- દરેક કાર્યને પોતાનો ધર્મમાનીને એક રૂપિયો વસુલ્યા વિના મકાનને ઘર બનાવી આપે તેનું નામ આદર્શ ગૃહિણી।
- હવે લોકો ગૃહિણીની કદર કરતા થયા છે તેનું કારણ છે તેની સ્માર્ટનેસ !
- એક ગૃહિણી ધારે તો ઘરખર્ચમાંથી બચત કરીને તે રકમ પોતાના પતિને તેના વ્યવસાયને વધારવા મદદરૂપ થઈ શકે છે.
- એક ગૃહિણી બનવું એ કોઈ સામાન્ય બાબત નથી.
- આખા ઘરને સાથે લઈને ચાલવું, દરેક સભ્યની જરૂરિયાતને તેના સમય પ્રમાણે સાચવવી એ બધી જ વાત જ્યારે આપણે ગૃહિણી બનીએ ત્યારે જ ખબર પડે.
- તેમ છતાં “તમે ઘરમાં રહીને કરો છો શું ” આવું કોઈક કહે તો લાગી આવે.
- પણ આ લોકડાઉનમાં બધાને ખબર પડી જ ગઈ હશે કે ” અમે ઘરમાં રહીને શું નથી કરી રહયા! “
- માટે કોઈ આપણું સમ્માન કરે કે ના કરે આપણે સૌથી બેસ્ટ છીએ એ હંમેશા યાદ રાખવું.
- કોઈ કાર્યને સારી રીતે ચલાવવા બેસ્ટ પ્લાનિંગ હોવું જરૂરી છે.
- જો ઝડપથી ઘરના કામ પતાવવા માટે સ્માર્ટ પ્લાનિંગ ખુબ ઉપયોગી સાબિત થશે.
- સમયનો બગાડ નહીં થાય અને કામની ગોઠવણી પહેલેથી જ થઈ ગયેલ હોવાથી એક સાથે બે ત્રણ કાર્ય થઈ શકશે.
- મનપસંદ કાર્ય માટે સમય વધશે.
- ઘરને વ્યવસ્થિત ગોઠવવું એ સારી ગૃહિણીની નિશાની છે.
- કોઈપણ ખૂણામાં બેસીએ તો શાંતિનો અનુભવ થાય તેવું શુસોભન હોવું જોઈએ.
- દીવાલ પર ફોટો ફ્રેઇમ કે મનોબળ મજબૂત થાય તેવી છબીઓ રાખવી આથી જોતા આનંદ આવે.
- જોઈતા પૂરતો સામાન ઘરમાં રાખવાથી તેને સાફ કરવામાં ઓછો સમય લાગશે !
- ઘરે આવતી દરેક વ્યકિતને સારો આવકાર મળવો જોએ.
- પછી તે ઘરના સભ્યો હોય કે મહેમાન હોય !
- એક આદર્શ ગૃહિણી સ્માર્ટ કાર્યક્ષમતાની સાથે મધુર વાકછટા ધરાવતી હોવી જોઈએ.
- જો ઘર ચોખ્ખું તો મન પ્રફુલ્લિત !
- ઘરમાં બધું અસ્ત વ્યસ્ત પડેલું હોય કે ગંદુ હોય તો ઘરમાં માંદગી રહે છે.
- બેચેની અને ગુસ્સો વારંવાર આવે છે.
- માટે દરરોજ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ.
- આ મારું ઘર છે, તેને સાફ રાખવું મારી ફરજ છે !
- આવી ભાવના સાથે સવારની શરૂયાત કરવી.
- 50% તાકાત એમ જ આવી જશે.
- ઘર કામ કરવા આળસ કે કંટાળો પણ નહીં આવે.
- હું મારું ઘર સંભાળું છું.
- એક રૂપિયાની કે વખાણની આશા વિના દરેકના સમય અને જરૂરિયાત સાચવું છું!
- માટે દુનિયાની શ્રેષ્ઠ વ્યકિત હું છું.
- આવા વિચારોથી શરીર અને મનને ઘણું સારું લાગશે.
- ભણેલી ગૃહિણી તેના ભણતરનો ઉપયોગ કરીને સૌથી સારું ઘર ચલાવી શકે.
- યોગ્ય પ્રમાણમાં ઊંઘ કરવી અને સવારે વહેલા ઉઠવાથી આપણી પાસે સમય રહેશે.
- આપણે બધા જ કામો સમયસર પુરા કરી શકીશું.
- આથી ઘરમાં કંકાસ અને મતભેદ થશે જ નહી.
- સારી ગૃહિણી બનવા માટે આ ટેવ ખુબ ઉપયોગી સાબિત થશે.
- જેમ બને તેમ ખોરાકનો બગાડ ઓછો થવા દઈએ.
- કરકસર કરીને બચત કરવીએ સ્માર્ટ ગૃહિણીની નિશાની છે.
- આજકાલ મહિલાઓ બચતમાંથી ગૃહઉધોગો શરૂ કરીને ઘરે બેઠા એક રૂપિયાના રોકાણ વિના કમાણી કરતી થઈ છે.
- અને જરૂરિયાતના સમયે તે કમાણી બાળકો અને પતિને આપીને મદદરૂપ બની છે.
- ઘરની શોપિંગ જરૂરિયાત પ્રમાણે કરવી જોઈએ.
- બિનજરૂરી વસ્તુનો નિકાલ કરીને જોઈતી વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ.
- રસોડાંની ચીજવસ્તુને યોગ્ય ગોઠવીને રાખવામાં આવે તો જલ્દી મળી જાય છે.
- ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.