- આપણા દરેકના જીવનમાં આદતો હોય છે.
- બે ટાઇપની આદતો હોય છે.
- 1. સારી આદતો
- 2. ખરાબ આદતો
- સારી આદતો એ સુખી અને સ્વસ્થ જીવન જીવવા આદર્શ પરિબળ છે.
- આદતો આપણા સામાન્ય જ્ઞાન અને પ્રેરણાને રોજિંદી ટેવોમાં રૂપાંતરિત કરે છે.
- જીવનમાં સારી ટેવો પાડવીએ આપણા અનુભવોને સુધારવાનો યોગ્ય રસ્તો છે.
- ઉત્તમ હેબિટ આપણને ખરાબ વિચારો અને લોકોનો સામનો કરાવવા પૂરતી છે.
- તંદુરસ્ત જીવનનો પાયો વિકસાવવાની ટેવ જીવનમાં ખુબ જ ફાયદો કરશે.
- આદતો આપણી ઓળખાણ છે.
- આ એવી છે કે તેનો વિચાર કર્યા વિના પણ આપણે કરીએ છીએ.
- ઉદાહરણ તરીકે, રોજ સવારે ઉઠીને બ્રશ કરવું.
- જેવી ટેવ એવું રૂટિન સેટ થઈ જાય છે.
- પરિણામે આદતો આપણી એક અલગ છબી બનાવે છે.
- જીવનમાં આદત એક એવી છે કે જેને આપણે આપણી સગવડતા અનુસાર બદલી શકીએ છીએ.
- જે બાબત કે ટેવ આપણે પસંદ નથી તેને રૂટીનમાંથી ડીલીટ આપી દઇએ છીએ.
- અમુક આદતો ચેલેન્જિંગ હોય છે.
- જેમકે, વજન ઘટાડવો હોય તો અમુક કેલેરીવાળો ખોરાક ખાવાનો બંધ કરવો પડે.
- તે સમયે આપણી આદતો ન બદલાય ત્યાં સુધી કંટ્રોલ કરવો અઘરો થઈ જતો હોય છે.
- સારી આદતો આપણા જીવનમાં ઉપયોગી નીવડે છે.
- નક્કી કર્યું હોય કે પરીક્ષામાં 90% લાવવા.
- તેની માટે સવારે વહેલા ઉઠવું પડે, વાંચવું પડે.
- પૌષ્ટિક આહાર જમવો પડે.
- આમ તમામ સારી આદતોને ફોલો કરીને આપણું ધારેલું પરિણામ મેળવી શકીએ છીએ.
- આપણી આદતો ઓળખ ઉભી કરે છે.
- એક છાપ ઉભી કરે છે.
- કેટલાય એવા નામાંકિત લોકો છે જેને લોકો પૂજે છે તેની આદતોને પોતાની આદત બનાવવા માંગે છે.
- અમુક લોકોને બધાને હસાવવાની આદત હોય તો લોકો એ વ્યક્તિને ખુબ આનંદ સાથે સહકાર આપશે.
- અમુક લોકો વાતવાતમાં ગુસ્સો કરતા હોય,
- કચકચ કરતા હોય તો લોકોને આવી આદતોવાળા લોકો પસંદ હોતા નથી.
- શુભ આદતો આપણા પોતાનામાં બદલાવ લાવી શકે છે.
- મનોબળ મજબૂત બનાવે છે.
- કોઈપણ કાર્ય અશક્ય નથી.
- શરુયાતમાં જંક ફૂડ વિના ન રહેવાય પણ જેમ જેમ કસરતમાં અને લીલા શાકભાજી ખાવાનું શરૂ કરીએ,
- તેમ તેમ વજન ઘટે અને આપણું વજન ઘટાડવાનું સપનું નજીક દેખાય ત્યારે,
- આપણે સ્વબદલાવનો સાક્ષાત અનુભવ કરીએ છીએ.