હળવો ખોરાક

પ્રસ્તાવના :-
- અત્યારે કોરોનાના કારણે આપણે સૌએ ફરજિયાત પણે ઘરનો આશરો લીધો છે.
- ગરમીના દિવસો ચાલે છે આથી અકળાઈને એસી કે પંખા જેવા ઉપકરણોનો ઉપયોગ વધી ગયો છે.
- આ મહામારીમાં આપણા શરીરને રોગમુક્ત રાખવું ખુબ જરૂરી છે.
- તેમાં ખોરાક અને પાણી ખુબ અગત્યની ભૂમિકા ભજવે છે.
- આપણે અત્યારે હળવો ખોરાક લઈએ જે પચવામાં સરળ રહે.
- લોકડાઉનમાં મળી રહે તેવા ખોરાક જોઈએ જેનાથી શરીરને વિટામિન પ્રોટીન મળી રહે.

આજનો આ બ્લોગ ચાર વિભાગમાં વહેંચ્યો છે.

ફળો :
- આજના બ્લોગમાં ફળો વિષેની માહિતી છે.
- ફળો ખાવાથી પેટ હળવું જ રહે છે.
- શરીરને રોગમુક્ત રાખવા અને ભૂખ શાંત કરવા ફળો ખાવા જોઈએ।
- જે અન્ય ખોરાક કરતા શરીરને યોગ્ય પ્રમાણમાં ફાઈબર અને વિટામિન આપે છે.

તરબુચ :-
- તરબૂચમાં 94% પાણીનો ભાગ હોવાથી શરીરને જોઈતા પ્રમાણમાં પ્રવાહી મળી રહે છે.
- તરબૂચ ખાવાથી ગરમીમાં રાહત થાય છે.
- શરીરને જોઈતા પ્રમાણમાં શકિત આપે છે.

મોસંબી :-
- મોસંબી વિટામિન – સી થી ભરેલી હય છે.
- આથી કોરોના અને ગરમી બન્નેની સામે લડવા માટે શરીરને પૂરતી તાકાત આપે છે.
- ચરબીનું પ્રમાણ 0 હોવાથી વજન ઘટાડવામાં ફાયદો કરે છે.
- મોસંબીનો જ્યુસ કરતા ખાવાથી વધારે ગુણકારી સાબિત થાય છે.
- રેસા સાથે મોસંબી ખાવાથી કબજિયાતમાં રાહત થાય છે.
- આ ફળ શરીરને ફાઈબર આપે છે.

સ્ટ્રોબરી :-
- સ્ટ્રોબરી ખાવાથી પેટની ચરબીનો ભાગ ઘટે છે.
- સ્ટ્રોબેરી ખાવાથી અઢળક ફાઈબર મળી રહે છે.
- આ ફળ સ્વાદમાં ખાતું હોવાથી વિટામિન – સી થી ભરેલું હોય છે.
- આથી રોગપ્રતિકારક શકિત વધારવા માટે ખુબ જરૂરી છે.

લીંબુ :-
- લીંબુના ફાયદા પણ અનેક છે.
- શરીરમાં વિટામિન ની સાથે ફાઈબર પણ આપે છે.
- રોગપ્રતિકારક શકિત વધારી શરીરને મજબૂત બાવે છે.
- લીંબુ શરીરની ચરબી ઘટાડવામાં અગ્રેસર છે.

સફરજન :-
- રોજનું એક સફરજન વધેલા પેટની ચરબી ઘટાડે છે.
- વારંવાર લાગતી ભૂખને શાંત કરવા સફરજન ફાયદાકારક છે.
- તેમાં યોગ્યપ્રમાણમાં ફાઈબર , બીટા કેરોટીન અને ફ્લેવોનોયડ્સ વગેરે જેવા તત્વો હોય છે.
- ત્વચાને સુંદર બનાવા સફરજન ખાવું જોઈએ.

કેળા :-
- એક ગ્લાસ દૂધ જેટલું પ્રોટીન એક કેળું ખાવાથી મળે છે.
- શરીરની ગંદકીને સાફ કરવા માટે કેળું રામબાણ ઈલાજ છે.
- કેળું ખાવાથી ભૂખ શાંત થાય છે.
- શરીરમાં ઉર્જાનો સંચાર કરવા કેળું ફાયદાકારક છે.

To be continued…..