વિશ્વ પર્યાવરણ દિવસ

June 5, 2021by Avani0

વિશ્વ પર્યાવરણ દિવસ 

https://www.blogarts.in/wp-content/uploads/2021/06/a1.jpg
પ્રસ્તાવના :
  • આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ નો દિવસ છે.
  • લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થયા છે.
  • આ મહામારીમાં લોકો ઓક્સિજન માટે જજુમી રહયા હતા ત્યારે ,
  • કુદરતી પ્રકોપ ના કારણે આસપાસના વૃક્ષોને ભારે નુકશાન થયુ.
  • લોકો ભરણપોષણ માટે આજે પ્રયત્ન કરે છે ત્યાં પેટ્રોલના ભાવ વધવા લાગ્યા છે.
  • માણસ સરળતાથી પરિવહન કરી શકે અને પર્યાવરણની સાથે આપણા શરીરને કસરત થાય,
  • તે માટેનો એક વિકલ્પ છે ” સાયકલ”.
  • તો આજે હું આપની સાથે સાયકલ ચલાવવાથી પર્યાવરણને થતા લાભ શેર કરવાની છું.
સાયકલ :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/d1.jpg
  • બાઈક કે કાર ચલાવવી મોટી જવાબદારી છે.
  • ટ્રાફિકમાં ફસાઈ જઈએ તો આપણી પાસે સાયકલ હોય તો તેને દોરીને લઈ જઈ શકીએ છીએ.
  • મોટા અકસ્માતથી બચી શકીએ છીએ.
  • એમાં પણ જો આપણે હેલ્મેટ પહેરીને અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સાયકલ ચલાવીએ તો હિતાવહ છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/f3.png
સાયકલના ઉપયોગથી થતા ફાયદા :
1. હવાના પ્રદુષણમાં ઘટાડો :
  • આપણે રોજિંદી લાઈફમાં વધારે પડતો કાર કે બાઇકનો ઉપયોગ કરતા હોય છે.
  • તેની જગ્યાએ જો અમુક કાર્યો કરવા માટે સાયકલ કે ચાલવાનો વિકલ્પ પસં કરવો જોઈએ.
  • જો થોડી આ ખરાબ ટેવોને સુધારીશું તો વાતાવરણની સાથે આપણી આયુષ્ય  સુધારી શકીશું.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/b2.jpg
2. ગેસ પેટ્રોલના વપરાશમાં ઘટાડો :
  • 2019ના અહેવાલ પ્રમાણે યુનાઇટેડ સ્ટેટ રોજના 20.5 મિલિયન બેરલ તેલનો વપરાશ કરે છે.
  • તેમાં મોટા ભાગે તેલ અને પેટ્રોલનો વપરાશ થાય છે.
  • જો આપણે દિવસ દરમિયાન જેમ બને તેમ પેટ્રોલનો ઓછો વપરાશ કરીશું તો તેનો લાભ આખી પૃથ્વીને થશે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/c2.jpg
3. પાર્કિગ કે ભીડથી બચી શકાય :
  • આપણે બાઈક કે કાર લઈને જતા હોય ત્યારે ફરજીયાત ટ્રાફિક સમયે ઉભું રહેવું પડે છે.
  • સાયકલ સરળતાથી મુવેબલ હોવાથી આપણે નીકળી શકીએ છીએ.
  • સરળતાથી ગમે તે જગ્યા ઉપર પાર્ક થઈ જાય છે.
  • અકસ્માતના ચાન્સ નહિવત થઈ જાય છે.
  • વાહનોના હોર્નથી થતા પ્રદુષણ સામે બચી શકાય છે.
  • માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/e1.jpg
4. વાતાવરણને બચાવી શકાય :
  • જેમ બને તેમ હવે તો આસપાસના વાતાવરણને બચાવવું એ આપણી ફરજ છે.
  • જો આસપાસ ચોખ્ખી હવા જ નહીં હોય તો જીવવું અશક્ય છે.
  • આજકાલ દરેક ઘરોમાં માણસની સંખ્યા કરતા વાહનોની સંખ્યા વધુ છે.
  • બને તો આ ટ્રેન્ડને ઘટાડીને દરેક ઘરમાં વધુ સાયકલ હોય તેવું કરીએ.
  • જેથી મસાજ ચેર કે સાધનોની જરૂર ઓછી પડે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/g2.jpg
5. સ્વાસ્થ્ય માં સુધારો :
  • સાયકલ ચલાવવાથી રક્તવાહિની, શક્તિમાં વધારો થાય છે.
  • શરીરમાં તાજગી રહે છે.
  • કુદરતી હવામાં રહેવા વધારે સમય મળે છે.
  • આમ સાયકલ ચલાવવાથી પર્યાવરણની સાથે આપણને પણ ઘણા જ ફાયદા થાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/h2.jpg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This