Otherlife for Teenage Girl
પ્રસ્તાવના :
જ્યારે કલાસ ચાલતો હોય ત્યારે કોલેજની યુવાન છોકરીઓ આનંદ અને મસ્તી કરવા આતુર હોય છે અને ત્યારે શિક્ષક અસાઇનમેન્ટ્સ, પ્રોજેક્ટ્સ કરવા માટે લાકડી સાથે તમારી સામે ઉભા હોય છે ત્યારે આપણને એમ થાય કે ફ્રી ટાઈમ ક્યારે મળશે, હવે તો રજાઓ પડે તો સારું…
રજાઓમાં અમારે આમ કરવું છે, તેમ કરવું છે…
પરંતુ જ્યારે ખરેખર રજા પડે, ત્યારે સાચી ખબર પડે કે ખરેખર આપણી પાસે કરવા જેવું કશું જ નથી. આખો દિવસ આળસમાં પસાર થાય છે, રૂમમાં પડીને કંટાળો આવે છે અને થોડા દિવસો પછી રજાઓ પૂરી થાય છે અને ફરીથી અભ્યાસ શરૂ થાય છે.
આજે હું તમારી સાથે એવી દસ મનોરંજક પ્રવૃત્તિ શેર કરીશ કે જે તમે તમારા ફ્રી ટાઇમમાં કરી શકશો અને તે કરવાથી તમને સારું લાગશે. આ વસ્તુઓ કરવાથી તમારી આદતો સારી રહેશે અને સમય પણ ઝડપથી પસાર થશે, એની સાથે – સાથે જીવનમાં કંઈક કર્યાનો આનંદ આવશે.
“શીખેલું અને કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી.” તો આજનો આ રસપ્રદ બ્લોગ ઝડપથી વાંચો, જેના દ્વારા મારી કિશોરી મિત્રો તેમના લોકડાઉન વેકેશનનો આનંદ માણી શકશે.
1) વાંચન :
- વાંચવાનો શોખ દરેક લોકોને હોતો નથી પણ તેને કેળવવો પડે છે.
- શરુયાતમાં કંટાળો આવે ત્યારે નાની વાર્તાથી શરૂયાત કરવી.
- ટૂંકી વાર્તાઓ અથવા રોમેન્ટિક નવલકથા અથવા તમને જે વાંચવામાં રસપ્રદ લાગે તે પુસ્તક વાંચો.
- પરંતુ ધ્યાનમાં રાખો કે તે પુસ્તક તમારા અભ્યાસ સાથે સંબંધિત ન હોય.😛
- એકવાર પુસ્તક તમારો મિત્ર બની જશે પછી જીવનમાં ક્યારેય એકલતા લાગશે નહીં.
2) રોજ ડાયરી લખો :
- રોજ સૂતા પહેલા ડાયરી લખો.
- પણ જો તમને રોજ ડાયરી લખવાનું ગમતું ન હોય તો તમને ગમે તે વિષય પર લખો.
- આ રીતે તમારું લેખન કૌશલ્ય સારું રહેશે.
- જે આગળના અભ્યાસમાં કામ લાગશે.
3) ફોટોગ્રાફી :
- ફોટા પાડવવાનો શોખ આજકાલ દરેકને છે.
- માટે તો સ્માર્ટ ફોનની માંગ વધી છે.
- પણ ફોટા પાડવાનો શોખ એ પડાવવા કરતાય કંઈક અલગ છે.
- અત્યારે ભાર ન જઈ શકો તો ઘરના બગીચામાં પણ નાના પાંદડા કે પતંગિયાનો ફોટો પાડો.
- દરેક સુંદર ક્ષણને કેમેરામાં કેપ્ચર કરો અને તેને ફ્રેમ કરો.
- આજકાલ ફોટોગ્રાફી ખૂબ જ સરળ છે, ડિજિટલ કેમેરા સારા ફોટા કેપ્ચર કરી શકે છે.
- પણ આ દરેકની પાસે હોય તેવું જરૂરી નથી.
- બાય ધ વે, સ્માર્ટફોનમાં પણ સારા ફીચર્સ હોય છે, તેથી તેમાં સારી ક્વોલિટીના ફોટા પડી શકે છે.
4) નૃત્ય :
- નૃત્ય કરવાનું શીખો.
- તમને રુચિ હોય તેવી કોઈપણ શૈલી શીખો.
- તમારી પાસે સાલસાથી લઈને જાઝ સુધીની ઘણી બધી પસંદગીઓ છે.કંઈપણ શીખો.
- ડાન્સ માત્ર જોવા માટે જ સારો નથી પણ તે એક સારી કસરત પણ છે.
- આજકાલ યુટ્યુબની મદદથી હરકોઈ ઘરે બેઠા ડાન્સ શીખી શકે છે.
5) ગાઓ :
6) સંગીતનાં સાધન વગાડતાં શીખો :
- સંગીત વાદ્ય શીખવામાં ક્યારેય મોડું થતું નથી.
- મારા સનને મ્યુઝિકમાં લઈ જાવ ત્યારે એક 56 વર્ષના આંટી હાર્મોનિયમ શીખવા આવે છે.
- શીખવાની કોઈ ઉંમર હોતી નથી, માટે જ્યારે તમે ઈચ્છો ત્યારે શીખો.
- તમને ગમે તે શીખો, ગિટાર, હાર્મોનિયમ, તબલા, વગેરે. પણ સ્વખુશાલી માટે કંઈક જીવનઉપયોગી કરો.
7) રસોઈ :
- તે માત્ર શોખ નથી પણ જીવન જીવવા માટે જરૂરી એક કળા છે.
- અને આ કલા દરેક છોકરીઓની મમ્મી દિલથી ચાહતી હોય છે કે તમે શીખો.😋
- તમારી માતાએ પણ શરૂઆતથી ભોજન રાંધ્યું ન હોવું જોઈએ, તે પણ શીખી હશે.
- જો તમે નહીં શીખો તો તમે રેસ્ટોરન્ટમાં ક્યાં સુધી ખાઈ શકો છો.
- અમુક સમયે, તમને તમારું મનપસંદ ઘરનો ખોરાક ખાવાનું મન થશે.
8) ભરતકામ :
- જો કે આજકાલ કેટલીક છોકરીઓને ભરતકામનો શોખ નથી હોતો પણ કઈક નવું કરવા જાય છે.
- એ એક કળા છે.
- શીખો અને નવું શીખવામાં નુકસાન શું છે.
- શોખ તરીકે તમારા પોતાના અને તમારા મિત્રોના કપડા પર લાઇટ એમ્બ્રોઇડરી કરો, મજા આવશે.
9) સ્વયંસેવક :
- જો તમે પ્રાણીઓને પ્રેમ કરો છો.
- તો પ્રાણીઓના આશ્રયસ્થાનમાં જાઓ અને તેમની સેવા કરો.
- જો તમારે ગરીબોને મદદ કરવી હોય તો કોઈપણ NGOમાં જોડાઈ જાઓ.
- વૃક્ષો વાવી શકો.
10) મિત્રો બનાવો :
- તમારા મિત્રો સાથે બહાર ફરવા, આનંદ માણવા અને નવા મિત્રો બનાવવા કરતાં વધુ આનંદ શું હોઈ શકે.
- તમારી ગેંગ સાથે જાઓ, આ તમારા સમયને આનંદ આપશે અને તમને કંટાળો આવશે નહીં.
- નવા મિત્રો પાસેથી નવું જાણવા મળશે.