ફળોનો રાજા – કેરી

May 8, 2020by Avani0
કેરી
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/https-storage.googleapis.com-gen-atmedia-3-2012-02-1052a69418e81bac5e0a10cb83ea1e3fc3ed0c50-640x562.jpeg

જેમ, આપણી રાષ્ટ્રીય ભાષા  હિન્દી

             આપણુ  રાષ્ટ્રીય ગીત       જન-ગણ -મન

             આપણું રાષ્ટ્રીય પ્રાણી      વાઘ

             આપણું રાષ્ટ્રીય પક્ષી        મોર

             આપણું રાષ્ટ્રીય ફૂલ          કમળ    તેમજ ,

             આપણું રાષ્ટ્રીય ફળ          કેરી     છે.

પ્રસ્તાવના :
  •  કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. 
  • ઉનાળામાં જ્યારે અસહ્ય ગરમીનું વાતાવરણ હોય , જ્યારે દિવસ લાંબો અને રાત ટૂંકી હોય. 
  • જ્યારે  નાહીં  લીધા પછી પણ વિના પાણીએ ન્હાતા હોય તેવો અનુભવ થાય આવા અકળાવનારા વાતાવરણમાં પેટ અને શરીરની ગરમીને ઠંડક આપવા અને બેસ્વાદ ભોજનને સ્વાદ આપવા માટે કેરીનું આગમન થાય છે. 
  • કેરી પોતે અનેક ગુણધર્મ ધરાવે છે.
  •  નાના- મોટા સૌ કોઈની પસંદનું ફળ  કેરી છે આથી જ તો લગભગ બધાના ઘરોમાં કેરીને અમુક મહિના માટે સાચવવામાં આવે છે.
ઉત્પાદન :
  •  આપણા ભારત દેશને કેરીના ઉત્પાદનનું ઉદ્દગમ સ્થાન ગણવામાં આવે છે. 
  • એમાં પણ ગુજરાત કેરીના ઉત્પાદનમાં સૌથી આગળ છે. 
  • ગુજરાતના સોરાષ્ટ્રના ગીર વિસ્તારમાં કેરીનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે જેને આજે ‘ World  of Asiantic Lions ‘ ના નામે ઓળખાય છે. 
  • કેરી ખાવાથી અનેક ફાયદા થાય છે. કેરી માંથી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે.

 

↪ Mango  Festival :
  • દેશના ઘણા રાજ્યોમાં કેરીને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. 
  • કેરીની દરેક જાતનો એક મેળો ભરાય છે. 
  • તેમાં કેરીની બધી જ જાતને લઈને ખેડૂતો દેશના અનેક રાજ્યોમાંથી આવે છે અને પોતાની કેરીના ગુણધર્મનું વર્ણન કરે છે. 
  • કેરીના વડામથક એવા સાસણગીર જૂનાગઢના  ડ્રાઈવ ઈન રોડ વિસ્તારમાં જૂન મહિનામાં ‘ Mango  Festival  ‘ ઉજવાય છે.
  •  આ તહેવાર 3 દિવસ સુધી મનાવાય છે. 
  • તેમાં તમામ કેરીની જાત જોવા મળે છે.
  •  કેરીના શોખીન માણસો તો આ મેળાની મુલાકાતે જાય છે.
  •  લગભગ 1000 જેટલા ખેડૂતો કેરી મહોત્સવમાં ભાગ લે છે. 
  • આવા મહોત્સવમાં જવાથી આપણને કેરીની જાત, કદ, આકાર, સ્વાદ, રંગ , નામ જાણવા મળે છે.
  • આ મહોત્સવ જૂન મહિનામાં ઉજવવામાં આવે છે.
↪ કેરી ખાવાથી થતા ફાયદા :-
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/14528112462_e59b84b23e.jpg
↪ દેશની પહેલી 5 નંબરની પ્રખ્યાત કેરીના નામ  :-
1. કેસર કેરી – ગુજરાત :
  •  કેસર કેરી ગુજરાત રાજ્યના સોરાષ્ટ્રના ગીર વિસ્તારમાં જોવા મળે છે.
  •  કેસર કેરીની શરૂઆત 1931 માં જૂનાગઢના વંથલીમાં લાલડોરી ખેતરમાં  વજીર સાલે નામના ભાઈએ કરી હતી.
  • સૌથી પહેલા કેસર કેરીના 75 વૃક્ષોની ખેતી કરવામાં આવી હતી.
  • આ કેરી 1934 માં કેસર કેરીના નામે જાણીતી થઈ.
  • આ કેરીનું નામ ‘કેસર કેરી ‘ જૂનાગઢના નવાબ ” મોહમ્મ્દ મહાબતખાન બાબીએ ” પાડયુ હતું.
  • કેસર કેરી આવવાની શરૂઆત ઉનાળામાં એપ્રિલથી થાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/alphonso-mango-and-kesar-mango-500x500-1.jpg
2. હિમસાગર          –  પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/himsagar-mango-500x500-1.jpg
3. રત્નાગીરી હાફુસ –  મહારાષ્ટ્ર 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-116.jpeg
4. બનારસી લંગડો   –  ઉત્તર પ્રદેશ
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/04-1493872536-langra-mango1.jpg
5. બંગાનપલ્લી        –  આંધ્રપ્રદેશ 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/10000298-2_1-fresho-banganapalli-mango.jpg

આ  કેરી ભારતની પહેલા પાંચ નંબરની કેરીની જાત છે. જે સ્વાદમાં ખુબ જ સરસ હોય છે અને વિદેશોમાં તેની માંગ અનેક ગણી હોય છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/66-660981_welcome-page-break-design-png.png.jpeg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This