બાળકને તનાવથી દૂર રાખવા માટેના ઉપાયો
પ્રસ્તાવના :-
- એક બાળક માટે મા એ દુનિયામાં સૌથી મહત્વની છે.
- ડોક્ટરથી પણ વધુ જણનારી મમ્મી પોતાના બાળક માટે સંપુણઁ છે.
- આજના આ ટેક્નોલોજીના જમાનામાં એક માં પોતાના બાળકને ઉત્તમ બનાવા માટે કેટકેટલા પ્રયત્નો કરે છે.
- તે પોતાના બાળકને અન્ય બાળકથી કંઈક વિશિષ્ટ કરવા મથે છે.
- આ બધી બાબતોની કોમળ બાળક પર કેવી અસર થાય છે તે જોવાનું ભૂલી જાય છે.
- કોઈ બાળક બધી રીતે સંપૂણ હોતું નથી.
- આપણું બાળક ઉત્તમ છે પણ હોઈ શકે કે અત્યારે તેનો સમય ન હોય.
- કદાચ ! એવું પણ હોય કે આપણે તેને જે બનવામાં જેમાં રુચિ હોય તેનાથી કંઈક અલગ જ બનાવવા મથતા હોય!
ઉદાહરણ :
- એક ખુબ જ સારી ફિલ્મ છે તે આ બાબત પર જ આધારિત છે.
- આપણા બાળકને યોગ્ય ગતિ આપવા માટે આપણે તેને પારખવાનું છે.
- જેમ આ ફિલ્મમાં આમીરખાન ઇશાનને પારખે છે.
મારા મતે બાળકને તનાવથી બચાવાના ઉપાયો :-
બાળકના લેવલથી સમજાવવું
- જો આપણું બાળક તોફાની હોય અને એક વાતમાં સમજે જ નહીં તો તેને તેના લેવલથીસમજાવવું એ માતા-પિતાના હાથમાં છે.
એક ઉદાહરણ :
(સત્ય ઘટના)
- એક ખુબ જ તોફાની છોકરો હતો.
- તે કોઈનું માનતો નહી.
- એક વાર તેના હાથમાં રમતા રમતા એક છરી આવી ગઈ અને તે કોઈ વાતે તે છરી મુકવા તૈયાર ન હતો.
- બધા તેના હાથમાંથી છરી છોડાવા માટે ખીજાવા મંડયા, તેના હાથમાંથી છરી ખેંચવા લાગ્યા।
- પણ પેલો છોકરો છરી મુકવા તૈયાર જ નહીં અને ઉલટાનો તે છરી લઈ બધા મહેમાનોની પાછળ ભાગવા લાગ્યો
- આથી તેની માતાએ ખુબ જ સાવધાની લીધૂ.
- તેને પોતાના બાળકને પોતાની પાસે બોલાવીને સમજાવ્યું કે આ છરીથી તારે એવું કામ કરવાનું છે કે લોકો તારી પાસે આવે.
- ત્યારે પેલો વિચારમાં પડી ગયો કે એવું તે કઈ હોતું હશે કે છરીથી હું કોઈની મદદ કરી શકું!
- તેને તરત જ તેની પૂછ્યું કે એવું તે કી રીતે બને ત્યારે તેની માતાએ કીધું કે આપણી પાડોશમાં જે કાકા રહે છે.
- તે છરીથી લોકોની મદદ કરે છે અને તેના બદલામાં લોકો તેને આભાર સાથે ખુબ પૈસા આપે છે.
- પણ આવું કરવા માટે આપણે ખુબ મહેનત કરીને ભણવું પડે.
- આ વાતની પેલા બાળક પર એટલી અસર થઈ કે તે મોટો થઈને અત્યારે અમેરિકાના એક પ્રખ્યાત શહેરનો નામી સર્જન બન્યો।
- જો ત્યારે તેની માતાએ તેને બધાની વચ્ચે ખીજાણી હોત પરિસ્થિતિ કંઈક અલગ જ હોત.
શાળા પ્રત્યે રુચિ :
- બાળકને સ્કૂલથી થતા ફાયદાઓ સમજાવીને તેને મનાવવું જોઈએ।
- સ્કૂલ જવાથી નવા મિત્રો બને.
- નવી – નવી રમતો રમવા મળે.
- ભણવાની સાથે ગીત, ડાન્સ, સ્વિમિંગ જેવી અનેક ગમતી પ્રવૃત્તિ કરવા મળે.
પૂરતો સમય :
- બાળકની સાથે પૂરતો સમય ફાળવવો.
- તેની સાથે તેની ફેવરિટ ફિલ્મો અને કાર્ટૂન જોવા.
- તેમની પસંદની વાનગી તેની જેમ જ જમવી.
સારું વર્તન :
- આજકાલ પપ્પા સાથે 70% મમ્મી પણ ઘરમાં આર્થિક મદદ થાય માટે જોબ કે બિઝનેસ કરી રહી છે.
- મમ્મી પપ્પા પોતાનામાં એટલા વ્યસ્ત હોય છે કે તે બાળકની એકલતા અને ઉદાસીનતા જોઈ શકતા નથી.
- કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં બાળક સાથે શાંતિથી વર્તવું.
- પરીક્ષાના દિવસોમાં બાળક ટેન્સનમાં હોય છે ત્યારે આપણો પ્રેમ અને આશ્વાસન તેને હૂંફ આપે છે.
પ્રોત્સાહન :
- બાળકને વારંવાર બધા જ કાર્યમાં પ્રોત્સાહિત કરવું.
- જીવન માટે ઉપયોગી તમામ પ્રવૃત્તિ શીખવીએ.
- તે માટે તેને હિંમત અને પૂરો સાથ આપીએ।
ધાર્મિક સંસ્કાર :
- બાળકને ધાર્મિક સંસ્કાર આપવા.
- આધ્યાત્મિકતા કેળવવાથી મન શાંત રહે છે.
- બાળકને ખરાબ સંગતથી બચાવે છે.
પોષણયુક્ત આહાર :
- બાળક પોષણયુક્ત આહાર લે છે તેની પૂરતી કાળજી લેવી.
- સમતોલઆહાર એ બાળકની રોગપ્રતિકારક શકિત વધારવા માટે ઉપયોગી છે.
આપણી માટે બાળકનું મહત્વ :
- બાળક આપણા માટે કેટલું મહત્વનું છે તે તેને હમેશા ફીલ કરાવવું।
- મહત્વના નિર્ણયોમાં તેનો મત પણ જાણવો।
- તેની પસંદગીની વસ્તુઓ લેવી।
- તે આપણને દરેક બાબત કહી શકે તેટલી મિત્રતા કેળવવી।
- આપણું બાળક આપણા કરતા અનેકગણું હોશિયાર છે કારણકે તેમાં માતા-પિતા બન્નેના સારા ગુણોનું સિંચન થયેલું છે.
- આપણું બાળક આપણા માટે હંમેશા નંબર 1 છે તેવું વિશ્વાસ હંમેશા તેને કરાવવો।