Diaper

April 4, 2020by Avani0
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-44.jpeg

                જેમ જેમ વર્ષો વિતતા જાય છે તેમ તેમ નવું નવું સર્જન થતું જાય છે. પરિવર્તનએ સંસારનો નિયમ છે.આજકાલ બધી જ વસ્તુઓમાં પહેલા કરતા કઈને કઈ નવીનતા જ઼ોવા મળે છે. આપણે જો આ દુનિયામાં ટકી રહેવું હોય તો બદલાતી જતી દુનિયા સાથે આપણે પણ બદલવું પડશે. તો આજે આપણે એવી જ એક એવી જ નવીન વસ્તુ કે બાળકના વિકાસ માટે ખુબ જ ઉપયોગી છે તેની વાત કરશું.  

                                                             

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/dip.png

બાળક માટે :

  •  બાળકો માટે diaper ખુબ જરૂરી છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે શરૂઆતના દિવસોમાં બાળકને ખુબ જ સાચવણથી રાખવું પડે છે. તેને બહુ હલાવાનું હોય નહીં અને આવડું નાના બાળકને પૂરતી ઉંધ જોઈતી હોય  ત્યારે નાનું બાળક વારંવાર પેશાબ કરી લે તો તેને વારંવાર આપણે ફેરવવું પડે છે.આવા સંજોગોમાં જો બાળકને diaper પહેરાવવામાં આવે તો તે સારી ઉંધ કરે છે
  • બાળકને diaper પહેરાવવામાં આવે તો તેનામા શરદીનું પ્રમાણ ઘટે છે. બાળકે જ્યારે diaper  પહેરેલું હોય ત્યારે તેનો પેશાબ બાર આવતો નથી આથી બાળકના કપડા ભીના થતા નથી આથી તે શરદીનો ભોગ બનતો નથી.
  • દિવસ દરમિયાન આપણે આપણા બાળકનું પૂરતું ધ્યાન રાખીએ છીએ પણ રાત્રે તો આપણે પણ ઉધતા હોય ત્યારે બાળક પેશાબ કરી લે તો એટલી જગ્યા ભીની થઈ જાય છે અને બાળક  ઘણી વાર લાંબો સમય સુધી ભીનામાં જ સૂતું રહે છે અને બીમાર પડે છે. આથી રાત્રે તો બાળકને diaper  પહેરવું જ જોએ. 
  • જો બાળક લાંબો સમય સુધી ભીનામાં સુઈ રહે અને નાનપણથી શરદી તેની તાસીરને લાગુ પડી જાય તો બાળક મોટું થાય તો પણ તેના શરીરમાંથી શરદી જાતિ નથી

માતા માટે :

  • જે સ્ત્રી પહેલીવાર મમ્મી બને છે અને પોતે એકલીએ જ બાળકનો ઉછેર કરવાનો હોય ત્યારે diaper બાળકના અને તેની માતાની માટે મદદરૂપ થાય છે.
  • જે મહિલા જોબ કરતી હોય અને બાળકને  પણ સાંભળતી હોય તેની માટે diaper ખયબ મદદરયપ બને છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-45.jpeg

  • diaper ના બે પ્રકાર છે.

         1. Disposable (જેને વાપરીને ફેંકી દેવાનું )

         2. Washable (જેને વાપરીને ધોઈ શકાયને ફરી ઉપયોગમાં લઈ શકાય)

બને પ્રકારના diaper બાળકો માટે સારા છે. જો તેનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે. Washable diaper નો ઉપયોગ કરીએ પહેલા તે સારી રીતે ધોયેલ હોવું જોઈએ। અને આ diaper ને ઘરમાં પહેરાવી શકાય અને જ્યારે બહાર જવું હોય ત્યારે Disposable Diaper નો ઉપયોગ કરી શકાય.

ડોક્ટરની સલાહ :

     આજકાલ ડોક્ટર પણ બાળકના હિત માટે તેને diaper પહેરાવવાની સલાહ આપે છે.

 સૂચન :

      કોઈપણ વસ્તુને વાપરવાની એક રીત હોય છે. તે વસ્તુનો સરખો ઉપયોગ કેમ કરવો એ આપણા ઉપર છે. બાળકને diaper પહેરવું એ સારી વસ્તુ છે પણ જો આપણે બાળકને આખો દિવસ અને આખી રાત diaper પહેરાવતા હોય અને બાળકની તે જગ્યા બરાબર સાફ ન કરતા હોય કે સમય સમયે diaper ન બદલી દેતા હોય તો બાળકને તે નુકશાન કરે છે.

            ***************************************************************************************

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This