મહિલા આરોગ્ય ટિપ્સ
(સ્વસ્થ શરીર ખુશાલ જીવન )
પ્રસ્તાવના :
આજની સ્ત્રી ઘરની અંદર તેમજ બહાર કામ કરવા માટે સક્ષમ છે. આખા પરિવારની દેખરેખ અને કાળજી રાખવામાં વ્યસ્ત તે, તેના શરીર, હૃદય અને મનની કાળજી લેવાનું ભૂલી જાય છે. આવી ઘણી સમસ્યાઓ છે જેના પર મહિલાઓ ધ્યાન આપતી નથી અને આ નાની સમસ્યાઓ ભવિષ્યમાં ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. દરેકની માટે સમય ફાળવતી મહિલા પોતાના માટે સમય ફાળવી શકતી નથી.
તો આજથી એક સંકલ્પ કરીએ કે પરિવારના સભ્યોની સારી રીતથી સંભાળ રાખવા પ્રથમ આપણે ખુદ સ્વસ્થ રહેવું પડશે. જીવનશૈલીમાં થોડો ફેરફાર તેમજ યોગ્ય આહાર, વ્યાયામ અને તણાવ-મુક્તિ યોજના સરળતાથી બનાવી શકાય તે માટે આજે હું આપની સાથે થોડી હેલ્થ ટિપ્સ શેર કરું છું જરૂર આપણા જીવનમાં આ ટિપ્સ ઉપયોગી બનશે જ . જો આપણે મારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક અને શેર કરજો.
1. યોગ્ય વ્યાયામ :
- શરીરને ગતિશીલ રાખવા માટે યોગ્ય કસરત જરૂરી છે.
- વ્યાયામ કરવાથી સ્ફૂર્તિ આવે છે.
- મન પ્રફુલ્લિત થાય છે.
- આથી જે કાર્યમાં અરુચિ થતી હોય છે તે કામ કરવામાં આનંદ આવે છે.
- અમુક ઉંમર પછી શરીરના ભાગ જકડાય જાય છે જો યોગ્ય કસરત કરવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે.
2. પૂરતી ઊંઘ :
“પૂરતી ઊંઘ દિવસભર સુખ !!!!“
-
- 8 થી 10 કલાક ઉંઘ કરવી જોઈએ એવું લોકો કહેતા હોય છે.
- શરીરને જેટલા પ્રમાણમાં ઊંઘની જરૂર હોય છે તેટલી ઉંઘ આપવી પડે છે.
- નહિતર આખો દિવસ સુસ્તી બેચેની જેવું લાગે છે.
- પરિણામે થાક, આળસ, કંટાળો, ગુસ્સો આવે છે.
- તનાવને કારણે શરીરમાં નાના મોટા રોગો ઘર કરે છે.
- સારા પુસ્તકો અને સત્સંગ ઉંઘ લાવવામાં મદદ કરે છે.
3. મનપસંદ પ્રવૃત્તિ માટે સમય :
- થાક તણાવમાંથી ભાર નીકળવામાં જેટલો રોલ આરામનો છે તેનાથી ડબલ ફાયદો મનપસંદ પ્રવૃત્તિથી થાય છે.
- ઉદાહરણ લઈએ તો હમણાં નવરાત્રી આવે અને ગરબા રમવા જવાની ખુશી જ કંઈક અલગ હોય છે.
- નાનપણના અઘૂરા સપના અને શોખને પુરા કરવા દિવસનો થોડો સમય આપો.
- જીવન જીવવાની મજા આવશે.
- કોઈકવાર નાના મોટા ટેંશનના સોલ્યુશન પણ મળી જતા હોય છે.
4. તંદુરસ્ત ખોરાક :
- ઉંમર વધતાની સાથે શરીરમાં વિટામિન પ્રોટીનની ઉણપ વર્તાય છે.
- આ સામાન્ય છે.
- માટે બને તેટલા લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ.
- તાસીરના કારણે દરેક વસ્તુ આપણે જમી શકતા નથી.
- ડોક્ટરની સલાહની સાથે વિટામિન પ્રોટીન શેઇક કે ટેબ્લેટ લેવાથી શરીરને જોઈતા પ્રમાણમાં પોષણ મળી રહે છે.
5. વજનમાં નિયંત્રણ :
- વધુ વજન ઘણી વખત શરીરમાં થતા રોગ માટે પૂરતું હોય છે.
- અરુચિ આળસ માટે જવાબદાર હોય છે.
- વજનને નિયત્રંણમાં રાખવાથી આરોગ્ય આપોઆપ જળવાઈ રહે છે.
- જળવાયેલું વજન આપણી એક ઓળખ ઉભી કરે છે.