આળસ
- એક જ પ્રકારનું કાર્ય દરરોજ કરવામાં આવે તો આળસ આવવી કોમન છે.
- જે કાર્ય કરવું ના ગમે તેમાં આળસ કંટાળો આવે જ એમાં કંઈ નવાઈ નથી.
- શરીરની ગતિ હર સમય એક સરખી ન હોવાને લીધે કોઈકવાર થાક, કંટાળો આવે તેના પરિણામે ગુસ્સો ન કરવાની વ્યકિત ઉપર નીકળી જાય.
- આળસ આવવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે.
- તો ચાલો આળસ આવે ત્યારે શું કરવું જોઈએ જેથી મનને શાંતિ મળે તે આજના બ્લોગમાં જોઈએ।
1. એક સમયે એક જ કાર્ય કરવું :
- જે કાર્ય પૂરું કરવું જરૂરી હોય તે કાર્ય પહેલા કરવું।
- એક સાથે અનેક કાર્ય કરવા જાય અને અપૂરતા ધ્યાનને લીધે કોઈકવાર નુકશાન જાજુ થાય.
ઉદાહરણ તરીકે ,
હાલ ખેડૂતોને થયેલ નુકશાન : જે પાક થઈ ગયેલ હતો તેને ન ઉપાડતા બીજો પાક વાવવામાં મથયાને અચાનક વરસાદ ને લીધે તૈયાર થયેલ પાક પણ ફેલ ગયો.
- એક સમયે એક કાર્ય થાય તો કામ સારું થશે ભલે સમય વધૂ લાગે।
- ધારોકે ઘરની વાત કરીએ તો ,
દા.ત. :
ગેસ પર દૂધ થાતું હોય,
તેની સાથે ફોન ચાલુ હોય અથવા પાડોશી સાથે અથાણાની રેસિપી શેર થતી હોય,
પતિદેવ અને બાળકોના ટિફિન ભરવાના હોય અને,
આપણે વાતોમાં એવા ડૂબી ગયા હોઈએ કે બાળકો અને પતિદેવની સાથે દૂધ પણ ક્યારનું વહી ગયું હોય !😝
N Very sad, હમણાં તો કામવાળાબહેન પણ ન આવતા હોય (લોકડાઉન!!!)😟😜
- અને પછી એ બધું ઉપાડવામાં આપણને જોરદાર આળસ અને કંટાળો આવે અને પછી ગુસ્સો આવે.
2. કાર્યને વિભાજીત કરી દેવું :
- કાર્યને જો ભાગ પાડી દેવામાં આવે તો તે ઝડપથી થઈ જાય છે.
- કામ કરવાની મજા આવે છે.
3. સંગીત કે કોઈપણ મનગમતી પ્રવૃત્તિને સાથે રાખીને કાર્ય કરવું :
- સંગીત બધાનું મનપસંદ હોય છે.
- તેની મદદ લઈને આપણે કાંટાળાજનક કાર્યને રસ લઈએ કરી શકીએ છીએ.
4. પૂરતી ઊંઘ લેવી :
- 8 થી 10 કલાકની ઉંઘ જરૂરી હોય છે.
- ઉજાગરાએ બીમારીનું ઘર સાબિત થાય છે.
- શરીરીમાં સુસ્તી રહે છે.
- જો અપૂરતી ઊંઘ હોય તો નાનું એવું કાર્ય કરવા પણ આળસ આવે છે.
5. હકારાત્મક અભિગમ :
- કોઈપણ કાર્યને શરૂવાત હકારાત્મક વિચારોથી કરવી।
- આથી મનોબળ મજબૂત બનશે।
- કાર્ય પ્રત્યે રુચિ જાગશે।
6. સાત્વિક ખોરાકને મહત્વ :
- ફાસ્ટફૂડે માણસની કાર્યક્ષમતાને લો કરી છે.
- અત્યારે આપણને બધાને એજ ભાવે છે.
- આપણા શરીરમાં આળસને આવકારવા માટે જવાબદાર છે.
- સાત્વિક ખોરાક પચવામાં સરળ હોવાથી શરીરને કાર્યરત રાખે છે.