બુદ્ધિ
થોડું વધુ સમય લાગી ગયો લખવામાં પણ આજ એક સુંદર બુકમાં એક બહુ અમૂલ્ય વાત જાણવા મળી જે તમારી સાથે શેર કરું છું 😊.
એક દિવસ એક પત્રકારે લાંબુ વિચાર્યા વિના પોતાના સમાચારપત્રકમાં છાપી દીધું કે ” દુનિયાની 50% મહિલાઓ બેવકૂફ છે.” આ વાંચીને એ વિસ્તારની મહિલાઓ સાથે મળીને પ્રેસ પાસે હોબાળો કરવા લાગી। પેલો પત્રકાર ડરી ગયો અને તેના બોસ પાસે આવીને આ વિષે વાત કહીને રડવા લાગ્યો અને બેબાકળો થઈ ગયો. તેના બોસે તેને શાંત રહેવા કહ્યું અને કહ્યું કે કાલના સમાચારમાં એમ છાપજે કે , ” દુનિયાની 50% મહિલાઓ બુદ્ધિશાળી હોય છે. ”
પેલો યુવાન ચાલ્યો ગયો. અને બીજા દિવસે મહિલાઓએ સમાચારપત્રક હાથમાં લીધું અને હેડલાઈન વાંચીને ખુશ થઈ ગઈ। અને પ્રેસ પાસે આવીને પેલાને બિરદાવવા લાગી।
યુવાન દોડીને બોસની ઓફિસમાં આવ્યો અને બધીજ વાત કરી ત્યારબાદ તેના સરે કહ્યું કે , ” બુદ્ધિ હંમેશા બદામ ખાવાથી નથી વધતી , ઠોકરો ખાવાથી પણ વધે છે “
અનેક પ્રયત્નો કરીને મળેલી સફળતા માણસને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા ત્તર્પર બનાવે છે।