ખુશાલ જીવનના સાત મંત્ર
* મિત્રો ઘણા સમય પછી આજનો બ્લોગ લખ્યો છે. આપનો સહકાર એજ મારી હિંમત .*
આજના આ કપરા સમયમાં સારું જીવન જીવવા માટે એક સારી આદત હોવી જરૂરી છે ! એ છે ખુશ 😊રહેવાની.
પળે પળ જ્યાથી મળે ત્યાંથી હસવાના બહાના શોધવા.
આપણે હસવું અને આપણા લોકોને હસાવવું. બસ !
આ સમયમાં લોકો પોતાની નિજી દુશમની ભૂલીને એકબીજાને મદદ કરવા ત્તર્પર છે.
લોકો એકબીજા પ્રત્યે લાગણીભર્યું વર્તન દાખવી રહયા છે.
આજના આ મુશ્કેલીના સમયમાં જ્યારે મૃત્યુ લોકોની સામે જજુમી રહ્યું છે ,
ત્યારે આપણે ટેંશન ઓછું કરી ચિંતા ઓછી કરીને,
આ સમયને હિંમત સાથે ખુશ રહીને પસાર કરવાનો છે.
1. સારા લોકોની સંગત કરવી :
😀 સારા લોકો એટલે એવા માણસો જે આપણને બીમારીના સમયે હિંમત આપે અને ખોટી અફવાથી બચાવે.
😀 ઉત્તમ વિચારોવાળી વ્યક્તિની સંગતથી આપણને બીમારી સામે લડવાની હિંમત અપાવે છે.
😀 આવી વ્યકિત કોઈપણ હોય શકે આપણાથી નાની કે મોટી.
😀 મોટિવેશન સ્પીચ સાંભળવાથી આપણા વિચારો પણ શુદ્ધ બને છે.
😀 આપણે હિંમતથી મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ.
2. પૌષ્ટિક ખોરાક જમવો :
😀 ખોરાક ઉપર આપણું શરીર ચાલે છે.
😀 શરીરને ખંતીલું બનાવવું કે કમજોર બનાવવું તેનો 90 % જવાબદાર પરિબળ એ ખોરાક છે.
😀 માટે તંદુરસ્ત ખોરાક ખાઈએ અને શરીર સાથે મનને પણ તંદુરસ્ત બનાવીએ.
😀 કારણકે જો શરીર ફિટ હશે તો મન પણ આનંદિત રહે છે અને રોગો આપણાથી કોષો દૂર રહે છે.
3. પૂરતી ઊંઘ :
😀 હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો મોટા ભાગના શહેરોમાં લોકડાઉન છે.
😀 લોકો ઘરે રહીને કામ કરે છે.
😀 વ્યવહારિક પ્રસંગો ધીમે ધીમે ઓછા થઈ રહયા છે અથવા તો ફોનના માધ્યમથી થતા થયા છે.
😀 આ પરિસ્થિતિમાં આપણે આસાનીથી સુવા માટે સમય કાઢી શકીએ છીએ.
😀 રાતની 7 થી 8 કલાકની ઊંઘ શરીરને તંદુરસ્ત બનાવા માટે ખુબ જ જરૂરી છે.
4. ખોટા સમાચારોથી કોસો દૂર:
😀 આપણા મન પર જેટલી બીમારી અસર ના કરે એનાથી વધુ અસર અફવાઓ સાંભળવાથી થાય છે.
😀 સમાચારો જાણકારી આપે છે પણ કોઈક વાર વધુ જાણકારી મનને ચિંતિત કરી દે છે.
😀 આ પરિસ્થિતિમાં આપણે ખુશ રહીએ અને આપના પરિવારને પણ સુખી રાખીએ.
5. સામાન્ય કસરતો :
😀 કસરતથી શરીરને તાકાત મળે છે.
😀 રોજ થોડું ચાલવાથી અને ઘરના નાના મોટા કાર્યો કરવાથી સ્ફૂર્તિ મળે છે.
😀 આજકાલ સાયકલ ચલાવાનું ચલણ વધતું જાય છે લોકો પોતાના નવરાશના સમયમાં સાયકલ ચલાવા જાય છે.
😀 સવાર અને સાંજના સમયે સાયકલ ચલાવવાની મજા જ કંઈક અલગ હોય છે.
6. નવું જાણવાની વૃત્તિ કેળવવી :
😀 આજકાલતો લગભગ નાનાથી માંડીને મોટા દરેકની પાસે સ્માર્ટ ફોન હોય જ છે.
😀 મોબાઈલના માધ્યમથી રોજ કંઈક નવું જાણવાની ટ્રાય કરવી જોઈએ.
😀 જીવનમાં કંઈક નવીનતા હોય તો જીવન જીવવાની કંઈક અલગ જ મજા આવે છે.
😀 મન આપણું એમાજ રચ્યુંપચ્યું રહે છે.
😀 કોઈકવાર તો નવીનતામાં શ્રેષ્ઠતાનું સર્જન અજાણતા જ થઈ જતું હોય છે.
😀 જે આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
7. હકારાત્મક દ્રષ્ટિકોણ :
😀 આપણે સારા તો સૌ કોઈ સારા !
😀 આ મહામારીના સમયમાં તો દરેકને આપણા બનાવીને જીવવાનું છે.
😀 આપણી આસપાસના આપણા સમાજના લોકોને મદદરૂપ બનીએ અને મળે એટલી ખુશી મેળવી લઈએ.