જીવન મંત્ર
પ્રસ્તાવના :
લોકોના નકારાત્મક વિચારોથી દૂર રહીને આપણું મન જેમ કહે તેમ કરવાથી જ આપણને મનથી શાંતિ મળશે.
” कुछ तो लोग कहेंगे , लोगो का काम हे कहना !!! “
દરેક માણસના વિચારવાની ક્ષમતા અલગ હોય છે. એવું જરૂરી નથી કે આપણે કરેલ કાર્ય દરેકને પસંદ આવે જ. આથી કોઈની નકારાત્મક ટિપ્પણી સાંભળીને આપણે આપણા નિર્ણય અને આપણા કાર્યોને અટકાવવા નહીં.
આમ પણ એક કહેવત છે કે નગરમાં હાથી આવે એટલે કુતરા તો ભસવાના જ આનાથી હાથી ને કંઈક જ ફર્ક ન પડે.
અન્ય લોકોની નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપશો તો યોગ્ય રીતે કામ કરી શકશો નહીં અને ચિંતાઓ વધશે.
બોધ :
જો આપણે ઇચ્છિએ કે કોઇ આપણી ખરાબ વાતો ન કરે ને આપણી સારી સારી વાતો કરે તો તે શક્ય નથી. આપણે કોઇપણ કામ કરીશું તો કોઇને કોઇ તો તેમાં ખોટ કાઢશે જ. જો આપણે આવી નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપીશું તો આપણે આપણું કામ યોગ્ય રીતે કરી શકીશું નહીં.
માટે જેવા છીએ એવા જ મસ્ત રહીએ.