ગુરુ = મમ્મી
પ્રસ્તાવના :
- હું માનું ત્યાં સુધી ગુરુ એટલે એવી વ્યક્તિ કે જેની પાસેથી આપણને કંઈક શીખવા મળે,
- એક એવી વ્યકિત કે જે આપણી ભૂલોમા ખિજાઈ શકે,
- આવડતોને બિરદાવી શકે,
- જીવનના ઉતાર ચઢાવમાં આવતી મુશ્કેલીને અન્ય લોકોમાં ફેલાવાને બદલે પોતાના સુધી સીમિત રાખીને,
- આપણને યોગ્ય રસ્તો બતાવેઅને જીવનભર આપણી માટે આદર્શ બની રહે.
- મારા જીવનમાં મારા ગુરુએ મારી મમ્મી છે જે દરેક સમયે મારી રહીને મને યોગ્ય સલાહ આપે છે.
- તો આજનો આ શુભ દિવસ હું મારી મમ્મીને સમર્પિત કરું છું.
- I Love You Mummy 😘
1. મમ્મી, તું મારી મમ્મી હોવાની સાથે મારી એક આદર્શ શિક્ષક છે ,
મારા જીવનમાં મે જે કઈ શીખ્યું તે બધું તને આભારી છે.
2. મારા બધા ગુણ, જીવનના મળેલી સફળતા
ફક્ત એક જ વ્યક્તિને સમર્પિત છે
અને તે મારી મમ્મી છે ,
માટે જીવનના દરેક પગલે તું જ મારી શ્રેષ્ઠશિક્ષક છો.
3. જ્યારે તમે તમારા જીવનમાં તમારા મનપસંદ શિક્ષક શોધી શકો છો,
ત્યારે સાચા અર્થમાં તમારું જીવન ધન્ય છે એમ સમજવું ,
હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું
કારણ કે મારી પાસે મમ્મી અને ગુરુ બન્ને છે.
4. જીવનના દરેક સમયે પ્રોત્સાહન અને હિંમત આપીને
આ હરીફાઇની દુનિયામાં ટકી રહેવા,
યોગ્ય માર્ગદર્શન આપવાવાળી મારી મમ્મી,
શક્તિનો સ્ત્રોત છે.
5. મારું જીવન તારા કારણે ખુબ જ સુંદર છે ,
કારણકે તે મિત્ર, શિક્ષક, માર્ગદર્શિકા
એમ એક સાથે સંબંધો ખુબ પ્રેમપૂર્વક નિભાવ્યા છે.
6. જીવન ખુબ સરળ બની જાય છે જ્યારે,
કોઈ એવી વ્યક્તિ હોય કે જે
કોઈપણ પરિસ્થિતિમાં આપણો હાથ પકળવાની હિંમત રાખે,
પક્ષ લે, આપણી ભૂલો આપણને પ્રેમથી સમજાવીને
તેને સુધારવા યોગ્ય રસ્તો બતાવે ,
મારી એ હિંમત બનવા બદલ,
Thank you Maa !!!
7. ગુરુ અને મમ્મીનું combination લાજવાબ હોય છે,
બહુ ભાગ્યવાનને નસીબ થાય છે,
આ બદલ હું ભગવાનનો આભાર માનું છું.
8. જીવનમાં આજે હું જ્યા પણ છું ખુબ જ ખુશ છું,
મારી દરેક સિદ્ધિ અને સફળતા તને અર્પણ કરું છું।
શિક્ષક દિવસની મમ્મી તને ખુબ ખુબ શુભેચ્છા। ……….