ભૂલ સફળતા તરફ
પ્રસ્તાવના :
Making Mistakes
is better than,
faking Perfection.
- ભૂલોએ જીવનની શ્રેષ્ઠ ગુરુ છે.
- જીવનનું ઘડતર ભૂલો વિના નકામું છે.
- દુનિયાનો કોઈપણ માણસ ભૂલથી બાકાત નથી.
- જીવનમાં જો આપણી પડતી જ આવે તો આપણે કદી ઉપર આવી શકતા નથી.
- આપણા સમાજ ભૂલને રાક્ષક સમાન જુએ છે.
- તેથી જ તો જીવનમાં નિષ્ફ્ળ થયેલા માણસને લોકો સાથ નથી આપતા ઉલટાનો વધુ નિરાશ બનાવવા પ્રયત્ન કરે છે.
- એક વાત સમજી લેવી કે ભૂલ થઈ ગઈ તો શું !!
- ફરી પાછા પ્રયત્ન કરીએ, ઉભા થઈએ, મહેતન કરીને આ સમાજને બતાવી દઈએ કે,
- જો આત્મવિશ્વાસ હોય તો એક ભૂલથી માણસ “નિષ્ફ્ળ” નહીં પણ હંમેશા “સફળ” બને છે.
જીવનમાં જો ભુલને સ્વીકારવામાં આવે તો તેનું શું પરિણામ આવે તે નીચે મુજબ છે.
1. અનુભવ થશે :
- જીવનમાં અનુભવથી જ માણસ શીખે છે.
- આપણી સફળતા પાછળ મહેનત જેટલો જ અનુભવ કાર્ય કરે છે.
- કોઈ જગ્યાએ નોકરી પર જઈએ તો અનુભવીને પહેલા ચાન્સ આપવામાં આવે છે.
2. સફળતાની ચાવી :
- દરેક ભૂલ એક બ્લોક છે.
- આમ આપણી ભૂલો બ્લોક્સ બનાવે છે.
- બધા જ બ્લોક્સને ધ્યાનમાં રાખીને જ આપણે સફળતાના શિખર શેર કરીને લીલી ઝંડી સુધી પહોંચીએ છીએ.
- કોઈકવાર આપણી નિષ્ફ્ળતા અને ભૂલથી આપણા નજીકના લોકો પણ શીખી જાય છે.
3. મજબૂત થવાની તક મળશે :
- જો આપણે જીવનમાં ભૂલને સ્વીકારવા અને તેને સુધારવા તૈયાર નથી તો કદી સફળ થતા નથી.
- જીવનમાં જેટલીવાર નિષ્ફ્ળ બનીએ તેટલીવાર આપની હિંમતમાં વધારો થાય છે.
- આપણે આપણા લક્ષ્યની તરફ વધારે ગતિથી પહોંચી શકીએ છીએ.
- આપણી હોશિયારી અને બુદ્ધિનું ભાન થશે.
4. ભૂલ – શ્રેષ્ઠ શિક્ષક :
- આપણી ભૂલ આપણને ઘણું જ શીખવી જાય છે.
- ફક્ત એને ઓળખીને સમજવાની જરૂર છે. કોઈ સંતે કીધું છે,
- ભૂલ કરવી એ યોગ્ય છે ,
- ભૂલમાથી બોધ લેવો સારી બાબત છે,
- થયેલી ભૂલને બીજીવાર રિપીટ ન થવા દેવી સૌથી શ્રેઠ છે.
5. નવું સર્જન :
- ભૂલમાથી અજાયબી સર્જાય છે.
- એક ઉદાહરણ :
પર્સી સ્પેન્સર કોઈ પ્રોજેક્ટ પર સંશોધન કરતા હતા ત્યારે તેના ખિસ્સામાં પડેલી કેન્ડી બાર ઓળગી ગયેલી.
તેને અહેસાસ થયો કે તે મોટી ભૂલ હતી કારણકે સંશોધન કરવામાં કેંડીનો ઉપયોગ કરવાનો હતો.
તે નિરાશ ન થયા અને તેને પોપકોર્નને સંશોધન માટેનો સ્ત્રોત બનાવ્યો અને તેને આપણને માઇક્રોવેવ આપ્યું.
6. ખરો વિજય :
- લોકો માટે રોયલ મોડલ બનો.
- જે માણસ જીવનમાં સફળ છે તેનો ઇતિહાસ વાંચીએ તો જાણીએ કે તેને પોતાના જીવનમાં ઘણી જ નિષ્ફ્ળતા જોઈ છે.
- ભૂતકાળને યાદ કરીને ભવિષ્યની રચના કરવી નહીં.
- ભૂલ થયા પછી ઉભું થવું એજ વાસ્તવિક વિજય છે.
7. પુનરાવર્તન કરવાની તક મળે :
- પુનરાવર્તનએ કૌશલ્ય બનાવે છે.
- સફળતાને લાયક ફક્ત એજ માણસ છે જે પોતાના લક્ષ્યને મેળવવા વારંવાર પ્રયત્ન કરે.
- માલ્કમ ગ્લેડવેલના 10000 ના નિયમ અનુસાર કોઈ માણસને સિદ્ધિ મેળવવા ઓછા માં ઓછી 10,000 કલાકની પ્રેક્ટિસ આપવી પડે.
8. પીડા સાથે સુખ :
- જીમમાં આપણે કસરત કરવા જઇએ ત્યારે આખું શરીર દુખે છે છતાં આપણે જઈએ છીએ,
- કારણકે આપણે આપણા શરીરને ખંતીલું બનાવું છે.
- જેટલી પીડા સહન કરીએ તેટલું લયબદ્ધ આપણું શરીર બને.
- તેવી જ રીતે જેટલો ભૂલને સુધારવા પ્રયત્ન કરીએ તેટલું લક્ષ્ય મજબૂત બને.