વાતચીત

June 1, 2021by Avani

વાતચીત

https://www.blogarts.in/wp-content/uploads/2021/06/91.jpg
  • એવું કહેવામાં આવે છે કે કોઈપણ સફળ વ્યક્તિની પાછળ તેમની વાક્ચાતુર્યતાનો વિશેષ ભાગ રહેલો હોય છે.
  • જીવનમાં અન્ય લોકોની પાસે તમારી સારી છાપ ઉભી કરવી હોય તો તમારી વાત કરવાની કલાને શ્રેષ્ઠ બનાવવી પડે.
  • વાક્ચાતુર્ય કળાએ એ સારા વ્યક્તિત્વનો એક ભાગ છે.
  • કોઈ વ્યક્તિની સામે વાત કરવી એ પણ એક ખૂબી હોય છે.
  • એક જ વાત કોઈ  સામાન્ય માણસ કહેતો હોય, વાત કોઈ સંત કે કોઈ મહાન વ્યક્તિ કહે તો તેની અસર અનેક ગણી હોય છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/12.png
1. બોડી લેંગ્વેજ :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/93.jpg
  • એક સારી વાક્ચાતુર્ય કલાને ઈમ્પ્રુવ કરવા માટે તમારી બોડી લેન્ગવેજ મહત્વનો ભાગ ભજવે છે.
  • ઘણીવાર એવું થાય કે લોકો બોલતા કંઈક હોય અને શરીરની પ્રતિક્રિયા કંઈક અલગ જ હોય.
  • આથી આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે,
  •  જ્યારે આપણે કોઈ વાત કરતા હોય ત્યારે આપણી વાતોને આપનું શરીર પણ સાથ આપે.
2. સરળ રહેવું :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/94.jpg
  • સરળ માણસ સૌને ગમે છે.
  • આથી જીવનમાં હંમેશા સરળ રહેવું.
  • સરળ રહેવાથી લોકો તમારી સાથે વાત કરશે.
  • આપણી વાતો હમેશા લોકોની સામે સીધી જ કરી દેવી,
  • આડા અવળી ફેરવીને કે ગોળ ગોળ વાતો કોઈક વખત આપણો નેગેટિવ પ્રભાવ પાડે છે.
3. ભાષા ઉપર પકડ :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/95.jpg
  • આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ ત્યારે,
  • આપણી વાતમાં કોઈ હલકા કે અસ્વીકાર્ય શબ્દોનો ઉપયોગ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
  • શબ્દકોશમાં જેમ બને તેમ સચોટ શબ્દકોષનો સંગ્રહ વધુ થાય તેવું કરવું.
  • તે માટે આપણે સારા પુસ્તકો વાંચવા અને સારા વક્તાઓને સાંભળવા જોઈએ.
  • જેમ આપણી ભાષામાં તર્કબદ્ધ અને શુદ્ધ શબ્દોનો ઉપયોગ વધવા લાગશે,
  •  તેમ લોકો આપણને સાંભળવાનું પસંદ કરશે.
4. ઉંમર અને વ્યવસાયને ધ્યાનમાં લઈને વાત કરવી :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/96.jpg
  • દરેક વ્યક્તિની વાત કરવાની રીત જુદી હોય છે.
  • આથી જ્યારે આપણે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે ,
  • તેની ઉંમર તેના વ્યવસાય, સ્વભાવને ધ્યાનમાં રાખીને વાત કરવી.
  • ઉદાહરણ તરીકે કોરોનાની સમજણ આપવી હોય તો મોટા લોકોને અલગ રીતે આપવી પડે.
  • અને નાના બાળકોને એ ડરી ન જાય એવી રીતથી હળવી ભાષામાં સમજાવવું પડે.
  • અથવા તો ઓફિસમાં સહકર્મચારીની સાથે એ રીતથી વર્તન કરવું જોઈએ.
5. સીધી મુદાની જ વાત કરવી :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/97-2.jpg
  • કોઈ માણસને આપણે કંઈક વાત સમજાવી હોય અને વિચારતા હોય કે શરૂયાત ક્યાંથી કરવી ,
  • તો બેસ્ટ એ છે કે ડાયરેક્ટ કઈપણ વિચાર્યા વિના તમારા મુદાની વાત કરી દો.
  • આનાથી તમે તમારી વાતમાં અટલ રહેશો.
  • તમારાથી કોઈ ગડબડ નહીં થાય.
  • સામેની વ્યક્તિને પણ જલ્દી સમજાઈ જશે કે તમે કહેવા શું માંગો છો.
6. એક સારા શ્રોતા બનવું :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/98-1.png
  • કોઈપણ માણસ એક સારો વકતા ત્યારે જ બને છે જ્યારે એ સારો શ્રોતા હોય.
  • આથી માત્ર બોલતા જ નહીં પણ કોઈને સાંભળતા પણ ચોક્કસ શીખવું જોઈએ.
  • કોઈવાર કોઈની વાતમાં આપણા પ્રશ્નોના ઉતરો હોય છે જે કોઈને પણ કહ્યા વિના ઉકેલ લાવી દેતા હોય છે.
7. આત્મવિશ્વાસ :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/99-1.jpg
  • તમને તમારી વાત ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ.
  • કોઈ વખત તમારી વાતને કાપવી નહીં.
  • આપણે કહેલી વાત અન્ય માટે ત્યારે જ મહત્વપૂર્ણ બનશે જ્યારે આપણી માટે તેનું મહત્વ હશે. 

Avani

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This