નવજાત બાળકનું અમૃત

April 7, 2020by Avani0
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/BN.png

        બાળક જ્યારે માતાના ગર્ભમાંથી આ વિશાળ દુનિયામાં જન્મ લે ત્યારે તે ગભરાયેલ હોય છે , જેમ કૂવાની માછલીને દરિયામાં નાખવામાં આવે એમ જ ! તો આવા સમયે બાળકને માતાની હૂંફ શિયાળાની ઠંડીમાં બ્લેન્કેટ સમાન છે. બાળકને આ નવીન દુનિયાને સ્વીકારવામાં  માતાનું દૂધ અમૃત સમાન કામ કરે છે કારણકે સ્તનપાને હંમેશા માતાની હુંફ અપાવે છે આથી બાળક પોતાને સુરક્ષિત ફીલ કરશે.  સ્તનપાનએ માતા અને બાળકના મનનું જોડાણ છે. માતાનું દૂધ બાળકના વિકાસમાં અત્યંત ફાયદો કરે છે. 

સ્તનપાનથી બાળકને થતો ફાયદો :-

 1. બુદ્ધિમાં વૃદ્ધિ :-

  •  સ્તનપાન કરતા  બાળકમાં બુદ્ધિનો વિકાસ ખુબ સારો થાય છે. એક સર્વેમાં એ સાબિત થયું છે કે એક વર્ષ જે બાળક માતાનું દૂધ પીવે છે તેની બુદ્ધિ  સાત વર્ષની ઉંમર માં જે બાળકે માતાનું દૂધ ન પીધું હોય તેના કરતા ખુબ જ  સારી રીતેવિકસે છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-48.jpeg

2. રોગપ્રતિકારક શકિતમાં વધારો :-

  • બાળકની રોગપ્રતિકારક શકિતમાં વધારો એ કોરોના ના સમયમાં ખુબ જ જરૂરી છે. માતાનું દૂધ બાળકની રોગપ્રતિકારકશકિત વધારવવા ખુબ જ જરૂરી છે.
  • સ્તનપાન કરતું બાળક જલ્દીથી બીમાર પડતું નથી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-49.jpeg

સ્તનપાનથી માતાને થતો ફાયદો :-

  • જે માતા તેના બાળકને સ્તનપાન કરાવતી હોય તે માતાની એક દિવસમાં 500-600 કેલેરી બર્ન થાય છે.
  • તેને  પતલુ થાવા વધારે મહેનત કરવી પડતી નથી.
  • સ્તનપાનથી આપણું ફિગર સુધરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/2.png
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/3-1.png

સ્તનપાન જાગૃતતા :-

  •  આજની મહિલાઓ પોતાનું ફિગર બરાબર રાખવા પોતાના બાળકના વિકાસને જાણતા અજાણતા અવરોધે છે. તો આવી મહિલામાં જગ્રુતતા લાવવા માટે 1 થી 7 ઓગસ્ટ આખા અઠવાડિયાને “સ્તનપાન અઠવાડિયુ ” મનાવવામાં આવે છે.
  • આ દિવસો દરમિયાન સ્તનપાનથી બાળકને થતા અનેક લાભો વિષે સમજાવવામાં આવે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-50.jpeg

કોરોના ના સમયમાં સ્તનપાનનું મહત્વ :-

  • કોરોના વાયરસના લિધે લોકો મુશ્કેલીમાં છે ત્યારે ગર્ભવતી માતા અને નવજાત જન્મેલ બાળકની માતા વધારે ચિંતિત છે. કારણકે આ વાયરસ જલ્દીથી બધામાં ફેલાય રહ્યો છે આથી સચેત રહેવું જરૂરી છે. 
  • પરંતુ , WTO ના કહેવા પ્રમાણે જે મહિલાને કોરોના હોય તે પણ  સ્તનપાન કરાવી  શકે છે. 
  • માતાના દૂધમાં હજુ સુધી એક પણ વાયરસ જઈ શક્યો નથી તે માટે ભગવાનને ધન્યવાદ !
  • આથી આ સમયમાં દરેક માતાએ પોતાના નવજાત બાળકને સ્તનપાન જરૂર કરાવવું જેથી તે પોતાના કોમળ બાળકને આ મહામારીથી સુરક્ષિત શકે.

ધ્યાનમાં રાખવા જેવું :-

 બાળકને સુરક્ષિત રાખવા માટે દરેક માતાએ આટલી બાબતો ખાસ ધ્યાનમાં લેવી।

  • માસ્ક પહેરવું।
  • બાળકને હાથમાં લેતા પહેલા હાથ બરાબર ધોવા।
  • બાળકને લઈને કઈ દવાખાને જતા સમયે યોગ્ય ચોકસાઈ અને સાવચેતી રાખવી।

                  

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/angry-baby-39.jpg

****************************************************************************************************************************************************************************

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This