ભારતનું શ્રેષ્ઠ યોગદાન – કોરોના વાયરસ
પ્રસ્તાવના :-
- કોરોનાની મહામારીનો શિકાર બધા જ દેશો બન્યા છે.
- અત્યારે ઘણા દેશો કોરોના સામે લડવા માટેની વેક્સીંગ બનાવી રહયા છે.
- ઘણી ખરી દવા કોરોનાને હરાવી શકવા અસમર્થ રહી છે.
- ભારતની કેટલીક દવાઓની કંપની પણ covid – 19 સામે લડવા દવા બનાવી રહી છે.
- આજે આપણે કોરોનાની રસી શોધવા ભારતનું કેટલું યોગદાન છે તેના પર વાત કરીએ।
ભારત – અમેરિકાની પ્રાઇવેટ કંપની :
- ભારતની પ્રાઇવેટ કંપની “સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા” અને અમેરિકાની પ્રાઇવેટ કંપની ” Codagenix ” કંપની (New York ) સાથે મળીને દવાઓ બનાવી રહી છે.
- આ સમાચાર 27 એપ્રિલના રોજ અમેરિકાના રાજ્ય સચિવ mike pompeo દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
- જે લગભગ sep – oct મહિનાને અંતે તૈયાર થઈ જશે.
- ભારતમાં અંદાજે 1000 રૂપિયા (એક ડોઝની કિંમત )ની હશે.
- જ્યારે અમેરિકામાં આ રસી 10 થી 15% મોંઘી વેચાશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા
Codagenix
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા :
- તેનું મુખ્યમથક પૂનામાં સ્થિત છે.
- તેના સેન્ટર નેધરલેંડ, યુરોપના ઘણા વિસ્તારોમાં આવેલા છે.
- “સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા” એ સસ્તી રસી બનાવવા માટેની પ્રખ્યાત કંપની છે.
- અત્યાર સુધીમાં polio, diphtheria, tetanus, petrussis, hib, BCG, r – hepatitis b, measles, mumps, અને rubella વગેરે જેટલી રસી બનાવી ચુક્યા છે.
– ઉત્પાદન :
- 53 વર્ષથી કામ કરતી આ કંપની દર વર્ષે 1.5 બિલિયન ડોઝ વેક્સિગ બનાવે છે.
- 80% દવાઓ આફ્રિકા, યુરોપ અને U. S. A જેવા દેશોમાં નિકાસ કરે છે.
- દરેક રસીની કિંમત પ્રમાણમાં ઓછી હોવાથી આફ્રિકા જેવા દેશના લોકો પણ સરળતાથી ખરીદી શકે છે.
રસીનો ઉપયોગ :
- ભારત- અમેરિકાની પ્રાઇવેટ કંપની દ્વારા શોધ થતી દવા જે વ્યકિતને કોરોના નથી તે લોકો માટે છે.
- આ દવા માણસના શરીરને રોગપ્રતિકારકશકિત વધારવા મદદરૂપ બનશે।
- આ દવા લેતા વ્યકિતને કોરોના થાય તો તેનું શરીર સામાન્ય માણસ કરતા જલ્દીથી covid -19 ને હરાવી શકવા ક્ષમતા ધરાવતું હોય.
- કારણકે આ વૅક્સિગને શરીરમાં દાખલ કરવાથી કોરોના વાયરસની શરીરના અંગોમાં પ્રસરવાની ગતિને ધીમી પાડી દેશે।
- આ દવા 100 % કાર્ય કરશે એવું નથી પણ 70 થી 80 % મદદરૂપ નીવડશે તેવો દાવો કંપનીઓએ કરેલ છે.
- વેકસિંગની અસર માણસની તાસીર ઉપર આધારિત રહેશે.
કોરોનાની રસીથી ભારતને થતો લાભ :
- આપનો દેશ હમેશા બધાને મદદરૂપ થતો દેશ છે.
- આજની આ મહામારીમાં પણ ભારતે અમેરિકાથી લઈ અનેક દેશોને દવા પહોંચાડી છે.
- જેટલી ઘૃણા ચાઈના માટે છે અનેક ગણો પ્રેમ ભારત માટે થશે.
- ભારતના નિર્ણયને અમેરિકા, યુરોપ, રશિયા આવા અનેક દેશોમાં વખાણવામાં રહી છે.
- ભવિષ્યમાં પણ દવાઓની નિકાસમાં આ વેક્સીંગ ઘણી જ ઉપયોગી નીવડશે.
- આપણી આ મહાનતાને હમેશા યાદ રાખીને કોઈને કોઈ રીતથી આપણને મદદ કરવાનું વચન રશિયાએ ટવીટરના માધ્યમથી કરેલ છે.
આમ, આ વેક્સીંગ તમામ લોકોને કામ લાગશે. અત્યારે તો બધા જ ઘરમા રહીએ , સુરક્ષિત રહીએ। જલ્દી કોરોનાની રસી શોધાય જાય, જેથી આપણી લાઈફ રેગ્યુલર બની જાય એવી આશા રાખીએ છીએ.
source : Times of India