સામગ્રી :
100 ગ્રામ સૂકા મરચા
100 ગ્રામ ધાણા
50 ગ્રામ મેથી
50 ગ્રામ અળદની દાળ
મસાલો બનાવવાની રીત :
- સૂકા મરચાને થોડા કાળા રંગના થાય ત્યાં સુધી સેકી લો.
- ત્યારબાદ ધાણાને એવી જ રીતે સેકી લો.
- ત્યારબાદ મેથી બદામી રંગની થાય ત્યાં સુધી સેકી લો.
- ત્યારબાદ અળદની દાળને તેનો કલર બદલાય ત્યાં સુઘી સેકી લો.
- ત્યારબાદ જ્યારે આ બધા મસાલા ઠરી જાય ત્યારે મિક્સચરમાં તેનો ભૂકો કરી લો.
- આ મસાલાને તમે જાડો કે સાવ જીણો કરી શકો.
આ મસાલાને હવાનો જાય તેવા ડબામાં ભરીને રાખી તો 6 મહિના સારો રહે છે.
************************************************************************