બાળકની નબળાઈ પ્રત્યે આદર
પ્રસ્તાવના :-
- આપણે બાળકને તેની લાયકાત કરતા વધુ શીખવી છીએ.
- હવે જો તે આપણી ઈચ્છા મુજબ ન કરે તો તેને ખિજાઈ છીએ.
- જો તે આપણે જે ઇચ્છીએ તે કાર્યમાં પહેલો નંબર લાવે તો તેને ખુશીથી આવકારીએ છીએ.
- આપણા બાળકને બધી જ શિસ્ત શીખવીએ છીએ અને તેની દરેક જરૂરિયાત પુરી કરીએ છીએ.
- આમ આપણે આપણા બાળકને બધી જ રીતે આનંદમાં રાખવાના પ્રયત્નો કરીએ છીએ.
- પરંતુ આપણે બાળકને લઈ કેટલીક બાબતમાં હજુ પાછળ રહી ગયા છીએ.
- તે છે આપણા બાળકની “નબળાઈ “.
- કોઈ બાળક બધી આવડત ધરાવતું નથી.
- આપણે બાળકની આવડતને જોતા જ નથી એની નબળાઈ ને લઈને આપણે ચિંતા કર્યા કરીએ છીએ
- બાળકને તે નબળાઈ વિષે વારેવારે યાદ અપાવીને તેને નિરાશ કરી દઈએ અને તેને વધુ નબળું પાડી દઈએ છીએ.
- કોઈ બાળક સારું વક્તૃત્વ કરી શકતું હોય
- બાળક ગીત ગાઈ શકતું હોય
- સારુ નૃત્ય કરી શકતું હોય
- રમવામાં કુશળ હોય
- સારો તરવૈયો હોય
- સુંદર અભિનય કરી શકતું હોય
- સામાન્યજ્ઞાન ખુબ સારું હોય
- ભણવામાં સારું હોય
- સારું ચિત્ર બનાવી શકતું હોય
- સ્વાદિષ્ટ રસોઈ પણ કરી જાણતુ હોય
- બધાને હસાવી શકતું હોય ( આપણે ટીવીમાં નાના બાળકોના કાર્યક્રમમાં જોઈએ છીએ )
આમ બધા બાળકો કઈ ને કઈ આવડત ધરાવતું હોય છે અને આપણે તેની આવડતને ઓળખીને તેને તે આવડતમાં મદદરૂપ થવાનું છે.
સરખામણી :-
- બાળકને ભણવા માટે કોઈ દિવસ દબાણ કરવું નહીં।
- જો આપણે એમ વિચારતા હોય કે ભણવાથી જ બધું મેળવી શકાય, મોટું માણસ બની શકાય તો એ વાત તદ્દન ખોટી છે।
- એવા કેટલા ઉદાહરણ છે કે એક અભણ માણસને ત્યાં મોટી ડિગ્રીઓવાળા માણસો સવારથી લઈ સાંજ સુધી લાઈનમાં ઉભા રહે છે.
- સરખામણીએ અસફળતાનો પાયો છે.
એક સાચી વાત –
- એક વિધાર્થી જે ભણવામાં ખુબ જ હોશિયાર હતો.
- આથી તેના પપ્પાએ તેને ડોક્ટર બનવા કહ્યું।
- ડોક્ટર બનવા માટે મોટી રકમમાં ફી ભરવી પડે અને અભ્યાસ ઘણો લાંબો ચાલે ત્યારે વિધાર્થીએ તેના પિતાને કહ્યું કે, આટલી મોટી રકમ હું ખાલી જવા દેવા માગતો નથી।
- જો હું પાસ ન થયો તો મારો સમય અને આ રૂપિયા બન્ને નકામાં જશે.
- આથી જો તમે મને મંજૂરી આપો તો હું આ રૂપિયાથી મારો પોતાનો વ્યવસાય કરવા માંગુ છુ.
- તેના પિતાએ તેને હા કહી અને 5 વર્ષની મહેનતના અંતે તે મોટો ધનવાન માણસ બન્યો.
- જો તે તેના પિતાને સારું લાગે માટે ડોક્ટર બનવાનું વિચારત તો હજુ સુધી પરીક્ષા જ આપતો હોત.
બાળકને પ્રોત્સાહન :
જો આપણું બાળક ભણવામાં નબળું હોય તો આપણે તેને તેની મનગમતી પ્રવૃત્તિ કરવા દઈશું અને ધીમે ધીમે તેને ભણવાથી થતા ફાયદા અને ન ભણવાથી થતા નુકશાન વિષે સમજાવીશું।
* શિશુની કેપેસીટી મુજબ નું જ ભણાવીશું।
* જો કોઈ વસ્તુથી ભય હોય તો ધીમે ધીમે તેનો ડર ઓછો કરવા પ્રયત્ન કરીશું।
* તે આપણી માટે ખુબજ ખાસ છે તેવું હંમેશા તેને કહીશું।
* બાળક ઉપર આપણને વિશ્વાસ છે તેવું તેની સામે સાબિત કરીશું।
* આપણા બાળકની સરખામણી કોઈ અન્ય બાળક સાથે નહીં કરીએ।
* બાળકને હમેશા હકારાત્મક વિચારો તરફ વાળશુ।
* કોઈ બાબતમાં જો આપણું બાળક પાછળ હોય તો આપણે તેને આગળ આવવા માટે સાચો રસ્તો બતાવીશું।
- આમ, આપણા બાળકને આપણે જ હિંમત આપવાની છે.
- બાળકની નબળાઈને તેની શકિત બનાવીને આપણે તેને આ હરીફાઈના સમયમાં આગળ લાવવાનું છે.
- જ્યારે આપણને આપણા બાળકમાં નબળાઈ દેખાઈ ત્યારે તેની જગ્યાએ આપણે આપણી જાતને રાખવી અને આપણે યાદ કરવું કે આપણે તેના જેવડા હતા ત્યારે કેટલી બાબતોમાં હોશિયાર હતા.😅