રાગી ચકરી
પ્રસ્તાવના :
- આપણા ગુજરાતીઓ સ્વાદિષ્ટ વાનગીઓ માટે વખણાય છે.
- આપણે સમય સમયના અલગ નાસ્તા હોય છે.
- આજે હું આપણી સાથે રાગી ના લોટ માંથી બનતી ચકરીની રેસિપી શેર કરવાની છું.
- ચકરી એકદમ મુરમુરી હોવાથી લગભગ દરેકને ભાવતી હોય છે.
- પણ આ રાગી ચકરીને શેકવાની હોવાથી બાળકોની સાથે મોટા માટે પણ લાભદાયી છે.
- આપણે મારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક અને શેર કરવા વિનંતી.
ચકરી બનાવવા વપરાતી વસ્તુઓ :
200 ગ્રામ રાગી લોટ
150 ગ્રામ ચણા લોટ
5 ગ્રામ આદુ
5 ગ્રામ મરચું
2 ગ્રામ લસણની પેસ્ટ
20 મિલી ગ્રામ તેલ
ચપટી તલ
ચપટી સેકેલું આખું જીરું
સ્વાદ પ્રમાણે મીઠું
રાગી ચકરી બનાવવાની રીત :
- સૌથી પહેલા એક બાઉલમાં રાગી અને ચણાનો લોટ લો.
- ત્યારબાદ તેમાં ઉપર મુજબ તમામ ઘટકોને નાખી લઈને બરાબર હલાવી લો.
- જરૂરમુજબ પાણી એડ કરીને નરમ લોટ બાંધી લો.
- ત્યારબાદ સંચાની ચકરી આકારની મદદથી ચકરી બનાવી લો.
- ઓવનમાં 360 ડિગ્રી સિલશિયસ માં 15 થી 20 મિનિટ સેટ કરીને ચકરી સેકી લો.
- Note : તેલમાં તળી પણ શકાય છે.
રાગીથી શરીરને થતા લાભ :
- શરીરની ચામડીને કરચલીથી બચાવીને જવાન રાખે છે.
- ડાયાબિટીસ થતા અટકાવે છે.
- માતાનું દૂધ વધારવા માટે રાગી અકસીર છે.
- રાગી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે.
- વાળને ઘટ બનાવવા માટે રાગી ખુબ જ લાભદાયી છે.