સામગ્રી :
400 ગ્રામ દહીંનું ઘોરવું
2 ટે. સ્પૂન ગુલાબ જળ
1 ટે.સ્પૂન મધ
1/2 કપ સમારેલી દ્રાક્ષ
1/2 કપ સમારેલી સ્ટોબેરી
1/2 કપ દાડમના દાણા
2 ટે. સ્પૂન બટર
2 ટે. સ્પૂન દરેલી ખાંડ
ચપટી તજ પાવડર
જરૂરી સામગ્રી :
1 કપ ટોશનો ભૂકો / રાગી બિસ્કિટનો ભૂકો
દહી રાયતું બનાવવાની રીત :
એક વાસણમાં ખાંડ, રાગી બિસ્કિટનો ભૂકો અને ચપટી તજનો પાવડર નાખી હાથથી બરાબર મિક્ષ કરી લો.
- પછી આ સૂકા મિશ્રણને આપણે જે વાસણમાં પુડિંગ રાખવું છે તે વાસણમાં તળિયે નાખી દો.
- ત્ત્યારબાદ બીજા વાસણમાં દહીનું ઘોરવું,મધ,ગુલાબજળ ,સમારેલા ફળો નાખીને હળવું મિક્ષ કરીને પેલા સૂકા મિશ્રણવાળા વાસણમાં નાખી દો અને તેને સેટ થવા માટે ફ્રીઝમાં રાખી દો. થોડી વાર પછી આ ટેસ્ટી ફળોમાંથી બનેલા પુડિંગની મજા માણો।…
ફાયદા:
1. ઉનાળામાં આ પુડિંગ ખાવાથી શરીરમાં તાજગીનો અનુભવ થાય છે.
2. આ પુડિંગમાં વિટામિન-સી થી ભરપૂર હોય તેવા ફળોનો ઉપયોગ થાય છે આથી બાળકો માટે ખુબ ફાયદા કારક છે.
3. રાગી એ બાળકોને પચવામાં ખુબ સરળ છે અને તેમાંથી સારા પ્રમાણમાં પોષણ મળી રહે છે
———————————–