ બિચારાની તો હાલત ખરાબ થઈ ગઈ હશે 😔. 😁!!
- બાળક ફોન જુએ છે એ ખરાબ નથી પણ તે કેટલો સમય અને શું જુએ છે તે મહત્વનું છે.
- આજકાલ બાળકોને સ્કૂલમાં પણ રાઇમ્સ અમુક કસરતો મોટી સ્ક્રીનમાં બતાવવામાં આવે છે .
- તેનાથી બાળક રમતા રમતા ઘણું જ શીખી જાય છે.
- માટે બાળકને અમુક નિર્ધારિત કરેલ સમય અનુસાર થોડીવાર ફોનમાં તેનો વિકાસ થાય તેવી રાઇમ્સ કે વાર્તાઓ બતાવી શકાય.
હવે આપણે આટલા મોબાઈલ ઓરિયેન્ટેડ હોય તો આપણું બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જોતું આવ્યું હોય તે તો સ્વાભાવિક મોબાઈલ અડવાનું જ ! બાળકનો જન્મ થઈ જાય ત્યારબાદ તેને મોબાઈલમાં જ હાલરડું કે સંગીત ઘોડિયાની પાસે વગાડીને સુવડાવી, રડતું હોય ત્યારે ફોનમાં જ બતાવીએ. તો હવે તે મોટું થઈને એજ જોવાનું !
ઘરે કોઈ મહેમાન આવે કે આપણે કોઈને ત્યાં મહેમાન થઈને જઈએ, તો બાળકને સ્થિર બેસાડી રાખવા દરેક મમ્મી તેના બાળકને ફોન આપે છે. તેમાં મારો પણ સમાવેશ થાય છે. દરેક બાબતો મારા અનુભવના આધારે જ લખું છું. આમ પણ આપણે જે જોઈએ તે કરીએ છીએ તેમ બાળક પણ તે જ કરશે।
જો બાળકને મોબાઈલથી દૂર કરવું હોય તો આપણે પણ મોબાઈલથી દૂર જઈ તેની નજીક જવું પડશે, મોબાઈલની બહાર પણ સારી સારી ઘણી જ પ્રવૃતિઓ થઈ શકે તેનાથી તેને ઘણો જ આનંદ મળશે. તો તેવી પ્રવૃત્તિથી બાળકને પરિચિત કરાવવાનું છે.
મારા મતે બાળકને મોબાઈલથી દૂર કરવા શું કરી શકીએ તે આ પ્રમાણે છે.
ઉપાય :
- બાળક 3 વર્ષનું થાય ત્યારબાદ ચાલતા અને બોલતા સુંદર રીતે શીખી જાય છે.
- ટીવીમાં કાર્ટૂન ગીત ચાલુ કરીને તેની સાથે ડાન્સ કરવો અને કસરત કરાવો।
- તેવી જ રીતે ચિત્રોમાં કલર કરાવવો,
- એક પેન આપીને ખાલી કાગળમાં લીટોડા કરવા આપવા જેનાથી તેની આંગળીઓ કઈ પણ લખવા માટે તૈયાર થાય
- આમ ઘણી જ પ્રવૃત્તિ હોય જેનાથી બાળકનો રમતા રમતા વિકાસ થાય.
- તેની કરેલ દરેક પ્રવૃત્તિને બિરદાવવી જેથી તે વધુને વધુ એક્ટિવિટીમાં વ્યસ્ત રહે.
- મોબાઈલથી આંખ ખરાબ થઈ જાય, નાની ઉંમરમાં ચશમા પહેરવા પડે આમ શાંતિથી સમજાવવું.
- તેની સ્કૂલમાં જ અભ્યાસ કરતા કોઈને નંબર આવી ગયા હોય ,
- તો તેને યાદ કરીને બાળકને સમજાવવું કે વધુ મોબાઈલનો ઉપયોગ કરીએ તો તને પણ આમ નંબર આવી જશે
-
તો તારે પણ ચશ્મા પહેરવા પડશે।
5. ઘરની દરેક વ્યકિતએ સાથ આપવો :
- જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો બાળકને મજા પડી જાય.
- ઘરની એક વ્યક્તિ ફોન લઈ લે તો તે બીજા પાસે મીઠડું થઈને ફોન લઈ આવતું હોય છે.
- આવા સંજોગોમાં ઘરના બધા જ લોકોએ સાથ આપવો।
- જેમ બને તેમ બાળકને ફોન આપવા કરતા તેની સાથે વાતો કરીને તેને અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત કરી દેવું।
6. બાળકને ફોન વાપરવા માટે સમયમર્યાદા નક્કી કરવી :
- બાળકને અમુક સમય નક્કી કરી આપવો કે આટલો સમય તે ફોનમાં તેને ઉપયોગી થાય તેવું જોઈ શકે.
- તેને એવી શરતે ફોન આપવો કે જ્યારે તમે માંગો ત્યારે તે તરત જ ફોન તમને આપી દે.
- ફોનની લાલચથી ઘણી વખત બાળક દરેકનું ચીંધુ કરતું થઈ જાય છે.
- તો આ સારી બાબત કહેવાય।
7. અમુક ઘરના કર્યો કરાવવા :
- અત્યારે તો કોરોનાના સમયમાં બાળકોને વેકેશન છે.
- ઘરની બહાર પગ પણ મુકવાનો નથી.
- તો આખો દિવસ બાળક ઘરમાં કંટાળી ન જાય તે માટે તેને તે કરી શકે તેવા કર્યો કરાવવા।
- ફૂલ છોડને પાણી પીવડાવવુ, વાસણ લેવડાવવા, કપડા ગોઠવવા, વગેરે।
- આનાથી બાળક ઘરની દરેક વસ્તુથી માહિતગાર થશે.
- અને ફોનથી એટલો સમય દૂર રહેશે।