સંગીત

June 8, 2021by Avani0

સંગીત 

https://www.blogarts.in/wp-content/uploads/2021/06/01.jpg
પ્રસ્તાવના :
  • સંગીત શરીરમાં યોગનું કાર્ય કરે છે.
  • શરીરમાં થતા હોર્મોન બદલાવને સંતુલનમાં રાખે છે.
  • જયારે મન ઉદાસ હોય અથવા કોઈપણ ક્ષેત્રે આપણે નિષ્ફ્ળ જાય તે દુઃખના સમયે સંગીત દવા સમાન કાર્ય કરે છે.
  • આમ શરીરની શારીરિક અને માનસિક અવસ્થાને સ્વસ્થ રાખવા દિવસમાં અમુક સમય સંગીતને આપવો જોઈએ.
  • આજનો મારો બ્લોગ સંગીતથી આપના જીવનમાં શું અસર થાય તેના ઉપર છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/03.jpg
સંગીતથી જીવનમાં થતા ફાયદા : 
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/09.png
1. સાર્વત્રિક ભાષા :
  • દરેક દેશને પોતાની એક આગવી ઓળખ છે એ છે “ભાષા”
  • લોકો એક ભાષા દ્વારા પોતાના વિચારોની આપણે કરે છે.
  • સંગીત એવું માધ્યમ છે જેના દ્વારા લોકો સામેનો માણસ શું કહેવા માંગે છે તે તેના ચહેરાના ભાવ પરથી જાણી શકાય.
  • ટૂંકમાં કોઈપણ ભાષાને સરળ બનાવવા સંગીત મહત્વનું કાર્ય કરે.
  • કોઈપણ ભાષાનું ગીત સાંભળવામાં આપણને મજા જ આવે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/06.jpg
2.  સમયનું મહત્વ :
  • સંગીત જે તે કાર્યનું મહત્વ સમજાવે છે.
  • આપણા દેશમાં અનેક તહેવારો ઉજવાય છે.
  • વિના સંગીતે કંઈ પણ શક્ય નથી.
  • જન્મથી લઈને મૃત્યુ સુધીના ગીતો આપણી સંસ્કૃતિમાં છે.
  • જેતે સમયનું ભાન આપણને સંગીત દ્વારા થાય છે.
  • આપણું મનગમતું પિક્ચર જો સંગીત વિનાનું હોય તો કેવું લાગે? જરા વિચાર કરી તો !!!!!
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/07.jpg
3. સંબંધો એકતા :
  • એક માણસને બીજા સાથે ભેગા કરવા માટે સંગીત અગત્યની ભૂમિકા ભજવે છે.
  • આજકાલ લોકો પોતાની કોલોની કે ફ્લેટમાં ગરબાના પ્રોગ્રામ કરીને જમવાનું આયોજન કરીને જંદગીની મજા લે છે.
  • લોકો એકબીજાને મળે છે સુખ દુઃખ બાટે છે.
  • અમુક એવા તહેવારો જેવાકે, “નવરાત્રી”માં મેદાનમાં કેટકાય લોકો એકસાથે ભેગા મળીને ગરબા રમે છે.
  • જો સારૂ સંગીત ન હોય તો એ અશક્ય છે.
  • એક મહત્વની વાત એ છે કે ત્યારે કોઈને એકબીજાની નાત જાત કે ઉચ્ચ નીચમાં રસ હોતો નથી.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/00.jpg
4. એકાગ્રતા :
  • કોઈપણ કાર્ય જે એકધારું કરવાનું હોય ત્યારે સંગીત સાંભળતા કરવાથી કામમાં મન પરોવાય છે.
  • સંગીત સાંભળવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
  • જ્યારે કોઈ પ્રેગ્નેટ મહિલા સંગીત સાંભળે તો તેનું બાળક પણ શાંત ફીલ કરે છે.
  • ઓફિસમાં જાજા લોકો કામ કરતા હોય ત્યારે સંગીત સાંભળવાથી અન્ય લોકોની વાતોથી આપણે વિચલિત થતા નથી.
  • ટૂંકમાં, આપણે આપણું કાર્ય પુરી એકાગ્રતાથી કરી શકીએ છીએ.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/000.jpg
5. લાગણીને માન :
  • સંગીત તમારી લાગણીને પૂરું માં આપે છે.
  • જો તમે ખુશ હોય તો તેવા સંગીત સાંભળી શકો છો.
  • કોઈવાર તમે તમારા કોઈ નજીકના સભ્યોને ગુમાવો ને દુઃખી હોય તો તેવું સંગીત સાંભળવાથી આપણને હિંમત આવે છે.
Listening to music - modern colorful isometric vector illustration on white background. A composition with a woman sitting in lotus position on a book, earphones, plant, a cup of tea. Leisure concept
6. એકલતાનો સાથી :
  • કોઈવાર આપણે એકલા હોઈએ અને કોઈ સાથીની જરૂર હોય તો સંગીત સારો મિત્ર બની શકે છે.
  • ઘણીવાર લોકોની વાતોથી પરેશાન થઈ જીએ ત્યારે સંગીત તમને એકલતા અર્પે છે.
  • નકારાત્મક માંથી હકારાત્મક વિચારો તરફ મનને વાળવા સંગીત અસરકારક છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/098.png
7. યાદશક્તિ :
  • સંગીતથી યાદશક્તિમાં વધારો થાય છે.
  • કોઈપણ અભણ  વ્યક્તિ કે જે વાંચી લખી શકતું નથી તે સારા ભજન કીર્તન ગાઈ શકે છે.
  • અંધ વ્યક્તિના જીવનમાં સંગીત જ ઉજાસ ભરે છે.
  • વૃધ્ધ્વસ્થામાં વડીલોને તેમના ભૂતકાળને યાદ કરાવવા માટે સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/087.jpg
8. આનંદ :
  • જીવનમાં આનંદ અને જોશનું કાર્ય કરે છે.
  • અમુક સંગીત જીવનને રોમાંચક બનાવવા આગત્યનો ભાગ ભજવે છે.
  • આપણે ગુજરાતી તો કોઈપણ સંગીતના ટાળે નાચી શકીએ છીએ.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/0976.jpg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This