26 જૂન , કારગિલ વિજય દિવસ
સ્વંતત્ર ભારતના પ્રત્યેક નાગરિક માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે.કારણકે આ દિવસ એટલે એ જ દિવસ કે જ્યારે કારગીલનું યુદ્ધ 60 દિવસ એટલે કે પુરા બે મહિના. ! પછી 26 જૂન 1999 ના રોજ પૂરું થયું જેની શરૂયાત 3 મેં 1999 ના રોજ પાકિસ્તાને કરી અને તેને 26 જૂને અંત લાવીને ભારત વધુ એક વાર સ્વંતત્ર બન્યું.
ભારત – પાકિસ્તાન વચ્ચે થયેલા આ યુદ્ધમાં બન્ને બાજુથી કેટલાય જવાનો શહીદ થયા. આપણા ભારત દેશની વાત કરીએ તો 2,00,000 જેટલા જવાનોએ યુદ્ધમા ચિંતા કર્યા વિના લડાઈમાં જંપલાવ્યું હતું. તેમાંથી 550 જવાનો શહીદ થયા હતા અને 1400 જેટલા જવાનો મૂર્છિત થયા હતા.
પરિવારને એક વચન “હું ફરી આવીશ!”સાથે નીકળેલા એવા કેટલાય જવાનો ભારતની ધરતીને,કે જે દુશમનોએ છેતરપિંડીથી છીનવીને તેના પર કબ્જો કર્યો હતો તેને પાછી મેળવવા હસતા હસતા શહીદ થઈ ગયા હતા.
વાયુસેનાના બહાદુર જવાનો કે, જે દેશની સુરક્ષાને લગતી અગત્યની માહિતી દુશમનોને ન આપીને દર્દનાક મોતને ભેટયા. એવા દેશના યોદ્ધાના કરેલા મહાન કાર્યોને બિરદાવવા આજનો દિવસ ઉજવવામાં આવે છે.
દેશના આવા મહાન શહીદોને મારા કોટી કોટી વંદન !!!!👏👏👏👏👏
કહેવાય છે કે બન્ને દેશ વચ્ચે સહમતતાથી કાશ્મીરના વિસ્તારો નક્કી થયા હતા. એક શાંતિ બેઠકના માધ્યમથી ! એક ભરવાડ બકરી ચરાવા જતો તેને ભારતના આર્મી જવાનોને ખબર કરીકે પાકિસ્તાન ભારતના વિસ્તારમાં મહત્વની પર્વતની હારમાળાઓ પર કબ્જો જમાવી બેઠા છે.
પેટ્રોલિંગ કરવા ગયેલા સૈનિકોને બન્દી બનાવીને 5 સૈનિકની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ ભારતની વાયુસેનાના વિમાન કે જે આપણી હદમાં ચક્કર લગાવતું હતું તેને પણ બ્લાસ્ટ કરીને પાકિસ્તાને વધુ કે ભૂલ કરી. આપણા સૈનિકોએ પુરા જોશ સાથે પાકિસ્તાનના ઘુસપેઠિયા પર હુમલો કરીને બાલટીકની બે પર્વતની હારમાળા ઉપર તિરંગો ફરકાવ્યો।
પુરી જાણકારી મળતા સાબિત થયું કે આ કૃત્ય ખરેખર પાકિસ્તાનનું જ છે ત્યારબાદ તેને ભારતીય સેનાએ હમફાવી દીધા અને કારગિલના આ યુદ્ધમાં વિજય બન્યું।