બાળકનો કંટાળો ને ચીડિયાપણું

પ્રસ્તાવના :-
- આપણે સતત નવી – નવી પ્રવૃત્તિ કરવા ટેવાયેલા છીએ.
- એક દૂધની જાહેરાત કરવામાં પણ પહેલેથી લઈને અત્યાર સુધી અનેક બદલાવ થયેલ છે.
- આપણને સતત નવા લોકો સાથે વાતો કરવી ગમે છે.
- એકને એક વ્યક્તિ સાથે આપણે આટલો સમય કદાચ આ પહેલીવાર આવ્યો છે.
- માણસનો આર્થિક ચિંતાને લીધે કંટાળો , ગુસ્સો , ચીડિયો સ્વભાવ વ્યાજબી છે.
- અત્યારે આપણે ઘણા દિવસોથી ઘરમાં જ રહીએ છીએ તો તેવા સંજોગોમાં બાળક સાથે પણ બિનજરૂરી રોક – ટોક કરતા રહીએ છીએ.
- જે બાળક પોતાના માતા- પિતા સાથે જ રહેતું હોય તેવા પરિવારમાં મોટેભાગે આ બાબત જોવા મળે છે.
- બાળકમા આ કારણે ગુસ્સો અને જીદ્દીપણું વધવા લાગ્યું છે.
- તે વડીલોની વાત માનતું નથી.

આવી મુશ્કેલીમાં આપણે ધ્યાનમાં રાખવાની વાતો :-

નાની બાબાતોમાં ગુસ્સો ન કરવો :-
- ગુસ્સોએ મુશ્કેલી વધારવાનો પાયો છે.
- બાળક કોઈવાર આપણી વાત માને નહીં ત્યારે તેને થોડીવાર તેને કરવું હોય તેમ કરવા દેવું।
- કોઈવાર નાની બાબતોનો ગુસ્સો બાળકના મન પર મોટી અસર કરે છે.

જીદ કરે તો બાળકને મનાવવું :-
- ઘરમાં જો એક બાળક હોય તો તેની સાથે રમવા કોઈ હોતું નથી.
- આથી આટલા સમયમાં તો હવે બાળક પણ કંટાળી જાય.
- કોઈવાર બાળકનો કંટાળો જીદનું કારણ બની જાય છે.
- આથી તેવા સમયે આપણે તેને શાંતિથી મનાવીને તેને તોફાન કરતું અટકાવીએ।

આર્થિક ચિંતા બાળક સુધી ન પહોંચવા દેવી :-
- અત્યારે સંપૂર્ણ લોકડાઉંન છે.
- લોકો દવા અને શાકભાજી લેવા પણ ડરી – ડરીને જાય છે.
- બધાના ઘરે આવક બંધ છે.
- આથી આપણને આર્થિક મુંજવણ થાતી હોય છે.
- તેની બાળક પર અસર નહીં થવા દઈએ.
- બાળક આપણી નાની વાત પણ સમજી જાય છે.
- આથી આપણા ચહેરા પરની ચિંતા તે તરત જ સમજી જાય છે અને તે પણ ઉદાસ રહે છે.

મનની ચિંતા ઘટાડવા નીચલા વર્ગની મુશ્કેલી જોવી :-
- આપણા મનના સમાધાન માટે આપણે ગરીબ લોકોનો વિચાર કરીએ।
- જે માણસ એક ટંકનું કમાઈને ખાતો હોય તેને જીવવામાં કેટલી મુશ્કેલી પડતી હશે ?
- આપણા પર ભગવાનની મહેરબાની છે કે રહેવા છત તો છે !

ધીરજ રાખવી :-
- બાળકના બદલાતા સ્વભાવને જવાબદાર આ સમય પણ છે.
- કોરોના શું છે તે બાબતની બાળક સાવ અજાણ છે.
- આથી આપણે તેને શાંતિથી તેના મનમાં ડર ન લાગી જાય તેમ કોરોના વિષે સમજાવીશું।

બાળકની જગ્યાએ રહી વિચારવું :-
- આપણે આપણા રૂટિન કરી શકતા નથી આથી આપણે થાકી ગયા છીએ.
- આપણું બાળક પણ તેજ સમય પસાર કરી રહ્યું છે.
- આપણી પાસે તો મોબાઈલ છે , ટીવી છે અને બીજા ઉપકરની છે જેમાં સમય પસાર થઈ જાય છે.
- આપણું બાળક બિચારું શું કરે, કેટલીવાર ઘરની અંદર રમકડાંથી પણ રમે.
- એકવાર આપણે તેની જગ્યાએ રહી જોઈ અને પછી વિચારીએ ! ખરેખર કહું છું કે તમારો ગુસ્સો ઓગળી જાશે।

બાળકના વિચારોને વખાણવું :-
- કોઈકવાર માતા – પિતા બાળકની વાતને ધ્યાનમાં લેતા જ નથી.
- આથી બાળક હતાશા અનુભવતું હોય છે.
- આપણે બાળકની સાથે વાતો કરવી અને તેની સારી બાબાતોને આવકારવી.
- આથી બાળકમાં અનેરો ઉત્સાહ વધશે અને તે આપણામાં એક મિત્ર જોશે।

આમ, બાળકમાં વધતો ચીડિયાપણું અને કંટાળાને આ ગરમીના દિવસોમાં વધતા અટકાવીએ અને આખો પરિવાર હશીએ , રમીએ અને ખુશ રહીએ😊.
