ઉત્તમ ઘડતર – શિક્ષક

July 5, 2020by Avani0

ઉત્તમ ઘડતર – શિક્ષક

https://www.blogarts.in/wp-content/uploads/2020/07/guru.jpg

આજે ગુરુ પૂર્ણિમા નો દિવસ છે. તો આજનો મારો બ્લોગ તમામ ગુરુને સમર્પિત કે જેને પોતાની તમામ મહેનત પોતાના વિધાર્થીની ઉપર કરીને તેને સાચા માર્ગે બતાવીને તેનું જીવન શ્રેષ્ઠ બનાવ્યું। 👏👏👏

  • કોરોના આવવાને લીધે બાળકને વેકેશનમાં વધારો તેની માટે એક આનંદની પળ હશે પણ તેના ઘડતર માટે આ નુકશાન છે.
  • આપણે  રહીને બાળકને ભણાવીએ પણ સ્કૂલ જેવું વાતાવરણ ઉભું કરી શકતા નથી.
  • બાળક જ્યા જઈને પોતાની હદથી વાકેફ થઈ જાય, ટીચર ફક્ત એક જ વખત ચૂપ કહે એટલે અમુક અપવાદ🙈ને બાદ કરતા બધા જ વિધાર્થી ચૂપ થઈ જાય,
  • એક ટીચર કેટલાય છોકરાઓને ભણાવે, ગણાવે, તેને ખીજાય, પ્રેમ કરે, તેની શીખવવા તેની પાછળ મહેનત કરે,
  • હંમેશા આપણી છાયામાં રહેતા બાળક ને નવી દુનિયામાં ભળવા માટે સક્ષમ બનાવે એ છે સ્કૂલ !
ભૂતકાળને વાગોળતા સૌથી વધુ આનંદ આવતો જો કોઈ સમય હોય તો એ છે સ્કૂલનો સમય !
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/school.jpg

સલામ 😊 :

  •  અત્યારે શાળાઓ બંધ છે ત્યારે પણ ટીચરોએ મહેનત  છોડી નથી.
  •  તે ટેક્નોલોજીની મદદ લઈને પણ બાળકોને ભણાવે છે અને તેનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/online1.jpg
 એક ગુરુ :
  • શિક્ષકએ બાળકને ઉત્તમ વ્યકિત બનવા માટે ખુબ મહેનત કરે છે.
  • પ્રાચીન સમયથી ગુરુ પ્રથા ચાલી આવે છે.
  • ભગવાન પણ જ્યારે અવતાર લઈને પૃથ્વી પર આવ્યા ત્યારે તે પણ શિક્ષા મેળવવા માટે ગુરુજીના આશ્રમ પોતાનો રાજમહેલ અને જાહોજલાલી મૂકીને ગયા હતા.
  • તે ધારે તો ગુરુજીને પોતાના મહેલ બોલાવી શકતા હતા પણ તેને આખા સમાજને ગુરુજીનું મહત્વ શું છે એ સમજાવવા માટે આશ્રમ જઈને ઉત્તમ શિક્ષા મેળવી હતી.
  • હવે પહેલા કરતા શિક્ષણમાં બદલાવ આવ્યો છે. આજનો શિક્ષક વિધાર્થીને ખિજાઈ શકતો નથી તો હાથ ઉપાડવાની વાત તો દૂર જ રહી માટે આજના શિક્ષકોની માટે વિધાર્થીના મનમાં કોઈ માન નથી.
  • આથી જ તો માતા -પિતા પ્રત્યે બાળકોને માન  નથી.
  • જ્યારે બાળક નાનું હોય ત્યારે તેને આપણે શાળાએ મૂકી ત્યારે તેના ટીચર તેને થોડું ખિજાઈ જાય કે આપણે તરતજ તેની ફરિયાદ કરી છીએ
  • આથી મોટા થઈને બાળકો આપણી ફરિયાદ બની જતા હોય છે.
  • એ વાતથી બધા માહિતગાર હશે જ !
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/unnamed-file.jpeg
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/krishna.jpg
*  શિક્ષકની ભૂમિકા  :-

1. શિસ્ત :-

  • શાળાનું વાતાવરણ જ એવું હોય છે કે તે બાળકને શિસ્ત શીખવે છે. 
  • શાળાએ જવાથી બાળકે તમામ બાબતો શીખે છે જે તેને તેના માતા- પિતા ન શીખવી શકે.
  • જ્યારે બાળક પહેલીવાર શાળાએ જાય ત્યારે ટીચરને એટલો આત્મવિશ્વાસ હોય છે કે આપણું બાળક તેની શાળામાં સેટ થઈ જશે.
  • અને થોડા સમયમાં આપણું બાળક આપણા કરતા તેના ટીચર સાથે વધુ લગાવ ધરાવતું થઈ જાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/dis.jpg

2. સારા સંસ્કારનું સિંચન :-

  • શિક્ષક બાળકોને ખુબ સારી વાતો શીખે છે. 
  • બાળક જઈને પ્રાર્થના, યોગ, વ્યાયામ અને ઘણી સારી બાબતો શીખે છે.
  • ઘણી વખત સારી અને સાચી સલાહથી કેટલાય વિધાર્થીની જિંદગી બની જતી હોય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/yog.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/pray.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/kasrat.jpeg

3. ગણવેશ :

  • ગણવેશ બાળકને સમાનતા શીખવે છે. 
  • કોઈ બાલક ઉંચુ નહીં, કોઈ બાળક નીચું નહીં શાળામાં બધા બાળકોને સરખો ન્યાય મળે છે. 
  • આથી બાળક બીજા બાળક સાથે સહેલાઈથી ભળી જાય છે.

4. સર્વ ધર્મસમભાવની ભાવના :-

  • શિક્ષણ બાળકને ધર્મનું મહત્વ સમજાવે છે, અસમાનતા વચ્ચેનો ભેદભાવ દૂર કરવા શિખવે છે.
  • અને તે બધી જ જાતી કે ધર્મને એકસમાન મહત્વ આપે છે.
  • આથી આજની પેઢી જાતિ – જનજાતિના મતભેદ ભૂલીને આગળ વધી છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/onegod-1280x960.jpg

5. બાળક બની તેની સાથે વર્તન કરે :

  • શિક્ષક નાના બાળકોને જ્યારે કઈ શીખવે ત્યારે તે ડાન્સ  કરતા હોય,
  • તેની સાથે કોઈ પ્રાણી કે પશુની એક્ટિંગ કરીને બિલકુલ બાળક બની જતા હોય છે.
  • બાળક જલ્દીથી ટીચર સાથે અટેચ થઈ જતા હોય છે.
  • શિક્ષક પોતાના વિધાર્થીની સાથે તેની ઉંમર પ્રમાણે વર્તન કરતા હોય છે.
  • જેમકે નાના બાળકો હોય તો તેને માતા – પિતા જેવું વર્તન કરે અને મોટા વિધાર્થીઓ હોય તો એની સાથે મિત્ર ભાવ હોય.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/lil.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/big.jpg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This